________________
ઉપાટ મનહરવિજયજીની ઉપેક્ષણીય પદ્ધતિ.
અમદાવાદથી વૃદ્ધાવસ્થામાં પણ વિહાર કરી શ્રી સિદ્ધગિરિ તરફ યાત્રાર્થે પધારતા પૂ. આ. શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ પોતાના શિષ્ય પ્રશિષ્યાદિ ઠાણા ૭ સાથે મહા વદ ૧૨ ગારીયાધાર પધાર્યા, તે જ દિને ઉપર્યુક્ત બને પત્રિકાઓ ત્યાં રહેલા ઉપાટ જંબુવિજયજીને પહોંચાડી, અને ઉપાટ મનહરવિ મ. તેમના સમુદાય માન્ય સાધુ સાધ્વી આદિ ઉપર તિથિ માન્યતામાં બધો પત્ર વ્યવહાર શ્રીરામસૂરીજીની માન્યતા મુજબ કરતા હોવાથી આરાધનામાં તિથિ નક્કી કરવાની તેમની પણ ફરજ છે એમ ધારીને એક ગૃહસ્થ દ્વારા એમને પણ એમનો પક્ષ સાબીત કરવા મહા વદિ ૧૨ને દિવસે મુનિ શ્રી હંસસાગરજીએ એક વિસ્તૃત પત્ર લખી ચર્ચા કરવા જવાબ માગ્યો. આ રહ્યો તે પત્ર
સ્થળઃ પાલીતાણા મહા વદી ૧૨ “ઉપાધ્યાય મહારાજ શ્રી મનોહરવિજયજી યો ય વંદન પૂર્વક જણાવવાનું કે ચાલુ માસની બે અમાવાસ્યા બાબત પેપરવાળા ફરમાવ્યાનું જણાવે છે. જ્યારે અમદાવાદવાળાઓ તરફથી ચોક્કસ સાંભળ્યું છે કે પૂ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ આરાધનામાં તિથિની વધઘટ માનતા જ નથી. આથી પેપરવાળાનું ફરમાવ્યા સંબંધીનું જુઠાણું ખુલ્લુ પડી ગયું છે અને તે મેં તાજેતરમાં હેન્ડબીલ દ્વારા જાહેર પણ કર્યું છે આમ છતાં “આરાધનામાં તિથિની વધઘટ નથી જ હોતી’ એ સત્ય હજુ આપને સમજાયું લાગતું નથી એમ પણ અમોએ સાંભળ્યું છે. આ વખતે સંયોગો સાનુકુળ હોવાથી મારી ધારણા છે કે એ મુજબ જે કોઈ આચાર્ય ઉપાધ્યાય કે પન્યાસજીને ન સમજાતું હોય તેને સમજાવવા અત્રે બનતા સર્વ પ્રયાસ કરી સંઘમાં શાન્તિ સ્થાપવી. તે પહેલાં આપ જણાવો તો હાલ હું યોગમાં હોવા છતાં વળતા કરીને વાટાઘાટ માટે આપની પાસે એક બે દિવસમાં આવું, ટીપ્પણામાં પર્વ તિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય ત્યારે પૂર્વ કે પૂર્વતરની અપર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ આરાધનામાં કરાય એમ શાસ્ત્ર પણ કહે છે અને કરાય જ છે. એમ સમસ્ત સંઘની માન્યતા અને આચરણા હતી, અને છે. આમ છતાં કોઈ કારણથી હવે આપને આરાધનામાં ક્ષય કે વૃદ્ધિ કરવાનું સૂજતું હોય તો તે સદંતર શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદ્ધ જ છે, એમ ચર્ચા કરી જુઠો તિથિવાદ ઉભો કરીને તે ટકાવવા યત્ન કરનાર પંથના ઉપા. જંબુવિજયજીને મેં અત્રે મહાસુદિ ૮ના દિને પત્ર મોકલીને ટાઈમ પણ માગ્યો હતો, પણ ખેદની બિના છે કે એ પંથની આદત મુજબ તેઓ તેનો જવાબ ન આપ્યા વિના અહિંથી નાસી છૂટેલ છે, આવાનો આપને પક્ષ હોવા છતાં એવા ધૃણાસ્પદ માર્ગનું શરણ આપતો નહિ જ લ્યો એવી મારી ધારણા હોવાથી આ પત્ર આપને લખેલ છે તો પત્રનો જવાબ અને વાટાઘાટ માટે ટાઈમ જરૂર આપશો આપના ખુલાસાની ચાર દિવસ રાહ જોઈશ.