________________
૮ પૂછતાં શુક્રવારે ચૌદશ આરાધનારા આજ્ઞાધારી નથી એમ મારાથી કહેવાય નહિ, મારું નામ મને પૂછયા વગર છપાવ્યું છે. મારે પૂ. આ. દેવશ્રી સાથે ચર્ચા કરવાની હોય જ નહિ ! એ મારો વિષય પણ નથી વિગેરે ખુદ આ. શ્રી કનકસૂરીજીએ સાચું જ કહી નાખ્યું. ભદ્રિક આત્માઓને પણ આવા કેવા છેતરે છે ? તે જનતાએ ભૂલવું જોઈતું નથી. અસ્તુ -
આવા આચાર્યોના નામે પણ જુકો પ્રચાર કરનારાને શું ભય હોય? જનતા ઉંધા માર્ગે ન દોરાય એમ ધારી મુનિ શ્રી વિમલસાગરજીએ એક બીજી પત્રિકા બહાર પાડી.
------------:૦:------------
શ્રી જૈનશાસ્ત્ર અને જૈનાચાર્યની પરંપરાને માનનારાઓને સૂચના
સેંકડો વર્ષોનાં શાસ્ત્ર અને પરંપરાથી બે પૂનમ અને બે અમાવાસ્યા જ્યારે ટીપણામાં આવે છે ત્યારે તેરસે બે કરવામાં આવે છે અને તે પ્રમાણે આ વખતે મહાવદ અમાવાસ્યા બે હોવાથી સકલ શ્વેતામ્બર મૂર્તિપૂજક સારા સારા ગચ્છોના આચાર્ય મહારાજા વિગેરે બુધવારે અને ગુરૂવારે બે તેરસ કરશે અને ચૌદશ શુક્રવારે પખી કરી શનિવારે અમાવાસ્યા કરશે, પરંતુ માત્ર રામટોળી થોડી મુદતથી શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવીને તથા પોતાની અને પોતાના વડીલોની અત્યારસુધીની માન્યતા અને આચરણાને ઉઠાવીને હવે બે પૂનમ અને બે અમાવાસ્યા માનીને ગુરૂવારે પક્કી કરવા માગે છે અને વૃદ્ધ પુરૂષના નામે ગપગોળા હાંકે છે. માટે શાસનને માનનારાઓએ ભ્રમમાં પડવું નહિં અને શુક્રવારે જ પક્કી કરવી.
, તા. ક. ઉપર જણાવેલ સત્યના નિર્ણય માટે રામ-ના ઉપાધ્યાયને સુદ ૮ના દિને જણાવ્યા છતાં વિહાર કરી ગયા છે. કાગળ કાલા કરનાર આવા જ હોય..
મુનિ- વિમલસાગર