________________
પાલીતાણા મહા. સુ. ૮ મહારાજ આત્મારામજીના સમુદાયના આચાર્ય પ્રેમવિજયજીના શિષ્ય ઉપા. જંબુવિજયજી * યોગ્ય
ઉચિત વન્દન પૂર્વક જણાવવાનું કે હું શિહોરથી આવ્યો છું. શ્રી કર્મ પ્રકૃતિ અને શ્રી પંચસંગ્રહની પ્રસ્તાવના તથા પ્રશ્નોત્તરના બીજા ભાગની ટીપ્પણીમાં અભિપ્રાયપૂર્વક જુઠું અને શાસ્ત્રવિરુદ્ધ તમારું લખાણ છે તેને સાબીત કરવાનું તો બીજો વખત આપો તે ઉપર રાખી હાલમાં શ્રી ચતુર્વિધ સંઘની આરાધનીય તિથિની બાબતમાં તમોએ શ્રી તત્ત્વતરંગિણીના અર્થમાં અભિપ્રાયપૂર્વક મૃષાવાદ અને શાસ્ત્ર વિરૂદ્ધ લખ્યું છે તેને સાબીત કરવા તમારી પાસે આવવું છે માટે એક બે દિવસમાં વખત આપશો.
લી. હંસસાગર હજી સુધી ઉપરની ચિઠ્ઠીથી માગવામાં આવેલ મુદત મહારાજ જંબુવિજયજી તરફથી આપવામાં આવી હોય એમ જણાતું નથી. અમારી ઈચ્છા એ તો જરૂર રહે છે કે શ્રી પાલીતાણા સ્થાનમાં બે ટોળીમાં પરસ્પર વિભાગથી ચાર ટોળી ન થાય માટે આ તિથિ સંબંધી નિર્ણય થવાની આવશ્યકતા હતી અને અમારી એ ધારણામાં અત્રેનો સકલ ચતુર્વિધ સંઘ સામેલ જ છે. તા. ૨૦-૨-૪૦
લહેરૂભાઈ મોતીલાલ
----------:
0
------------
ઉપરોક્ત સ્થિતિએ ચર્ચામાં ઉભા થવાની ફરજ પાડ્યા છતાં કશોય ઉત્તર આપ્યા સિવાય ઉ. જંબુવિજયજીએ મહા. સુ. તેરસે વિહાર જ કર્યો, ત્રણ દિવસ ઘેટી ગામે રહ્યા પણ અહિં તો નહિં જ ! ત્યાં રહી કદંબગિરિ થઈ જેસર ગયા, ત્યાંથી આ. વિ. સિદ્ધિસૂરિજીના સામે જવાના નામે ગારીયાધાર મહાવદમાં પહોંચ્યા, વચ્ચેના અરસામાં તો આ. શ્રીસિદ્ધિસૂરીજીના પણ નામે શ્રીવીરશાસન પત્રમાં જુઠો લેખ છપાવ્યો! આવાને શું અકરણીય હોય? કૂટ કારસ્થાનો કરનારા તેમણે તે લેખમાં જનતાને ભરમાવવા “શ્રી સાગરાનંદસૂરીવર મહારાજજી પણ પહેલાં બે અમાસ આદિ માનતા હતા” એવા સ્પષ્ટ ભાવયુક્ત જુદું જ લખાણ પ્રગટ કરાવી, એ લેખમાં તેમણે મૂકેલા શબ્દો શ્રીસિદ્ધચક્ર પાક્ષિકમાંથી આગળ પાછળનો બધો સમ્બન્ધ તોડી નાખીને જ લખેલા છે. જુદાં જ લખનારને કહેવું શું? શ્રી સિદ્ધચક્ર પાક્ષિક વર્ષ