________________
૬
૩ અંક, ૨૧ પૃ. ૫૦૭ થી ૫૦૮ શ્રા. સુ. ૧૫નો અંક જોવાથી એ શબ્દો કેવી રીતે તોડીને લખ્યા છે એ સામાન્ય જનતાને પણ સાફ સમજાય તેમ છે. આ આખીય વાત લૌકિક ટીપ્પણામાં થતી અમાસ આદિની વૃદ્ધિએ છઠ્ઠ કઈ રીતે કરવો ? તે વિષેની જ છે, તેય ન જોતાં તેમજ ૧૯૫૨થી પણ પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. આરાધનામાં પર્વતિથિના ક્ષયવૃદ્ધિ માનતા જ નથી, તો વાત જગપ્રસિદ્ધ જ હોવા છતાં એ વીર શાસન પત્ર લોક લજ્જાનેય ફેંકી દઈને આવી ભયંકર ભૂલ કેમ કરે છે, તે એની નીતિથી વાકેફ મધ્યસ્થ વર્ગને સમજાવવાની જરૂર નથી. આ જુઠ્ઠાણું તે પત્રે તો છાપ્યું છતાં ‘હજી વધારે' ભવમાં રખડવાના રેડ ચિન્હ તરીકે પાલીતાણા ફરીથી છપાવી ત્યાં પણ વહેંચાવ્યું !!! ભવાભિનંદી અભિનિવેશી પામરોને સીંગ પૂછ હોતાં નથી. આ રીતે પૂ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજના નામનો દુરૂપયોગ કરી. પૂ. આ. દેવશ્રી સાગરાનંદસૂરીશ્વરજીને નામે પણ તર્કટ રચનાર હલાહલ જુદો જ છે એમ આખી આલમને જણાવવા મુનિ શ્રી હંસસાગરજીએ એક પત્રિકા બહાર પાડી.
આ રહી તે પત્રિકા :
આરાધનામાં પર્વતિથિનો ક્ષય અને વૃદ્ધિ માનનારાઓને વિનંતિ
ટીપ્પણામાં જ્યારે બીજ આદિ પર્વતિથિનો ક્ષય હોય છે ત્યારે ધર્મારાધનામાં શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા પૂર્વની પડવા આદિ અપર્વતિથિનો ક્ષય કરે છે, તથા જ્યારે બીજ આદિ પર્વતિથિની ટીપ્પણામાં વૃદ્ધિ હોય છે ત્યારે તેનાથી પહેલાની પડવા આદિની જ વૃદ્ધિ શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા કરે છે. તેમજ વળી પૂર્ણિમા કે અમાવાસ્યા જેવી પર્વની અનન્તર આવતી પર્વતિથિનો ક્ષય કે વૃદ્ધિ હોય છે ત્યારે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા પૂર્વની પર્વતિથિ ચૌદશ આદિ કરતાં પણ પહેલાંની તેરસ આદિ અપર્વતિથિનો ક્ષય અને વૃદ્ધિ આરાધનામાં કરે છે. આ શાસ્ત્ર અને પરંપરા સિદ્ધ માર્ગ લોપીને જે કોઈ હાલમાં આરાધનામાં પણ તિથિના ક્ષય વૃદ્ધિ માનવા મનાવવા સજ્જ થયા છે તેઓ સદંતર જૂઠા જ છે. એમ અમો બાપોકાર જાહેર કરીએ છીએ અને સત્યને સમજવાની કોઈપણ આચાર્ય, ઉપાધ્યાય કે પન્યાસજીને ઈચ્છા જ હોય તો જુઠી હેન્ડબીલ બાજી દ્વારા લોકોને ભ્રમમાં પાડતા બંધ થઈને બાબુ પન્નાલાલજીની ધર્મશાળામાં શાસ્ત્રાર્થ કરવા પધારવા વિનંતિ છે. અત્રે પાલિતાણામાં એવી જુઠી માન્યતાવાળાના ઉ. જંબુવિજયજીને મેં મહા સુદી ૮ના દિને એક પત્ર મોકલાવીને તિથિનો નિર્ણય