________________
તિથિચર્ચામાં એ પક્ષના એ એક અગ્રેસર હોવાથી અને શ્રી તત્ત્વતરંગિણીના જુઠા અનુવાદ કરી જનતામાં બહુલતાએ ભ્રમ ફેલાવનાર તો તે જ વ્યક્તિ હોવાથી ચર્ચા કરવા તેમને ફરજ પાડવી જ પડી - અને મુનિશ્રી હંસસાગરજીએ એક શ્રાવકધારા નીચે મુજબ એક પત્ર પણ મોકલી આપ્યો તેની નકલ.
પાલીતાણા મહા સુદ ૮ મહારાજ આત્મારામજીના સમુદાયના આચાર્ય પ્રેમવિજયજીના શિષ્ય ઉપા. જંબુવિજયજી યોગ્ય, ઉચિત વન્દનપૂર્વક જણાવવાનું કે હું શિહોરથી આવ્યો છું, શ્રી કર્મપ્રકૃતિ અને શ્રી પંચસંગ્રહની પ્રસ્તાવના તથા પ્રશ્નોત્તરના બીજા ભાગની ટીપ્પણીમાં અભિપ્રાયપૂર્વક જુઠું અને શાસ્ત્રવિરુદ્ધ તમારું લખાણ છે તેને સાબીત કરવાનું તો બીજો વખત આપો તે ઉપર રાખી હાલમાં શ્રી ચતુર્વિધ સંઘની આરાધનીયતિથિની બાબતમાં તમોએ શ્રી તત્વતરંગિણીના અર્થમાં અભિપ્રાયપૂર્વક મૃષાવાદ અને શાસ્ત્રવિરૂદ્ધ લખ્યું છે તેને સાબીત કરવા તમારી પાસે આવવું છે માટે એક બે દિવસમાં વખત આપશો.”
લી. હંસસાગર. એ પત્રનો જવાબ ત્રણ દિવસ સુધી નહિ આવતાં એક ગૃહસ્થ તરફથી નીચે પ્રમાણે હેન્ડબીલ મહા સુદ ૧૦ને દિવસે પ્રસિદ્ધ થયું, તે પબ્લીકને વહેંચાયાની સાથે તેમને પણ પહોંચાડવામાં આવ્યું. તેની નકલ. *
* ----------------------- શ્રીસંઘને ચેતવણી -
અત્ર લોકવાયકાથી એમ સાંભળવામાં આવ્યું છે કે રામટોળીમાંથી એક મહાશયે શ્રીતત્ત્વતરંગિણીનું - જે ભાષાંતર બહાર પડાવ્યું હતું, તે બહાર પડાવનાર મહાશયે તેમાં અભિપ્રાય પૂર્વકના અનેક જુઠાણા
અને શાસ્ત્ર વિરૂદ્ધ લેખો લખ્યા છે એમ મહારાજ હંસસાગરજીને લાગ્યું, અને તેથી તેઓએ જ મહારાજ જંબુવિજયજી કે જેઓ શ્રીતત્વતરંગિણીના ભાષાંતર કરીને બહાર પડાવનારા છે તેઓની ઉપર એક ચિઠ્ઠી તે સુકાણું સાબીત કરવા જવા માટે મુદત માગવાની મોકલી છે, આવું સાંભળી અમોએ તપાસ કરી તો તે વાત અમને સત્ય માલમ પડી, અને તેથી અમોએ તેની નકલ મેળવવા પ્રયત્ન કર્યો, મહેનતથી મળેલ નકલ નીચે પ્રમાણે છે.