________________
આજના અંકનો વધારો
પાલીતાણાના પુણ્યધામમાં બનેલ તિથિચર્ચાનું તારણ
છે
શાસ્ત્ર અને પરંપરાથી થતી આરાધનાના ઉસ્થાપક
- નવીન મતના - * ઉપા. જંબુવિજયજીનો દુઃખદ પરાજય
વાંચકો ... સ્વયં...........વિચારી....... લે !!! જૈન જગતને એ વાત સુવિદિત છે કે લૌકિક ટીપ્પણામાં આવતી આઠમ, ચૌદશ, પૂનમ આદિ પર્વતિથિઓનાં ક્ષય-વૃદ્ધિ હોય ત્યારે જ પૂર્વ પૂર્વની તિથિની ક્ષય વૃદ્ધિ કરાય છે, અને એ જ પ્રમાણે ધર્મારાધના થાય છે એ વાત શાસ્ત્ર અને પરંપરાથી અત્યાર સુધી એક પ્રવાહે ચાલુ જ હતી, અને નવીનમત સ્થાપક બે ત્રણ સમૂહને બાદ કરી અદ્યાપિ ચાલુ જ છે, અને રહેશે જ્યારે ત્રણ ચાર વર્ષ માત્રથી નીકળેલ આરાધનામાં પર્વતિથિના ક્ષય વૃદ્ધિ કાયમ રાખનાર નવીનમત સ્થાપકોમાં આ. વિ. રામચંદ્રસૂરિ. વિ. ક્ષમાભદ્રસૂ. ઉપા. જંબુવિજયજી મુનિ કલ્યાણવિ. તથા તેવાઓની માન્યતામાં રહેલ ઉપા. મનહરવિજયજી વિગેરે ઉપરોક્ત પરંપરાને જુદી જણાવી પૂર્વ મહાપુરૂષોની પણ અજ્ઞાનતા હતી એવું છડે ચોક વદે છે; એટલે એમના માનીતા વીરશાસન આદિ બે ત્રણ પત્રો દ્વારા શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા અત્યારના મહાપુરૂષોની પણ નિંદા કરાવવામાં કચાશ નહિ રાખતાં પોતાનાં પત્રોને ઉજજવલ (?) દેખાડવામાં બહાદુરી માની બેઠા છે. એથી આ. રામચંદ્રસૂરિ આદિને ઉદેશીને અમોએ સમાજને એમનો મત તદ્દન જુકો જણાવવા અને શાસ્ત્ર અને પરંપરાને જ વળગી રહેવા અને શાસ્ત્રીય પાઠો, અનેક પુરાવાઓ ચાર ચાર વર્ષ પર્યત પીરસ્યા છે. પૂ. આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અને પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજને મુંબઈ તથા પુનાથી તિથિચર્ચા માટે ખંભાત તરફ આ. પ્રેમસૂ. વિગેરે આવે છે, ત્યાંથી વિહાર કરાવો, એવું તારથી શ્રાવકોદ્વારા તેમણે લખાવ્યું. તાર મળતાંની