________________
૨
સાથે બીજે જ દિવસે તે બન્ને મહાપુરૂષોએ તે જ માટે જામનગરથી વિહાર કર્યા છતાં આ. પ્રેમસૂરિજી અને આ. રામચંદ્રસૂરિજી તો દક્ષિણ તરફ જ આગળ વધવા માંડ્યા.
મુંબઈથી ચેલેંજ ફેંકનાર આચાર્ય ક્ષમાભદ્રસૂરિની સ્થિતિ.
છતાં દૈવયોગે તેમના આ. ક્ષમાભદ્રસૂરીજીનો સં. ૧૯૯૪માં પાલીતાણામાં મેળાપ કરી લેવાનો અવસર પ્રાપ્ત થતાં મુનિશ્રી હંસસાગરજીએ તેમની અનિચ્છાએ જ તેમને ચર્ચામાં જોડાવવા ફરજ પાડી. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ. પાસેથી શ્રીતત્ત્વતરંગિણી ગ્રંથના ત્રીજા પાનાની ફક્ત છ પંક્તિઓ સમજતાં સવા ત્રણ કલાક થવા જેટલી જબ્બર ઉણપ છતાં પરિણામે જે પંક્તિ દ્વારા તો એમણે પહેલાં જુઠા પ્રચારકોના નાદને ઝીલી મુંબઈથી ચેલેંજ ફેંકવાની બહાદુરી બતાવી હતી, તેજ પંક્તિઓમાં પોતાની ત્રણ ત્રણ ભૂલો સમજાણી અને તેથી જ ‘વિચારીશ' એમ કહી પ્રથમ દિવસની ચર્ચા સમાપ્ત કરી ઉઠવા માંડતાં ‘કાલે ક્યારે પધારશો, હું તેડવા આવું' એમ મુનિશ્રી હંસસાગરજીએ પૂછતાં પ્રત્યુત્તરમાં આ. ક્ષમાભદ્રસૂરીએ ‘સાધુઓ નવરા નથી' એમ કહી ચર્ચામાં કેવા તૈયાર છે અને ચેલેંજ ફેંકવામાં કેટલા ધીઠા છે તે દેખાડી આપ્યું, તેમની સાથેની ચર્ચા આવી દુઃખદ રીતે સમાપ્ત થઈ. આ સાલ એ ટોળીના ઉ. જંબુવિ નો પાલીતાણામાં ભયંકર પરાજય થયા પછી માતેલું બની છકેલ વીર (!) શાસન પત્ર તા. ૨૯ માર્ચ ૧૯૪૦માં આ વાતને પત્ર વહેવાર માત્રથી મુનિચંદનસાગરજીને નામે ચડાવી દઈ જુઠ્ઠાઓની વ્હારે ધાર્યું છે, એ પણ એ જુઠ્ઠી ટોળીનું તાજું જુઠાણું છે. મુનિ કલ્યાણવિજયજીનું અપૂર્વ પરાક્રમ.
શ્રી કલ્યાણવિજયજી પણ આ તિથિચર્ચાને યથેચ્છ મારી મચડી નાખવા અને પોતાના જુઠા મતને પસારવા બસો વર્ષ પૂર્વેનાં નીકળેલાં હસ્તલિખિત પ્રમાણિક પાનાં જે પરંપરા અને શાસ્ત્રથી ચાલ્યા આવતા માર્ગની સિદ્ધિ કરનારાં નીકળ્યાં, તેને પૂ. આ. શ્રી સાગરાનંદસૂરીજીએ લખી કાઢ્યાં છે, બનાવટી છે વિગેરે જુદું વદવા દ્વારા યથેચ્છ પ્રલાપ કરીને દુનિયામાં સ્વમતની અધમતા વહેતી મૂકી. ત્યારે તેમને પણ એ પ્રત તપાસી જઈ અધમોની કોટિમાંથી નીકળી જવાનું પૂ. સાગરાનંદસૂરીશ્વરજીએ બબ્બે વખત સૂચન કર્યાં છતાં, પોતે તો આવ્યા નહિં, પણ માણસેય મોકલ્યું નહિ. ચર્ચામાં પણ પયન્ના જેવા નીકળી શકાય તેવા નાના જોગ છતાં મોટા જોગ હોવા જેવું જણાવી ચોટિલા જેવા મધ્યસ્થાને બોલાવ્યા છતાં અમદાવાદથી પણ આવ્યા નહિ, અને ચાતુર્માસ ઉતર્યે તદ્દન જ ચૂપકીદી પકડીને મારવાડ તરફ સીધાવી ગયા તે ગયા જ.