________________
૨૪૫ : શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૨-૧૩
ગૃહસ્થપણામાં એટલે અવિરતિપણામાં રહેતું નથી, પરંતુ તે ગૃહસ્થપણામાં રાખનાર એવો જે ચારિત્ર મોહનીયનો ઉદય તે મારા શુભ પરિણામથી ખસી શકે એવો છે, પરંતુ માત્ર માતાપિતાના ઉદ્વેગના નિવારણને માટે તેમની અનુકંપાથી તે ચારિત્રમોહનીયના ઉપક્રમનો ઉદ્યમ નહિં કરું, પરંતુ ઈચ્છાપૂર્વક જ હું ગૃહવાસમાં રહીશ. આ વસ્તુ બરોબર સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ભગવાન્ મહાવીર મહારાજનું તેમના માતાપિતાની હયાતિ સુધી ઘરમાં રહેવાનું જે અભિગ્રહદ્વારાએ થયું છે તે તેઓની ઈચ્છાથી જ છે અને માતાપિતાની અનુકંપા માટે જ છે, પરંતુ પોતાને ત્રીસ વર્ષ પછીજ દીક્ષા થવાની છે એવું અવધિજ્ઞાનથી જાણીને પછી અભિગ્રહ કર્યો છે એમ કહેવાય નહિં, અને એમ કહેવું તે શાસ્ત્રોને નહિં સમજવાવાળાનું કામ છે, જો કે આવશ્યકવૃત્તિમાં ગર્ભમાં રહ્યા થકાં કરેલા
[એપ્રિલ ૧૯૪૦, અભિગ્રહની વાત પછી જ્ઞાનત્રયોપેતત્વાત્ એમ હેતુ દેવામાં આવેલો છે, પરંતુ તે હેતુ ગર્ભમાં પણ અભિગ્રહની સંભાવનીયતાને માટે છે, પરંતુ અભિગ્રહના કારણ તરીકે તો માઙઞળુ પળઠ્ઠાણુ એ પદ પર્યુષણાકલ્પમાં તથા આવશ્યકવૃત્તિ વિગેરેમાં સ્પષ્ટપણે છે. જો અવધિજ્ઞાનથી દીક્ષા ન લેવાનું દેખ્યું હોત તો પછી માતાની અનુકંપા માટે અભિગ્રહ લીધો તેમજ તેમના કાળ સુધી રહેવા માટેનો અભિગ્રહ લીધો એ બન્ને વસ્તુ વ્યર્થજ થઈ જાત. વળી શાસ્ત્રકારોએ ચારિત્ર મોહનીયના ઉપક્રમનું અકર્તૃવ્યપણું જણાવ્યું તે પણ વ્યર્થ જ થાત. કારણકે ત્રીસ વર્ષની ઉંમર પહેલાં ઉપક્રમની કર્તવ્યતા થવાની જ નહોતી એ નિશ્ચિત જ છે. અવધિજ્ઞાનથી જો દીક્ષાકાળ જ દેખ્યો હોત તો ચારિત્ર મોહનીયકર્મના ઉપક્રમના પ્રયત્નનો અસંભવપણ દેખેલો જ હોત અને તેથી ઉપક્રમ નહિં કરવારૂપ ઈચ્છાની વાતને સ્થાન રહેત જ નહિં.