SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૯ : શ્રી સિદ્ધચક... વર્ષ ૮ અંક-૧૧......... [૨૩ માર્ચ ૧૯૪૦, (અનુસંધાન પાના ૨૪૦ નું ચાલુ) જો કે ઉપર જણાવેલી તિથિની અપેક્ષામાં શાસ્ત્રકાર મહારાજાએ એ નિશ્ચિત કરેલું છે કે જૈનોએ પૂર્વાર્ણવ્યાપિની, મધ્યાર્ણવ્યાપિની, અપરાર્ણવ્યાપિની, પ્રદોષવ્યાપિની કે મધ્યરાત્રવ્યાપિની તિથિ માનીને કોઈ પણ પર્વ કે તહેવાર આરાધવો નહિં. છતાં જો કોઈ જૈન એવી રીતે પૂર્વાર્ણવ્યાપિની આદિ તિથિ લઈને જૈન ધર્મની આરાધના કરે તો તેને આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના એ ચાર દોષો લાગે છે, માટે જૈનજનતાએ ઉદયવ્યાપિની તિથિને જ તિથિ તરીકે ગણવી. રીતે તિથિના સ્વરૂપને માટે જણાવેલ ઉદયવ્યાપિપણાના તત્વને નહિ સમજતાં કેટલાક માં વર્તમાનકાળના જણૂકઆદિ જીવો કંઈ સૈકાથી ચાલતી પરંપરા અને કંઈ સૈકાના શાસ્ત્રોના લેખોને વે ઉત્થાપન કરીને ઉદયવાળી તિથિ માનવાના વાક્યને અવળું ગોઠવી લોકોને ભરમાવે છે તે ખરેખર તેમના અને તેમના ઉપાસકોના ભાવિ અકલ્યાણનું જ ચિન્હ છે. તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે શાસ્ત્રકારોએ સ્પષ્ટશબ્દોમાં લૌકિકટીપ્પણામાં ચર્તુદશીનો ક્ષય હોય ત્યારે જો કે તેરસ જ ઉદયવાળી છે અને સૂર્યોદયની પછી પણ તેરસનો જ ભોગવટો હોય છે, અને તેરસની સમાપ્તિ પણ તે ન જ વારમાં છે, છતાં તે દિવસે અને તે વારે તેરસનું નામ લેવાનો પણ નિષેધ કરી તેરસનો શાસ્ત્રકારોએ અસંભવ જણાવ્યો છે, એટલે જો ઉદયવાળી, ભોગવાળી કે સમાપ્તિ-વાળી જ તિથિને ) ગણવાનો નિયમ હોય તો શાસ્ત્રકારો લૌકિકટીપ્પણામાં ચર્તુદશીના ક્ષયની વખતે તેરશના નામનો પણ અસંભવ છે એ કહી શકત જ નહિં, જો કે જમ્બુકાદિ રામટોળી તો શાસ્ત્ર અને પરંપરાને લોપીને તથા ભેળસેળવાદી બનીને તેરશ અને ચૌદશ છે એમ કહે છે અર્થાત્ ત્રીજ ચોથ આદિઅપર્વોના ક્ષયની માફક પર્વના પણ લોપક બને છે. અન્યના ઉત્તર માત્રને માટે એમ ટીપ્પણાથી નથી બોલતા પરંતુ માને મનાવે છે. અને કથીર શાસન વિગેરેમાં ચિતરે છે, પરંતુ તે ઉન્માર્ગગામી અને પરંપરા તથા શાસ્ત્રના લોપક એવારામજંબૂકાદિકે શાસ્ત્રના પાઠને જોયો, વિચાર્યું કે માન્યો £ નથી તેથી જ એમ બને છે. વળી આચાર્ય મહારાજ શ્રીહીરસરીશ્વરજી પૂનમ ત્રયોદશીવતુર્વઃ એમ કહીને સ્પષ્ટપણે સૂચવે છે કે પૂનમનો ક્ષય લૌકિક ટીપ્પણામાં હોય ત્યારે તેરસે ચૌદશ કરવી અને ચૌદશે પૂનમ કરવી, તેમજ આચાર્ય હીરવિજયસૂરીજીના ગુરૂ વિજ્યદાનસૂરિજી અને તેમના ગુરૂ શ્રીમદ્ આણંદવિમલસૂરીશ્વરજીના વખતથી બે પૂનમો) 0 લૌકિકટીપ્પણામાં હોય ત્યારે બ હોય ત્યારે બે તેરસો કરવી એવા લેખથી પુનમ અને બે અમાવાસ્યાની બે તેરસો કરવાનું હોય ત્યારે લેખસિદ્ધ પરંપરાથી પણ ચાલે છે, છતાં તેની ઉત્થાપનામાં વિજ્યાનંદે છે માનનારી ટોળીને તે લેખો અને પરંપરાને માનવામાં અરૂચિ થાય તેમાં આશ્ચર્ય જ નથી. બે પૂનમ અમાવાસ્યા ઉદયવાળી હોઈને વધેલી છતાં આચાર્ય શ્રીમદ્ આણંદવિમલસૂરીશ્વરજી એક | અમાવાસ્યાને જ ઔદયિકી માનનારા હતા તેમજ એક જ અમાવાસ્યા અને પૂનમને ઔદયિકી માનનારા શ્રી હીરસૂરીશ્વરજી પણ હતા, તેમજ પૂર્ણિમા અને અમાવાસ્યાની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિની જાહેરાત કરનાર વિજ્યદેવસૂરીશ્વરજી હતા, તો એ વિગેરે મહાપુરૂષો જાણે ઉદયની વાતને (જુઓ અનુસંધાન પાનું ૨૩૮) MANING
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy