SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૧ [૨૩ માર્ચ ૧૯૪૦, ........... 1335 60 ] (અનુસંધાન પાના ૨૩૯ નું ચાલુ) સમજતા જ ન હોય તેમ આ ઉત્થાપકો લોકોને ઉદયમાત્રનું નામ આગળ કરીને ભરમાવે છે, પરંતુ શાસ્ત્રને સમજનારા સુજ્ઞપુરુષો તો ગ્રન્થો અને પરંપરાને અનુસરતા હોઈને સમજે છે કે જેમ પર્વતિથિના ક્ષયની વખતે પહેલાની અપર્વતિથિનો ઉદય, ભોગ કે સમાપ્તિ એક્કે હિસાબમાં લેવાય નહિં તથા વૃદ્ધિની વખતે પહેલી પર્વતિથિનો પણ ઉદય કે ભોગ હિસાબમાં લેવાય જ નહિ, તેવી રીતે પર્વની અનન્તરના પર્વની તિથિનું (પૂનમ કે અમાવાસ્યાનું) ક્ષય કે બેવડાપણું હોય ત્યારે ચતુર્દશી વિગેરે પર્વના પણ ઉદય, ભોગ કે સમાપ્તિનો હિસાબ લેવાય જ નહિ. ક્ષય અને વૃદ્ધિ જ્યારે આદ્યપર્વની કે અપરપર્વની ન હોય ત્યારે સામાન્ય તિથિઓમાં કે પર્વતિથિઓમાં જ ઉદય વિગેરેનો અધિકાર શાસ્ત્ર અને પરંપરાએ લીધો છે અને લેવાય છે, અને તેથી જ તે શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારા જીવો રામટોળીના ખાબોચીયાના ખળભળાટથી ક્ષોભ પામતા નથી. આશ્ચર્યની વાત તો એ છે કે જેમ કોઈક અજ્ઞમનુષ્ય જુઠી પંડિતાઈ भर ने यत्र शाब्दिकाः तत्र तार्किका यत्र तार्किकाः तत्र शाब्दिका यत्र नोभयं તંત્ર ચોમયં યત્ર જોમયં તંત્ર નોમયં અર્થઃ-વાત કરનારો વૈયાકરણ આવે તો કહેશે કે હું તાર્કિક છું અને જો વાત કરનારો નૈયાયિક આવે તો કહેશે કે હું તો વૈયાકરણી છું અને ન્યાયવ્યાકરણ બન્નેને જાણનારો આવે તો હું એ બે નથી જાણતો (અર્થાત્ મારો વિષય બીજો જ છે) અને જ્યાં વ્યાકરણ ન્યાયને ન જાણનાર (અર્થાત્ બીજું કંઈ જાણનાર) આવે ત્યાં તો હું ન્યાય વ્યાકરણ બન્નેને જાણું છું, આવી બેડશઈ હાંકે તેમ આ રામટોળીના જમ્બુકે પણ તત્ત્વતરંગિણી વિગેરેમાં જુટ્ટાનો ઝરો વહેવડાવવામાં બાકી રાખી નહિ કેમકે તે જુઠાનો ઝરો વહેવડાવતી વખત કાગળ શાહી કે કલમ એકે નિષેધ કરનારાં નહોતાં અને તેમના જ ભક્તો પૈસા આપનારા હોઈ છાપવાવાળાને પણ ના કહેવાની જરૂર નહોતી, પરંતુ જ્યારે પ્રત્યક્ષપણાનો પ્રસંગ આવ્યો ત્યારે ન તો જુઠુ સાબીત કરવા માટેનો ટાઈમ અપાવ્યો તેમ જ ન તો સાચું સમજવા માટેની વિજ્ઞપ્તિ સ્વીકારી, ન તો બલાત્કારે પોતાના મુકામ ઉપર પણ જુઠ્ઠું સાબીત કરનારા આવ્યા ત્યારે ઉત્તર આપી શકાયો છેવટે થાલી પીટીને ભરેલી જાહેરસભામાં જુઠ્ઠાણું સાબીત કરવામાં આવ્યું તે વખતે પણ ઘણાં તેડાં મોકલવા છતાં તે રામટોળીના જમ્બુકથી સભામાં આવી શકાયું નહિં એટલે જ્યારે ત્યારે પોતાના અંગત જુઠાના ઝરાનો બચાવ ન થઈ શકવાથી સમુદાયનો નિર્દેશ ર્યો અને પોતાનાં જુઠાણાં ખુલ્લાં પડી જવાની ખાતરી હોવાથી શ્રીચતુર્વિધસંઘ સમક્ષ ભરાયેલી સભામાં તેઓ પ્રવેશી શક્યા જ નહિં સત્ય છે કે જમ્બુકો ગ્રામ અને શહેરથી દુર જ ભાગે. હજી પણ આશાવાદીની અપેક્ષાએ એવી આશા રાખવામાં આવે તો ખોટું નથી કે રામટોળીના જમ્બુકો પોતાના પક્ષનું અને પોતાના લખાણનું જુદાપણું સાંભળવા અને સમજવા માટે કોઈપણ ગીતાર્થ મહાપુરૂષની સેવામાં હાજર થાય અગર તેવા ગીતાર્થ મહાપુરૂષો તેઓને સત્ય સમજાવવામાં પ્રભાવ નાખનારા થાય. ઉપરનું લખાણ વાંચીને શાસ્ત્ર અને પરંપરાને અનુસરનારાઓ કુદે નહિં અને રામટોળીના જમ્બુકો અને તેના પક્ષકારો કુટે નહિં તો સારું !
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy