SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪૦ શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૧ [૨૩ માર્ચ ૧૯૪૦, (અનુસંધાન ટાઈટલ ૪ નું ચાલુ) જીતવા અને કર્મોને ખપાવવાં એવું હોવાથી જૈનદર્શનમાં એક અંશે પણ અમનચમનને સાધ્ય કરવાનું સ્થાન રહેતું નથી, પરંતુ જૈનદર્શનમાં સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકારૂપ શ્રી ચતુર્વિધ સંઘમાંથી કોઈ પણ વ્યક્તિ હોય તો તેને ભગવાન જિનેશ્વર મહારાજનું અને જૈનશાસનનું એ જ ફરમાન છે કે તેણે સંવર અને નિર્જરાના પોષણને માટે જ તત્પર રહી સમ્યગદર્શનાદિકરૂપ મોક્ષમાર્ગની તરફ દરેકાણે વધવું જોઈએ. આ વસ્તુ ધ્યાનમાં રાખીને જ જૈનદર્શનકારોમાં ૧ (બે) આઠમ ૨ (બે) ચૌદશ ૩ પૂનમ અને ૪ અમાવાસ્યા એવી રીતે ચાર પર્વો દરેક મહિનાની અપેક્ષાએ મુખ્યત્વે માનવામાં આવેલાં છે અને એનું જ નામ શાસ્ત્રકારોએ ચતુષ્કર્વી કહી છે. જે કોઈ જખૂકાચારી પૂનમ અને અમાવાસ્યાને લીધા સિવાય ચતુષ્કર્વીને બે આઠમ અને બે ચૌદશના નામે જણાવે છે તે શાસ્ત્રોની ગબ્ધ લેનારાના વાક્ય કરતાં પણ વેગળું છે. સામાન્ય રીતે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી ઉપર જણાવ્યા પ્રમાણે (બે) આઠમ (બે) ચૌદશ, પૂનમ અને અમાવાસ્યા એ ચારને ચતુષ્કર્વી તરીકે ચતુષ્પવ્યYO એ શ્લોકની અંદર સ્પષ્ટપણે જણાવે છે, પરંતુ જબ્બકો વસતિથી દૂર રહેવાવાળા હોય તેમ શાસ્ત્રથી દૂર રહેવાવાળા જબ્બકાદિ ચાહે જેમ બોલે અને વર્તે તેમાં સુશમનુષ્યને તો આશ્ચર્ય થાય જ નહિં. જો કે જંગલમાં રહેનારા કેટલાક જાનવરો જબ્બકાદિના પક્ષને પણ સારા ગણનારા હોય છે, પરંતુ, સાધન અને શિક્ષણથી સંપન એવા વસતિમાં રહેનારા લોકો તો જમ્બુકઆદિના પક્ષને સારો ગણનારા હોય જ નહિ. પૂર્વે જણાવેલી ચારપર્વોની અપેક્ષાએ શાસ્ત્રકારો પણ ? “૩૬મદ્રુમુદિટ્ટપુછામાસિસ' એવું વાક્ય સ્થાને સ્થાને શ્રાવકોના વર્ણનના અંગે જણાવીને ઉપર કહેલ ચાર પર્વોની સ્પષ્ટતા જણાવે છે, પરંતુ ખાખરાની ખીસ્કોલીને મોદકના વાસની પણ ખબર નહોય એવી રીતે જબ્બકાદિને શાસ્ત્રની ગંધ પણ ન હોય અને તેથી સેંકડો જગા પરના સ્પષ્ટ પાઠોને પણ ન જાણે, ન સમજે અને ન વિચારે તેમાં આશ્ચર્ય નથી. ઉપર જણાવવામાં આવેલી આઠમ વિગેરે ચઉપર્વ અને અન્ય ગ્રંથકારોના કહેવા મુજબ ગણીએ તો છપર્વી વિગેરેની આરાધના કરવા માટે જૈનજનતાએ તૈયાર થવાનું જરૂરી હોય છે અને તે આરાધવા તૈયાર થવાય પણ છે. આ પર્વોની આરાધના વાર કે તારીખ ઉપર નિયત નથી, પરંતુ ગ્રહનક્ષત્રાદિના યોગે કલ્યાણકાદિ થવાનાં હોવાથી માત્ર મહિના અને તિથિ ઉપર જ નિર્ભર છે અને વર્તમાનકાળમાં મહિના અને તિથિઓ જણાવવા માટે લૌકિક પંચાંગનો આશ્રય સમગ્ર આર્યપ્રજાને લેવો પડે છે અને તે લૌકિકપંચાંગમાં જૈનોએ માનેલી પર્વતિથિઓની વૃદ્ધિ પણ આવે છે અને ક્ષય પણ આવે છે, તેવી વખતે પર્વની આરાધના કેવી રીતે કરવી એવો ગુંચવાડો જૈનજનતાને થાય તેમાં આશ્ચર્ય જ નથી, છે | (અનુસંધાન જુઓ પાનું ૨૩૯).
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy