SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૧૦ [૯ માર્ચ ૧૯૪૦, ૧ કોઈકના પટ્ટધર થઈ ગયા પછી પણ કોઈક અન્યના શિષ્યરત્નપણે ખ્યાતિ મેળવનારને ભગવાન્ સુધર્મા સિવાયના ગણધરો નિરપત્ય વ્યુચ્છેદ પામ્યા એ વાક્ય આરાધવું કેમ બનશે? ભગવાન મહાવીર મહારાજની પાસે સંક્રમણ કરનાર કેશિકુમાર તથા ઉદયપેઢાલ વિગર પાર્થસંતાનીયપણે રહે ખરા? દીક્ષાથી પતિત થઈ બીજી વખતે ભાગ્યયોગે દીક્ષા પ્રાપ્ત થાય તો તે પહેલી દીક્ષાથી પર્યાયની ગણત્રી કરનારો જો મનુષ્ય થાય તો તે ભવાંતરની દીક્ષા પામનાર જીવોના ભવાંતરથી પર્યાય ન ગણે તે પણ નવાઈ જ છે. ભગવાન્ પાર્શ્વનાથ મહારાજના સાધુઓ ભગવાન્ મહાવીર મહારાજના શાસનમાં આવી છેદોપસ્થાનીય ચારિત્ર ગ્રહણ કરે ત્યારે પણ નિરતિચાર છતાં શાથી પ્રથમનો પર્યાય નહિ ગણાતો હોય તે શું અયથાર્થવાદિઓ નહિ વિચારતા હોય ? ૩ ઉત્તરાધ્યયન સરખા પણ યોગ જેણે વહન ન કર્યા હોય અને હટ્ટાલંબનથી જેણે યોગ ઉઠાવ્યા હોય તેવાને આચાર્યદેવ લખનારો મનુષ્ય શાસ્ત્ર અને પરંપરાની રૂવાંટે પણ શ્રદ્ધા ધરાવતો હશે કે કેમ ? (ઉત્તરાધ્યયનના યોગ એટલા બધા લાંબા નથી કે જેની આરાધના શુદ્ધપણે પણ ન થઈ શકે) એવી જ રીતે માંડલીયા સિવાય એક પણ જોગને નહિં વહેનાર અને કાળગ્રહણાદિક વિધિનું નામ નિશાન પણ નહિં આચારનારને આચાર્ય અને ઉપાધ્યાય સરખા પરમેષ્ઠિવાચક શબ્દો લગાડનાર મનુષ્ય અપાત્રમાં ગણધરપદ આરોપણનું પ્રાયશ્ચિત જે અનંતસંસારરૂપ છે તેને નહિં જાણતો હોય ! ન જાણે એમ તો કહી શકાય જ નહિં. (મશ:) દાનપ્રશ્ન તસ્વીર
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy