________________
૨૧૬ શ્રી સિદ્ધચક્ર]
વર્ષ ૮ અંક-૧૦
[૯ માર્ચ ૧૯૪૦,
(ટાઈટલ પાન ૪ નું ચાલું) ૧ આત્માગમ - ૨ અનંતરાગમ - ૩ અને પરંપરાગમ. આ ત્રણે પ્રકારમાં માં આ સૂત્ર કે અર્થ જેના તરફથી પહેલ વહેલા પ્રગટ કરવામાં કે જણાવવામાં આવેલા હોય તેને આત્માગમવાળા કહેવામાં આવે છે, પરંતુ જેઓ સાક્ષાત્ સૂત્ર કે અર્થને પ્રગટ કરનારા હોય તેઓની પાસેથી જેઓ સીધા સૂત્ર કે અર્થને મેળવનારા હોય છે તેઓને અનંતરાગમવાળા કહેવામાં આવે છે. આ બે ભેદ સિવાય ત્રીજો જે પરંપરાગમવાળાનો ભેદ છે. તે સૂત્ર * કે અર્થના સાહિત્યને કરનારાથી અનંતરપણે ગ્રહણ કરનારા ન હોય એવા તે સર્વસૂત્ર | [ અને અર્થને ધારણ કરનારા હોય તો પણ ગણાય છે અને એ રીતિએ ભગવાન્ જંબુસ્વામીજી
આ પછી થયેલા સર્વ આચાર્યો છે જે અંગાદિ સાહિત્યને ધારણ કરનારા થયા છે તે પરંપરાગમને કિ જ ધારણ કરનારા હતા, આવી રીતે પુસ્તક નિરપેક્ષપણે ગુરૂમહારાજ પાસેથી જે સૂત્ર અર્થની વાતો ( વાચનાઓ લઈને જ્ઞાન મેળવાતું હતું તેને પરંપરાગમ જ્ઞાન કહેવામાં આવતું હતું, પરંતુ
બુદ્ધિની નિર્બળતા વિગેરે કારણો અને દુષ્કાળ વિગેરેના કારણોથી તે સાહિત્યને વારંવાર છે ઘણો જ ફટકો પડવા માંડ્યો અને તેથી ભગવાન્ દેવદ્ધિગણિક્ષમાશ્રમણજીને આચાર્ય આદિ આ મહાપુરૂષોના જીવન અને બુદ્ધિ ઉપર જ શાસનના આધારભૂત એવા શ્રુતજ્ઞાનને ટકાવવાનું જ મુશ્કેલ, અસંભવિત અને અયોગ્ય લાગ્યું કે બીજું કંઈ પણ કારણ લાગ્યું હોય, પરંતુ છે તેઓએ તે વખતના સકળ આચાર્યોની અનિષેધાદિ અનુમતિ સાથે સાહિત્યને પુસ્તકારૂઢ A કર્યું. જો કે ભગવાન્ મહાવીર મહારાજના પહેલા વખતથી પણ સાહિત્ય પુસ્તકમાં આરૂઢ
થયેલું હતું કે જૈનસાહિત્ય પુસ્તકમાં લખાયેલું નહોતું એમ કંબલ શંબળના દૃષ્ટાંતને છે જાણનારાથી કહી શકાય તેમ નથી, પરંતુ પરંપરાથી ચાલ્યા આવતા આગમની નિયમિત કામ પ્રામાણિકતા જે પુરૂષોના વચનદ્વારાએ હતી તે પલટાવીને ભગવાન્ દેવર્ધ્વિગણિક્ષમાશ્રમણજીએ તે ને પુસ્તકના લેખ ઉપર જ તે પ્રામાણિક્તાને નિર્ભર કરી. પુરૂષોની બહુમતિ ઉપર કે પુરૂષોના છે. છે કથન ઉપર પ્રામાણિક કે અપ્રામાણિકપણું ગણવાનો નિર્ણય ન રહેતાં કેવલ પુસ્તકોના લેખ છે
ઉપર જ વસ્તુની સત્યતા અને અસત્યતા નિયમિત કરવાનું થયું. આ વસ્તુ વિચારનારો
મનુષ્ય શ્રમણ સંઘને પુસ્તકના ઉત્પાદનની, રક્ષણની, વૃદ્ધિની અને પ્રચારની કેટલી અત્યંત છે જરૂર છે તે સ્પષ્ટપણે સમજશે અને આ વસ્તુ સમજાશે ત્યારે પુસ્તકના ઉત્પાદન અને ન
પ્રચારની માફક અગર તેના કરતાં અધિકપણે પુસ્તકના રક્ષણની જરૂર ગણાશે અને તેના
રક્ષણ માટે પણ આથી જ સ્થાને સ્થાને જ્ઞાનમંદિરો સ્થાપવામાં આવે છે, આમ છતાં જ વિશેષ ધ્યાનમાં લેવા લાયક બિના તો એ છે કે તેવા બહોળા સંગ્રહને પણ ધારણ કરનારા
ભંડારોમાં જેવી વસ્તુ લભ્ય નથી હોતી તેવી વસ્તુ કોઈક કોઈક વખત મધ્યમસંગ્રહોમાં મળી જાય છે, માટે તેવા મધ્યમસંગ્રહોને સ્થાપવા માટે શ્રમણ સંઘ પુસ્તક સંગ્રહ મંદિરની જરૂરીયાત ગણાય તે યોગ્ય જ છે.
કાકા : ૯
--- EWS
1 * +4
મ
તક ને તેમની કારક