________________
૨૧૪ : શ્રી સિદ્ધચક્ર]
[૯ માર્ચ ૧૯૪૦,
વર્ષ ૮ અંક-૧૦ เจ ชนา
સમાલોચના
૧ અમદાવાદમાં ભરાયેલું મુનિસંમેલન શ્રીતપાગચ્છ કે બીજા કોઈપણ એક ગચ્છનું
કે એક સંઘાડાનું નહોતું, પરંતુ મૂર્તિપૂજામાં લાભ માનનારા અખિલ જૈનમુનિ સમુદાયનું હતું, તેથી “આપણા પરમ પવિત્ર પૂજ્ય શાસ્ત્રો તથા તીર્થાદિ ઉપર થતા આક્ષેપોના સમાધાનને અંગે - મંડળી નીમી છે” આ વાક્યમાં આક્ષેપ કરનારા શ્રીશ્વેતામ્બરમૂર્તિપૂજક સિવાયના હોય અને તે અન્ય મતિયો કહેવાય અને હોય તે સ્વાભાવિક જ છે, છતાં અન્યધર્મીઓની વાત નથી એવું કહેનાર
ઠરાવ સમજવા નિશાળે ફેર બેસે તો સારું છે. ૨ ઉપર્યુક્ત સંમેલને મંડળીને માટે તે મંડળીએ તે કાર્ય નિયમાવલી તૈયાર કરી
શરુ કરવું આવી રીતે ઠરાવી મંડળીને આક્ષેપોના સમાધાનને અંગે નિયમાવલી તૈયાર કરવાનું સોંપવામાં આવેલું, છતાં મૂળમુદ્યમાં ફેરફાર કરવાનો અધિકાર
ન હોઈ શકે, આવું અયુક્ત લખવાવાળાએ પણ અન્યધર્મી શબ્દ જે મૂળમુદાનો - છે તે સમજવા માટે મહેતાજી પાસે જવું ઠીક છે. ૩ સમિતિ નિયમને અનુસરીને હોય એ પણ ન સમજનારને નિશાળે બેઠાં પણ
ભણવાનું થશે કે નહિ તે વિચારવા જેવું છે. ૪ રામટોળી જે મંડળીને શ્વેતામ્બર મૂર્તિપૂજકોના વિવાદોમાં નિર્ણય કરેલાને
અધિકાર સોંપવાનું સૂચવીને પોતે તે પાંચના કાર્યાદિકારાએ થયેલા નિર્ણયને અમાન્ય કરી પર્વનોક્ષય અને વૃદ્ધિમાને વિરૂદ્ધ ગયા છે, એમ જણાવતાં ધૃષ્ટતાની જાહેર ખબર તો નથી કરતી ને ?
(કથીર-તંત્રી)