SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ : શ્રી સિદ્ધચક્ર] અડચણ નથી, વળી શ્રમણમાહણ શબ્દો એકાર્થ પણ થાય, અવિરતિને અંગે જે એકાંત પાપ કહેલું છે તે પ્રતિલાભવાની અપેક્ષાએ છે અને પ્રતિલાભવું એ ગુરૂને અંગે પારિભાષિક શબ્દ છે, તેથી અસંયત કે શ્રાવકને ગુરૂ માનીને પ્રતિલાભે તો એકાન્ત પાપ થાય તેમાં આશ્ચર્ય નથી અને એ વાસ્તવિક અર્થ સમજવાથી અનુકંપાદિ દાનના નિષેધનો પ્રસંગ નહિં આવે. પ્રશ્ન-૩૫ શીંગદાણાને ધાન્યોની ગણતરી કરી છે ત્યાં તે ધાન્ય નથી ગણાવ્યા તો તેને શેમાં સમજવા? તેને કેટલાકો ભોંયમાં થતા હોવાથી અભક્ષ્ય માન્યા છે તો તે ભક્ષ્ય કે અભક્ષ્ય છે ? વર્ષ ૮ અંક-૧૦ સમાધાન - શીંગ એ ધાન્ય નહિં તો પણ બીજ તો છે અને તે અભક્ષ્ય ગણાતી નથી. પ્રશ્ન-૩૬ રોહિણી તપ આગાઢ છે કે અનાગાઢ છે? અર્થાત્ સ્ત્રીઓ તેવા માંદગી કે પ્રસૂતિના સમયમાં તે તપ ન કરી શકે તો શું કરવું? સમાધાન - વ્યવહારથી જે તપ જે દિવસે કરવાનો હોય છતાં રોગાદિથી તેમ ન બને તો પૂરો થતાં આગળ વધારી દેવાય છે. [૯ માર્ચ ૧૯૪૦, સમાધાન પહેલા છેલ્લા તીર્થંકર સિવાય બધા તીર્થંકરોને જાવજ્જીવ દેવદૃષ્ય તો રહેલું જ છે. એટલે તેના છેડાથી પૂજવાનું અસંભવિત નથી, પરન્તુ શરીરના સંસ્કાર વગરના અને ઉપકરણ વિનાના હોવાથી તેમને તેની જરૂર હોય નહિં. પ્રશ્ન-૩૭ ભગવંતો સમિતિ સાચવે છે તે પ્રસંગમાં ‘પ્રમર્જ્ય’એમ કહે છે તો ઓઘો મુહપત્તિ તો રાખતા નથી તો તેમને પ્રમજ્યું શી રીતે સંભવી શકે ? પ્રશ્ન-૩૮ દરરોજ અભ્યાસથી અમુક સ્થાને પાકું પાણી પડેલું છે તેમ ધારી ભૂલથી ચિત્ત પાણી એકાસણા આંબીલ કે ઉપવાસમાં ગૃહસ્થ વાપરી જાય તો પ્રાયશ્ચિત કેટલું ? સમાધાન - અજાણતાં કાચું પાણી પીવાય છે તેને આલોયણમાં આંબીલ જેવું આપવાની પદ્ધતિ છે. પ્રશ્ન-૩૯ બાવીસ (૨૨) તીર્થંકરના શાસનના સાધુ ઋજુ અને પ્રાજ્ઞ હોય તેમ રથનેમિજી હતા છતાં એકલા કાઉસ્સગ ધ્યાને ગુફામાં રહ્યા જેથી જણાય છે કે તેઓ આગમવિહારી હશે, તો તેવા પણ આત્માને પરિણામથી પડવાનું કેમ બન્યું હશે ? મધ્યમતીર્થના સાધુ હોવાથી ચારવ્રત જ તેમને હોય ને સાધુઓ શાણા સરળ અને સમજુ હોવાથી અપરિગૃહીત રાજીમતીને ગ્રહણ કરવા કેમ તૈયાર હશે? બીજું રાજીમતી જેવાં પ્રૌઢ અને અગ્રેસર સાધ્વી એકલાં કેમ પર્વતપરથી ચડતાં ઉતરતાં હશે ? બીજા કોઈ સાથે કેમ રાખ્યાં નહિં હોય ? અગર શિષ્યાઓ કેમ
SR No.520958
Book TitleSiddhachakra Varsh 08 - Pakshik From 1939 to 1940
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages654
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy