________________
૨૦૦ : શ્રી સિદ્ધચક્ર] પ્રશ્ન-૩૧ નંદીસૂત્રમાં ત્રીજા સૂત્રમાં પદ્મલ दुविहं पन्नत्तं तंजहा इंदियपच्चक्खं નોજ્ઞયિપદ્મવું = તો પ્રત્યક્ષ જ્ઞાનમાં ઈંદ્રિય પ્રત્યક્ષ કે નોઈદ્રિય પ્રત્યક્ષ કેમ જણાવ્યું હશે ? ખરૂં પ્રત્યક્ષ તો ઇંદ્રિયથી નિરપેક્ષ હોય છે છતાં આ સૂત્ર આમ કેમ જણાવેલ હશે ?
વર્ષ ૮ અંક-૧૦
સમાધાન - ઇંદ્રિય પ્રત્યક્ષ એ પરમાર્થથી પરોક્ષ
છે, છતાં વ્યવહારથી પ્રત્યક્ષ છે માટે ત્યાં પ્રત્યક્ષપણે કહ્યું છે. ૧ અવધિ આદિ વ્યવહાર અને પારમાર્થિક બન્ને દૃષ્ટિએ પ્રત્યક્ષ છે. ૨ અનુમાન વિગેરે બન્ને દૃષ્ટિએ પરોક્ષ છે. અને ૩ ઈંદ્રિય પ્રત્યક્ષ એ વ્યવહારથી જ પ્રત્યક્ષ જાણવું.
પ્રશ્ન-૩૨ પોથી પૂજેલું અગર સૂત્ર વ્હોરાવતી
વખતે બોલાયેલી બોલીનું દ્રવ્ય કે પ્રતિક્રમણ સૂત્ર બોલવા માટે બોલાતી બોલી જે જ્ઞાનદ્રવ્ય કહેવાય તેવા પ્રકારના દ્રવ્યનો શ્રાવકોના છોકરાને ઉપયોગી એવા ધાર્મિક પુસ્તકોમાં ઉપયોગ થઈ શકે ? અથવા તો શ્રાવકોચિત વાંચવાના કે તેને છપાવીને આપવાના પુસ્તકોમાં તે દ્રવ્યનો વ્યય કરી
શકાય ?
[૯ માર્ચ ૧૯૪૦,
પ્રશ્ન-૩૩ વીરભગવંતનું ચારિત્ર ઉત્તમકોટિનું હોય અર્થાત્ તેમને શરીર માટે ઔષધાદિક સેવન કરવાનું ન હોય, છતાં સુજ્ઞ રેવતીશ્રાવિકાએ ભગવાનને માટે પાક બનાવ્યો કેમ? અને ભગવંતે પણ ઔષધ પોતા માટેનો કરેલ પાક ન લાવવા માટે ઘોડા માટે બનાવેલ પણ પાકને લાવવા જણાવ્યું છે તો જેમ જીનકલ્પીઓ ઔષધ ન સેવે તેમ તીર્થંકરોનો પણ તેવો જ કલ્પ ન હોય ? સમાધાન - જીનેશ્વર મહારાજા જેમ સ્થવિકલ્પમાં ન ગણાય તેમ જીનકલ્પમાં પણ ગણાતા નથી, પરંતુ તેઓ કલ્પાતીત ગણાય છે. ભગવાન મહાવીર મહારાજે જે ઔષધ લીધું છે તે સિંહઅનગારની શાંતિની અપેક્ષાને વધારે રાખનાર છે.
સમાધાન - શ્રાવકો સપરિગ્રહ હોવાથી તેઓથી
વ્યવહારિક કે ધાર્મિક કોઈ પણ કેળવણીમાં જ્ઞાનની પૂજા વગેરેનું દ્રવ્ય વાપરી શકાય નહિ. વ્યવહારિક કેળવણી દેવામાં તો જ્ઞાનદાન કહેવાય જ નહિં.
પ્રશ્ન - ૩૪ તાવિહંસમાં માહળ વા ઈત્યાદિમાં
એકાંતે નિર્જરા કહી છે તો માહણશબ્દથી શ્રાવક લેવા કે સાધુ ? અલ્પ પણ પાપ નથી પણ પુણ્ય કવચિત્ થઈ જાય છે, જ્યારે બીજી વખતે અહિતાવિ કહી એકાંત પાપ કર્મ અને અલ્પપણ નિર્જરા નથી એમ કહ્યુ છે. તો એકાંત પાપ કર્મ કેમ? ભલે નિર્જરા ન થાય પણ પાપ કર્મ શી રીતે બંધાય ? આમ તો પછી કોઈ દાન દે જ નહિ.
સમાધાન - માહણ શબ્દથી જે વૃદ્ધ શ્રાવકો ભરત
મહારાજના નિયત કરેલા તે લેવામાં