________________
૧૮૩ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૯
ભાવનાને મનુષ્ય એવું કેવી રીતે માની શકે કે તીર્થંકર થનારો જીવ સર્વ ભવોમાં દેવ ગુરૂ તરફ બહુ માનવાળો હોય જ છે ? ૨ દેવગુરૂ તરફ બહુમાન થવું એ જો મિથ્યાત્વના અને અનંતાનું બધીના
યોપશમનું કાર્ય હોય તો ભવિષ્યમાં તીર્થકર થનારા જીવોને અનાદિ નિગોદકાળથી મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ક્ષયોપશમ જ હોય એમ માનવાને ક્યો જીવ તૈયાર થશે? ૩ મરીચિના ભવમાં કપીલની આગળ જે વચનો પરિવ્રાજકના મતને વધારનારાં કહેવામાં આવ્યાં છે તે વચનો દેવગુરૂના બહુમાન યુક્ત હતાં એમ કોણ માની શકે? ૪ મટુક શ્રાવકના દૃષ્ટાન્તને જાણનારો મનુષ્ય સ્ટેજે સમજી શકે તેમ છે કે સૂત્રથી ઉત્તીર્ણ હકીકત બોલનારો મનુષ્ય અનન્તા તીર્થકરો સિદ્ધ વિગેરેની આશાતના જ કરનારો થાય છે તો બહુમાન કરનારો તો ગણાય જ ક્યાંથી ? ૫ મરીચિના ભવમાં સાધુપણું અંગીકાર કર્યું હતું તે પણ છોડીને પરિવ્રાજકપણું અંગીકાર કર્યું, છતાં દેવગુરૂનું બહુમાન રહેલું જ હતું એ સુજ્ઞ મનુષ્ય કેમ
માની શકે? ૧૦ ગંભીર અભિપ્રાયવાળા ૧ ભગવાનું
મહાવીર મહારાજનો જીવ જે મરીચિનો ભવ છે તેમાં માંદા પડ્યા પછી સારવાર માટે ચેલો કરવાની ચાહના રાખવાની વાતને સમજનારો મનુષ્ય તીર્થંકર થનાર જીવ
[૨૩ ફેબ્રુઆરી ૧૯૪૦, અનાદિકાળથી ગંભીર આશયવાળો જ હોય એમ કેમ માની શકે ? ૨ કપિલને શુદ્ધ દેશનાની અવગણના કરી ત્યારે મારે યોગ્ય શિષ્ય મળ્યો છે એમ વિચારનાર એવા મરિચિની સ્થિતિને જાણનારો કયો મનુષ્ય અનાદિકાળથી જીનેશ્વરો ગંભીર આશયવાળા હોય એમ માની શકે? ૩ વિશાખભૂતિના ભવમાં પોતાના જ ભાઈને બગીચામાં દાખલ થયો જોઈને ધમધમનાર અને મુક્ટિ મારીને બધાં કાઠા તોડી નાખીને ક્રોધથી ધમધમાટ થયેલી દશાને જાણનાર મનુષ્ય હંમેશાં ગંભીર આશયવાળા જ તીર્થકરના જીવો હોય એમ માનવાને કેવી રીતે તૈયાર થઈ શકે?૪ મથુરામાં પોતાના ભાઈએ કરેલી હાંસીથી ગાયને સીંગડામાંથી પકડીને ભમાવનાર મનુષ્ય ગંભીર આશયવાળો છે એમ કેવી રીતે માની શકાય? પ ગાયને સીંગડામાંથી પકડીને ભમાવ્યા પછી પણ અનેક વાક્યો બોલી સંતોષ ન માનતાં ભવાંતરે બળ પ્રાપ્તિને માટે નિયાણું કરનાર એવા વિશાખભૂતિ કે જે ભવિષ્યમાં ભગવાનું મહાવીર મહારાજપણે થનારા છે તેના ચરિત્રને વાંચનાર વિચારનાર મનુષ્ય હંમેશાં ગંભીર આશયવાળો હોય એમ માનવાને કેમ તૈયાર થઈ શકે ? ઉપર જણાવેલા બાધો અને દોષો કોઈ પણ પ્રકારે કહેવા અને જણાવવા વ્યાજબી નહોતા અને નથી, છતાં માત્ર શાસ્ત્રથી વિરૂદ્ધ અને