________________
૧૮૪ શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૯
કદાગ્રહથી ભરેલું નિરૂપણ પ્રશ્નકારનું હોવાથી તેના નિરાસને માટે અને ભવ્યજીવોને સાચે માર્ગે લાવવા માટે આટલું લખવાની જરૂર પડી છે, પરંતુ એ ઉપરના દોષોને કહેવામાં કોઈ પણ પ્રકારે સામાન્યથી પણ નિંદાનો પ્રસંગ લેવાની ઈચ્છા ન રહે તો મહાપુરૂષોના પૂર્વ વર્તનને અંગે કહેવાની સ્થિતિ રહે જ ક્યાંથી ?
માત્ર કદાગ્રહવાળાઓને સમજાવવા માટે જ ઉપરનો વિસ્તાર પંજિકાના વિવરણને વચમાં લાવ્યા સિવાય કર્યો છે બાકી પંજિકાકારના લખાણ પ્રમાણે તો સ્પષ્ટ વાત છે કે આ પરોપકારિતાદિ ગુણો સમ્યકત્વ સહિત દશામાં જ હોય છે. જુઓ તે પંજિકા અવતરણનો પાઠ - તુ तीर्थकरत्वहेतुबोधिलाभे भगवतामन्या समानता इतरावस्थायां तु कथमित्या शङ्कय प्रतिवस्तूपमया साधयितुमाह न नैव अशुद्धमपि मलग्रस्तमपि - પંજિકાકાર આચાર્ય મહારાજ શ્રી મુનિચંદ્રસૂરિજી કે જેઓ વાદિદેવસૂરિજીના ગુરૂ મહારાજ છે તેઓ પરોપકારી વિગેરે પદોની વ્યાખ્યા કહી ગયા પછી શિષ્યના મુખે બોલાવે છે કે ઉપર જણાવેલું પરોપકારી વિગેરે સ્વરૂપ સમ્યકત્વ (વરબોધિ) સહિતની અવસ્થામાં ભલે હો તે માટે કહે છે કે – अस्तु-भवतुडो तीर्थकरत्वहेतुबोधिलाभे તીર્થકરપણાના કારણભૂત એવો બોધિલાભ
...[૨૩ ફેબ્રુઆરી ૧૯૪૦, થયા પછી મનવતા ભગવાન જીનેશ્વરોની મચી સમાનતા તીર્થકર સિવાયના જીવોથી અસમાનપણું એટલે ઉત્તમપણું ભાવાર્થ ઉપર જણાવેલ પરોપકાર આદિ દશ ગુણે કરીને ભગવાન જીનેશ્વરોનું અન્ય જીવોની અપેક્ષાએ ઉત્તમપણું કે જે કહેવા ધાર્યું છે તે તીર્થંકરપણું મેળવી આપનાર એવા વરબોધિની પ્રાપ્તિ થયા પછી ભલે હો (ધ્યાન રાખવાની જરૂર છે કે પંજિકાકાર મહારાજ પણ તીર્થંકરના આદ્ય સભ્યત્વને ન લેતાં શંકાકારના મુખે પણ તીર્થંકરપણાના કારણ ભૂત એવા બોધિલાભની પ્રાપ્તિએ પરોપકાર આદિ ગુણો થવાનું મનાવે છે એટલે પણ સ્પષ્ટ સમજાશે કે તીર્થકર ભગવાનના આદ્ય સમ્યકત્વ અને તીર્થંકરપણાના કારણભૂત એવા સમ્યકત્વને જુદા પાડે છે એટલે અર્થથી વરબોધિને જ પરોપકારિતાદિ ગુણોના કારણપણે શંકાકારધારાએ જણાવે છે, જો એમ ન હોત તો તીર્થકરત્વ હેતુ એવું વિશેષણ બોધિલાભને આપવું પડત નહિ, પરંતુ વોધિત્નામે અપાવતા- એટલુંજ માત્ર લખત
ઉપરની શંકાના વાક્યથી સ્પષ્ટ થાય છે કે ભગવાન જીનેશ્વર મહારાજની પરોપકાર આદિ દસ ગુણો લારાએ જણાવેલી ઉત્તમત્તા વરબોધિ લાભ થાય ત્યારથી હોય છે. હવે શંકાકાર જણાવે છે કેરૂતરાવસ્થાથામ વરબોધિલાભસિવાયની એટલેમિથ્યાત્વવાળી અગર બીજા સમ્યકત્વવાળી દશામાં જ્યારે