________________
૯૦ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-પ-૬ [૯ જાન્યુઆરી ૧૯૪૦,
સાગર સમાધાન
YSLSLS
પ્રશ્ન - ૨૫ શ્રીપંચાશકસૂત્રની ટીકામાં ભગવાન
અભયદેવસૂરિજીએ જે વ્યાખ્યા કરી છે તે એકલા પરહિતપણાને ઉદેશીને કરેલી નથી, પરંતુ ચારે વસ્તુને ઉદ્દેશીને કરેલી છે. એટલે એવું શા માટે માનવામાં ન આવે કે પરોપકારની વૃત્તિવાળા તો ભગવાન તીર્થકરના જીવો અનાદિકાળથી હોય છે પરંતુ આ ચારે વસ્તુઓ(૧સર્વોત્તમપુણ્યયુક્તપણું, ૨ એકાન્ત પરહિતરકતપણું, ૩ વિશુદ્ધયોગપણું અને ૪ મહાસત્ત્વયુક્તપણું) સાથે તો વરબોધિલાભને લીધે જ થાય ? એટલે એકાન્ત પરહિતરક્તપણું વરબોધિલાભને લીધે નથી, કિન્તુ તે તો અનાદિનું છે. એમ માનીએ અને આ ચાર વસ્તુઓએ યુક્તપણે તો અપ્રતિપાતિ સમ્યકત્વરૂપી જે વરબોધિ તેની પ્રાપ્તિ પછી જ થાય. (જો કે આટલી વાત તો આ ટીકાના પાઠ ઉપરથી કબુલ કરવી જ પડે તેમ છે કે ભગવાન જિનેશ્વરોના પહેલાંના સમકિતો વરબોધિ કહેવાય એવી માન્યતા કરવી કે પ્રરૂપવું એ શાસ્ત્રથી વિરૂદ્ધ
જ છે.) સમાધાન - ભગવાન અભયદેવસૂરિજીએ જો
ત્રિલોકનાથ તીર્થંકરના જીવો વિશિષ્ટ
સમ્યગદર્શન કે અપ્રતિપાતિ સમ્યકત્વ પહેલાંથી એટલે અનાદિ નિગોદથી પરોપકાર વૃત્તિવાળા જ હોય, એમ માનતા હોત તો વરબોધિ લારૂપી કારણથી ચાર વસ્તુઓ થવાનું જણાવત નહિં, પરંતુ અત્યન્ત પુણ્ય, વિશુદ્ધયોગ અને મહાસત્ત્વ એ ત્રણ વસ્તુથી જ યુક્તપણું વરબોધિના કાર્ય તરીકે જણાવત, પરંતુ તેમ ન જણાવતાં વરબોધિલાભ એટલે અપ્રતિપાતિ અગર વિશિષ્ટ સમ્યકત્વને હેતુ તરીકે જણાવીને ચારે કાર્યો કે જેમાં એકાન્ત પરહિતરતપણું આવી જાય છે તે જણાવત નહિં, પરંતુ જ્યારે ચારે કાર્યો વરબોધિથી થવાનાં જણાવ્યાં છે તો તેથી જ સ્પષ્ટ થાય છે કે એકાન્ત પરહિતરતપણાનું કાર્ય પણ વરબોધિના લાભ પછી જ ભગવાન્ જીનેશ્વર મહારાજાઓના જીવોમાં નિયમિતપણે ઉત્પન્ન થાય છે. યાદ રાખવું કે ભગવાન્ અભયદેવસૂરિજી મહારાજા આ હકીકત તીર્થંકરપણાના ભવને ઉદેશીને જ લખે છે, તેથી તીર્થકરના ભવથી પાછળના ત્રીજા ભવથી સતતપણે આ ચાર કાર્યો વરબોધિથી થતાં આવ્યાં છે એમ જણાવે છે, જો કે સામાન્ય રીતે તો ભગવાન અભયદેવસૂરિજીની વ્યાખ્યા પ્રમાણે અત્યંત પુણ્ય વગેરે ચારે કાર્યોની સરખી રીતે