________________
શ્રી સિદ્ધચક્ર -
વર્ષ : ૮ [માગશર સુદી પૂર્ણિમા, માગશર વદી અમાવાસ્યા, મુંબઈ, [અંક-પ-૬
પાનાચંદ રૂપચંદ ઇ ઝવેરી જ
| ઉદેશ શ્રીનવપદોમય શ્રીસિદ્ધચક્રની આરાધના અને તેને આ આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની આ છેમુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો
ફેલાવો કરવો . વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦ છે.
-: દેવનું લક્ષણ :પાપ અને પુણ્ય અનાદિના છે, સ્વીકારવાથી ઉત્પન્ન થવાનો વસ્તુ સ્વભાવ એ બન્નેનો અનાદિથી છે. એટલે હિંસા વિગેરે કરવાથી પાપ બંધાય, અને દાન વિગેરે દેવાથી પુણ્ય બંધાય, આ અનાદિ કાળની સ્થિતિ છે જ, એ સ્થિતિને કંઈ તીર્થકરોએ ઉત્પન્ન નથી કરી, પરંતુ સૂર્ય જેમ માર્ગ બતલાવે તેવી જ રીતે દેવાધિદેવો પુણ્યાદિ અને તેનાં કારણો બતાવે છે. તીર્થકરો (દેવો) જગતને બનાવનાર નહિ, પણ બતાવનાર છે.
ઈતર દર્શનકારો દેવોનું અનાદિ નિર્મળતા લક્ષણ માને છે, જ્યારે જૈનદર્શનકારો દેવની ત્રણ અવસ્થા, માને છે, એક કર્મકાયઅવસ્થા, બીજી ધર્મકાય અવસ્થા માને છે, અને ત્રી તત્ત્વકાય અવસ્થા.
તીર્થંકર નામકર્મ જ્યાંથી બાંધવા માંડે અને તેના ભવમાં આવે નહિ ત્યાં સુધી કર્મકાયઅવસ્થા.
તે અંત્યભવની અવસ્થામાં આવી દીક્ષિત થાય અને કેવલજ્ઞાન ઉપજે ત્યાં સુધી ધર્મકા
અવસ્થા.
કેવલજ્ઞાન પછી જગતના ઉદ્ધારને માટે શાસનની પ્રવૃત્તિ કરે એવગેરે તત્ત્વકાય અવસ્થા
ધર્મ' એ જ સાધ્ય છે એવી જેની પ્રતિજ્ઞા હોય તે જ મહાનુભાવ શરીરમાં ઘણુ થર્મસાધનમ્ યથાર્થપણે ઉચ્ચરી શકે !!!