________________
૭૮ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૪
પણ હોય છે, કેમકે ક્ષાયિક સમત્વ અપ્રતિપાતિ જ હોય છે અને તે એકલા તીર્થકર મહારાજાને જ હોય એમ નિયમ નથી, વળી ક્ષાયોપથમિક સમ્યકત્વ પણ ભવાંતરથી સાથે લાવવાનું ભગવાન તીર્થકર સિવાયના બીજા જીવોને નથી બનતું એમ પણ નથી, અને ક્ષાયોપથમિક સમ્યકત્વ પામેલો જીવ જ્યારે ક્ષાયિક પામવાનો હોય છે ત્યારે તે ક્ષાયોપથમિકને પણ સમ્યકત્વની અપેક્ષાએ અપ્રતિપાતિ ગણવામાં તેવો વાંધો આવતો નથી, એટલે ક્ષાયિક અગર લાયોપથમિક સભ્યત્વની અપેક્ષાએ ભગવાન જિનેશ્વર મહારાજ સિવાયના બીજા જીવો પણ અપ્રતિપાતિ સમત્વવાળા ન જ હોય એમ કહી શકાય નહિ, અને તેથી ભગવાન જિનેશ્વર મહારાજ સિવાયના બીજા તેવા સમ્યકત્વવાળા જીવોને અપ્રતિપાતિ સમ્યકત્વ - ગણી વરબોધિ કહેવાનો વખત આવે, પરંતુ અહિં ભગવાન તીર્થકરનો જ અધિકાર હોવાથી ભગવાન જિનેશ્વર મહારાજાના અપ્રતિપાતિ સમ્યકત્વને જ વરબોધિ કહેવું એ સમજવું એ પ્રકરણના જાણવાવાળાને કોઈપણ પ્રકારે મુશ્કેલ નથી, વળી મોટા ભાગે તો તીર્થકર ભગવાનના જીવો તીર્થકર ભગવાનના ભવથી ત્રીજા ભવે સમ્યકત્વને જરૂર ધારણ કરનારા હોય છે, અને સમ્યકત્વને ધારણ કરવાની અવસ્થા થયા સિવાય તીર્થંકર નામગોત્ર બંધાય જ નહિં
એ નક્કી છે, છતાં પણ દરેક તીર્થકર તીર્થંકરના ભવથી પાછળના ત્રીજા ભવે
[૧૦ ડીસેમ્બર ૧૯૩૯, અપ્રતિપાતિ સમ્યકત્વવાળા હોય જ એવો નિયમ નથી. કારણ કે ભગવાન મહાવીર મહારાજને માટે જ તેમના તીર્થંકરના ભવમાં પણ ભગવાન હરિભદ્રસૂરિજી વિગેરે શ્રેણી માંડવા પહેલાં ક્ષાયિક સમ્યકત્વવાળા હતા એમ માનવાની ના પાડી ! શ્રીતત્ત્વાર્થની વ્યાખ્યામાં ક્ષાવિં ક્ષાયિત્વે વા એમ પણ જણાવી શ્રેણી માંડવા પહેલાં ક્ષાયિક સમ્યકત્વનું અનિયમિતપણું જણાવે છે, એટલે તીર્થંકરના ભવથી પાછળના ત્રીજા ભવમાં ક્ષાયિક સમ્યકત્વ જ સર્વને હોય એવો નિયમ બાંધી શકાય નહિં, એટલું જ નહિ, પરંતુ તીર્થંકર મહારાજાઓ તીર્થકરપણું નિકાચિત કરીને કાળ કરે, તે સર્વ દેવલોકમાં જ જાય એવો પણ નિયમ નથી. એટલે તીર્થકરપણે નિકાચિતપણે બાંધનારો જીવ વચમાં નરકનો ભવ પણ કરે અને શાસ્ત્રકારો ત્રણ નરકથી આવેલા જીવોને તીર્થકરપણું હોય એમ કહે પણ છે અને તેથી જ શ્રીકલ્પસૂત્રમાં વિમાન અને ભવનનાં વૈકલ્પિક સ્વપ્નો રાખવાં પડ્યાં, જો કે દિગમ્બરમતવાળાઓને તો તે સ્વપ્નો બાબતનો ભેદ અને વિચાર છે જ નહિ, પરંતુ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે ક્ષાયોપથમિક સમ્યકત્વવાળી અવસ્થામાં જે જીવે તીર્થંકરગોત્રને નિકાચિત કર્યું હોય અને કદાચ તેમને પહેલાં બાંધેલા આયુષ્યના પ્રતાપે વચલો ભવ નરકમાં કરવાનો હોય તો તે ક્ષાયોપથમિક સમ્યકત્વ છેલ્લા