________________
૭૨ શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૪
આચાર્યશ્રીસિદ્ધસેનસૂરિજીએ ભગવાન તીર્થંકરના ગુણની યથાસ્થિતપણે સ્તુતિ કરી છે એમ ન કહી શકાય, પરંતુ ન્યૂનતા કરીને
હેલના કરી છે એમ કહી શકાય. પ્રશ્ન - ૨૧ ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના જીવો
વરબોધિ એટલે વિશિષ્ટ સમ્યકત્વ મેળવ્યા પછી જ નિયમિતપણે પરોપકારી થાય છે . એ વાત સ્પષ્ટશબ્દોમાં કોઈ પણ ગ્રન્થકારે
જણાવી છે ખરી ? સમાધાન ભગવાન હરિભદ્રસૂરિજી
શ્રીઅષ્ટકજીનામના પ્રકરણની અંદર वरबोधित आरभ्य परार्थोद्यत एव हि આવી રીતે સ્પષ્ટ શબ્દોથી જણાવે છે કે ભગવાન જીનેશ્વર મહારાજાઓ વરબોધિ એટલે વિશિષ્ટસમ્યકત્વ પ્રાપ્ત થવા પહેલાં પરોપકારી હોય તો પણ તે નિયમિતપણે પણ હોય, પરંતુ વિશિષ્ટ સમક્વરૂપ જે વરબોધિ તે પ્રાપ્ત થયા પછી તો જરૂર પરોપકારમાં ઉદ્યમવાળા જ હોય છે, આ ભગવાન હરિભદ્રસૂરિજીના વચનને વિચારનાર જો સુજ્ઞ હશે તો કોઈ દિવસ પણ વરબોધિ પહેલાં કે આદ્યસમ્યકત્વથી નિરંતરપણે અગર અનાદિ કાળથી પરોપકારિપણાનું નિયમિતપણું છે એમ
માનવાને તો તૈયાર થશે જ નહિ. પ્રશ્ન ૨૨ - ઉપર જણાવવામાં આવેલો
શ્રીઅષ્ટકપ્રકરણનો શ્લોક અર્ધા કહેવામાં આવ્યો છે, અને તેનો અર્થ ઉલ્ટો કરવામાં
[૧૦ ડીસેમ્બર ૧૯૩૯, આવ્યો છે, તે શ્લોક આખો આ પ્રમાણે છે'वरबोधित आरभ्य, परार्थोद्यत एव हि तथाविधं समादत्ते, कर्म स्फीताशयः પુમાનાર છે.'
આ શ્લોકનો અર્થ પણ જેઓ અનાદિકાળથી એટલે નિગોદવાસથી ભગવાન તીર્થકરના જીવોને પરોપકારી માને છે તેઓ આવી રીતે કરે છે. “પરોપકારમાં જ તત્પર થયેલા એવા શુદ્ધ આશયવાળા પુરૂષો વરબોધિથી આરંભીને તીર્થકર નામકર્મને બાંધે છે” એટલે આ અર્થ કરવાવાળાનો તાત્પર્યાર્થિ એ છે કે અહિં પરાર્થોદ્યત: એટલે પરોપકારમાં લીન એવો પુરૂષ એમ કહી પરોપકારનો તો માત્ર અનુવાદ જ કરવાનો છે, અર્થાત્ તીર્થકર નામકર્મ બાંધવામાં પરોપકારની કારણતા જણાવવી નથી. પરંતુ તીર્થકર નામકર્મ બાંધવામાં વરબોધિ લાભ થાય ત્યારથી શુદ્ધ આશય સહિતપણું થાય અને તેથી જ તે તીર્થકર નામકર્મ બાંધે, આવી રીતે તે અનાદિકાળથી એટલે નિગોદવાસથી ભગવાન તીર્થંકરના જીવોને પરોપકારી માનનારાનું કહેવું થાય છે. એટલે તત્વાર્થ સૂત્રની વૃત્તિમાં ભગવાન હરિભદ્રસૂરિજીએ વરબોધિલાભ એટલે શ્રેષ્ઠ સમ્યકત્વની પ્રાપ્તિને જે મર્યાદા તરીકે લીધી છે તે જીવોની અને વ્રતધારિઓની અનુકંપાપૂર્વકની પરોપકારિતા માટે નહિ, પરંતુ બીજા શુભ કર્મોને માટે સમજવી.