________________
૭૧ : શ્રી સિદ્ધચક્ર] વર્ષ ૮ અંક-૪
પ્રાપ્ત થવા પહેલાં એટલે આદ્ય સમ્યકત્વ થયા પછીના તીર્થંકરના ભવ સુધીના થયેલા ભવોમાં સર્વત્ર શુભકર્મના આસવનવાળા નહોતા, અને તેથી જ વરવોfધનામાંતારમ્ય૦ એમ સ્પષ્ટપણે લખીને બે વાત સ્પષ્ટ કરી દીધી કે ભગવાન મહાવીર મહારાજનો જીવ અનાદિથી કે આદ્યસમ્યકત્વથી સતતપણે શુભકર્મના આસેવનવાળો નહોતો, પરંતુ વરબોધિનો લાભ થયા પછી થયેલા ભવોમાં નિરંતરપણે શુભકર્મના આસવનવાળો હતો, અને તેથી જ ભગવાન હરિભદ્રસૂરિજી અનેક શબ્દની અવતરણા કરતાં સ્પષ્ટપણે જણાવે છે કે એક જ ભવમાં શુભકર્મસેવનવાળા હતા એમ નહિં, તેમ બે ભવમાં જ માત્ર શુભકર્માસેવનવાળા એમ નહિં, એમ કહીને માત્ર ત્રણ ભવમાં જ શુભકર્માસેવન જણાવે છે, જો એમ ન હોત તો તૈ યાવિવું એમ કહી એક બે વિગેરે ભવોમાં જ માત્ર શુભકર્માસેવનવાળા હતા એમ નહિ, એવી અવતરણા ત્રણ ભવરૂપી અનેક ભવ જણાવવાને અંગે કરત નહિં, ભગવાન હરિભદ્રસૂરિજી અને આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરિજીની વ્યાખ્યાઓમાં શુભકર્મની અવધિ માટે આદ્ય સમ્યકત્વ અને વરબોધિ એમ અનુક્રમે લેવાય છે, છતાં હરિભદ્રસૂરિજી મારણ્ય એવું કૃદન્ત વાપરીને નિરંતરપણું જણાવે છે અને શ્રીસિદ્ધસેન સૂરિજી સામાન્ય પંચમી વાપરીને ચાલે છે, એટલે નિરંતરપણું
[૧૦ ડીસેમ્બર ૧૯૩૯, જણાવતા નથી. શુભકર્મ શબ્દની વ્યાખ્યા કરતાં જે તે બન્ને આચાર્ય મહારાજાઓએ મૂતવ્રત્યનુષ્પા૦ સૂત્ર મૂક્યું છે તે ઉપર વિચાર કરનારો મનુષ્ય હેજે સમજી શકશે કે સામાન્યરીતે સર્વજીવોની અનુકંપા અને વ્રતધારણ કરવાવાળા મહાપુરૂષોની અનુકંપા વિગેરેને તેઓ અહિં શુભકર્મ તરીકે જણાવે છે, સુજ્ઞમનુષ્ય હેજે સમજી શકે તેમ છે કે જે મનુષ્યને જે મનુષ્ય ઉપકાર કરવો હોય અગર જે પ્રાણીને જે પ્રાણી ઉપર ઉપકાર હોય તે પ્રાણીએ તે પ્રાણી ઉપર અગર તે મનુષ્ય તે મનુષ્ય ઉપર જરૂર અનુકંપા તો ધારણ કરવી જ પડે છે, હવે જો આમ સમ્યકત્વથી સાન્તરપણે કે વરબોધિથી નિરંતરપણે સર્વજીવોની અને પ્રતિઓની અનુકંપારૂપી અને તે દ્વારાએ પરોપકાર કરવારૂપી કાર્ય આદ્યસમ્યકત્વ પછી સાન્તરપણે કે વરબોધિ પછી નિરંતર પણે થાય તો પછી અનાદિકાલથી યાવત્ નિગોદથી ભગવાન મહાવીર મહારાજનો જીવ પરોપકાર કરનાર એટલે ભૂતવ્રતિની અનુકંપા વિગેરેને ધારણ કરીને પરોપકારનાં કાર્યો કરનાર હતો એમ માની શકે જ નહિં, અને કદાચ ભગવાન મહાવીર મહારાજ તીર્થંકરનો જીવ અનાદિકાળથી એટલે ઠેઠ નિગોદવાસથી સર્વ જીવો અને વ્રતધારીઓની અનુકંપા સાથે પરોપકારવૃત્તિ ધારણ કરનારો હોય તો ભગવાન તત્વાર્થ ભાષ્યકાર, ભગવાન હરિભદ્રસૂરિજીએ અને ,