________________
(તા. ૨૩-૧૦-૩૮
. એ સૈન્ય શું કરે છે?
હવે એક દિવસ ધોળાપળીયાના ન્હાને કાન આગળ આવીને ધર્મ કર' એમ કહેતી (કહેતી) જરા રાક્ષસી તેના ઉપર એકદમ ચડી બેસે છે. (પડે છે.) (૩૪).
તે રાક્ષસી કેવી છે?
આ જરા રાક્ષસી ચક્રવર્તીના સૈન્યથી પણ પડતી રખાતી (રોકાતી) નથી, તો વળી ધનધાન્યાદિથી ન રખાય (રોકાય) એમાં તો આશ્ચર્ય જ શું? (૩૫)
(તે જરા રાક્ષસી) શરમ વગરનાને (બિચારા તે જીવને) કરચલીયો અને ધોળાં પલીયાને લીધે નહિ જોઈ શકાય તેવું, આંખો જેમાં ગળી ગઈ છે તેવું, મોઢામાંથી લાળ પાડતું, અને સ્ત્રી લોકોને પણ મશ્કરી કરવાનું (સ્થાન) એવું વૃદ્ધપણું પમાડે છે. (૩૬)
જરા એ ઇન્દ્રજાલ જેવી છે
આશાઓને રગદોળી નાખનાર જરારૂપ ઈન્દ્રજાલમાં કોઈ પણ એવી અજોડ શક્તિ છે કે કાળા ભ્રમર જેવા વાળને પણ માલતીફૂલના સદશ કરી દે છે. વૃદ્ધપણામાં માલતીકુસુમની માલા મસ્તકે હોય ત્યારે તેમાં અને વાળમાં જરાય ફરક ન દેખાય તેવા સફેદ વાળ થઈ જાય છે. (૩૭)
તે જરાથી બીજી વિડમ્બના કઈ થાય?
જરા રાક્ષસી બલવાનની પણ શક્તિને ચૂરી નાંખે છે, પવિત્રતાને ગાળી નાખે છે. દાંત પાડી નાંખે છે, દૃષ્ટિને ઝાંખી કરી દે છે, અને લષ્ટ પુષ્ટ એવી પીઠને પણ ભાંગી નાખે છે. (૩૮).
વળી
વૃદ્ધપણામાં આગમન થતાં એ રાક્ષસીનું સ્વજનથી પરાભવ, શૂન્યપણું, વાત શ્લેષ્મ આદિ સૈન્ય મોટા મોટાનું પણ બલ અને માન રસાતલ કરી મૂકે છે.
જરાથી બીધેલ લોકો શું શું કરે છે?
જરાથી બીધેલા બાપડા કેટલાક (લોકો) ગંધકાદિ રસાયણાદિક સેવે છે, કેટલાક લોહકીટનો ખરલ કરે, ક્લપ વિગેરે લગાવી પલીયાં કાળાં કરી મૂકે છે, કેટલાક ગાલમાં ખાડા પડી ગયા હોય તેને ડુચાથી ઢાંકી દે છે, કેટલાક પોતાનો જન્મ ઘણો પહેલો થયો છતાં ઓછો કહે છે (ઇત્યાદિ સર્વ મોહ ચેષ્ટા કરે છે) ૪૦
૪. વાયુ, પ્લેખ, ઇંદ્રિયોની વિકલતા આદિ જરાનું સૈન્ય સમજવું. અગ્નિ જેમ બાળીને રાખ કરી મૂકે છે, તેમ આ જરાસૈન્ય પલીયાં બાકી રહે એવું ધોળું માથું વિગેરે કરી મૂકે છે.