________________
,
, ,
ફાફડા
::
શ્રી સિદ્ધચક (તા. ૨૩-૧૦-૩૮) પણ મૂઢહૃદયવાળા એઓ એ જાણતા નથી કે જિનેશ્વરમહારાજના વચનરૂપી રસાયણ વગરના બીજા ઉપાયોથી રોકેલી જરા ફેર આ ભવની માફક બીજા ભવમાં આવીને ઉભી જ છે.
તેથી (હે જીવ !) તને આ ભયંકર જરાપિશાચણીનો ભય હોય તો શ્રી જિતશત્રુ (પ્રસન્નચંદ્રર્ષિના પિતા સોમચંદ્ર) રાજાની માફક શ્રીવીરપ્રભુના ચરણકમલનું શરણ લે!
જરા પછી મૃત્યુ સમ્બન્ધી
મરણ નજીક આવ્યું હોય, પરિજન બેબાકળા થઈ દોડતા હોય તે વખતે હે જીવ! તું વિચાર કર કે એક જૈનધર્મ સિવાય કોણ શરણ છે. (૪૩)
મૃત્યુથી કોઈ પણ બચ્યા નથી
સમસ્ત ત્રિભુવનના નાયક, ઉપાયવિધિના જાણકાર, (અને) અનંતબલવાળા, તીર્થકર ભગવંતોને પણ કૃતાન્ત (મૃત્યુ) કીર્તિશેષ કરી મૂકે છે. (૪૪)
કદાચ શંકા થાય કે તીર્થંકરો શાંત હોવાથી મૃત્યુ ન પણ રોકાય, પરંતુ ચક્રી વાસુદેવો જે રૌદ્ર છે, તેઓની આગળ એ મૃત્યુનું શું ચાલશે? તો કહે છે કે
બહુશક્તિવાળો, ક્રોડ દેવતાઓથી પરિવરેલો, ઇંદ્ર પણ હિંમત હારી ગયેલા મૃગલાની માફક હણાઈ જાય છે. (૪૫)
ચક્રવર્તિઓ પણ મરી જાય છે.
છ ખંડની પૃથ્વીના માલીક, અને સમગ્ર રાજાઓથી જેમના ચરણકમલ સેવાય છે, તેવા ચક્રવર્તિઓ પણ પરાધીન ચંદ્રની માફક યમરૂપી રાહુવડે કોળીયો કરાય છે, (૪૬)
જેઓ કોટિશિલા (ક્રોડ મણ ભારની હોય) ડાબા એકજ હાથથી રૂની પૂણીની માફક ઉપાડી શકે છે તે વાસુદેવો પણ દીવાની માફક યમરૂપી પવનથી બુઝાઈ જાય છે, (અર્થાત એમને પણ યમ મૃત્યુ છોડતું નથી). ૪૭
૫. જિતશત્રુ રાજાએ ધોળાવાળ થઈ જવાને લીધે રાણીયે તે વાળ બતાવવાથી તાપસી દીક્ષા લીધી હતી અને
પછીથી પ્રભુશ્રી વર્ધમાન સ્વામિ પાસે શુધ્ધચારિત્ર અંગીકાર કર્યું. ૬. અહીં મરણ નિરૂપક્રમ લેવું, સોપક્રમમાં વિભવ, સ્વજન આદિ શરણ પણ થાય, જૈનધર્મને શરણ એટલા
જ માટે કીધું કે અનન્તરપણે કે પરંપરાએ મૃત્યુરહિત સ્થાનમાં તે લઈ જાય છે. ૭. સર્વે કેવલિઓ (રોગનાશક) ઉપાય જાણે છે, છતાં એવો કોઈ ઉપાય ન દેખ્યો કે જેથી તત્કાળ મૃત્યુરોકાય
કીર્તિશેષ એટલે શરીરાદિ સર્વ ચાલ્યું ગયું, માત્ર નામ અને ગુણ રહ્યા.