SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક (તા. ૨૩-૧૦-૩૮) તાવવાળા, ખસવાળા, દમવાળા કે મુંઝામણવાળા ઘરના માલીકને દેખીને પાસે રહેલું સ્ત્રી, માતા વિગેરે કુટુંબ ઝર્યા કરે છે, પણ તેનું દુઃખ ઓછું નથી કરી શકતું, તેમજ ક્ષણવાર પણ તેઓ તેના ઉપઘાતને રોકનાર અને ઉપઘાતના કારણોને નાશ કરનાર શરણભૂત (પણ) નથી થતા. ઉલટું (તે કુટુંબના રડવા વિગેરેને દેખીને દુઃખ થવાને લીધે) તેના શરીરમાં અધિક અધિક વેદનાઓ થાય છે. (૨૭-૨૮) ઘણા સ્વજનો પણ શરણ નથી થતા એ દર્શાવે છે. બહુ સ્વજનવાળો હોય અથવા તો અનાથ હોય, પણ જ્યારે નિરૂપાય વ્યાધિમાં સપડાયેલ હોય તે વખતે રડતા એવા બન્નેમાં પણ અશરણતામાં જરાય ફરક નથી. (૨૯) વૈભવ - બચાવે છે ? વૈભવશાલી હોય અથવા તો દરિદ્ર હોય, પણ જ્યારે તેઓ પોતાના કર્મને લીધે થયેલ રોગથી પીડાતા દુઃખપૂર્વક આક્રંદ કરતા હોય ત્યારે અશરણપણામાં ક્યો ફરક પડે? ઉદાહરણથી સાબીત કરે છે કે રોગાદિવાળાને કોઈ શરણ નથી. તેટલી સમૃદ્ધિવાળું રાજ્ય હતું, તેવું ચતુરંગ સૈન્ય હતું, તેવા સ્વજનો હતા, છતાં પણ કૌશષ્મીનગરીનો રાજા રોગથી બચ્યો નહિ. (૩૧). રોગ પછી જરા માટે : વિલાસી જીવનવાળા યૌવનમાં રહ્યો થકો (જીવ) જગતને તણખલા સમાન ગણે છે, પણ યૌવનરૂપ વૃક્ષને બાળવા અગ્નિ સમાન જરાનું સૈન્ય ધસી આવે છે તે જોતો નથી. (૩૨) શાને લીધે એ જરાનું સૈન્ય નથી જોતો? નવા નવા વિલાસોની સંપત્તિથી ઘડાયેલા યૌવનને વહન કરતાં એવા જીવના ચિત્તમાંએ નથી થતું કે આ થોડે છેટે જરાસૈન્ય રહ્યું છે. (૩૩) – – - -- - - ૨. અહિં કદાચ શંકા થાય કે-ઘણા સ્વજનો હોય તો કોઈક વૈદ્યને બોલાવી લાવે, કોઈ ઓસડ આપે, પંખો નાખે, ઈત્યાદિથી વ્યાધિ ચાલ્યો જતો દેખાય છે, આથી બન્નેને સરખું છે એ ખોટું ન કહેવાય સાચી વાત, પણ એ સોપક્રમવ્યાધિવાળાને, કદાચ હોય નિરૂપક્રમ વ્યાધિવાળાને તો કદર્થના જ વધારે હોય પણ બીજું ફલ હોતું નથી., એથી જ અહિં નિરૂપાય એમ વ્યાધિનું વિશેષણ મૂક્યું છે, માટે સ્વજનો શરણ નથી થતા. ૩. ઔપસર્ગિકરોગમાં વૈભવાદિ ઉપકારક થઈ શકે માટે સ્વકર્મથી થયેલ રોગ મૂક્યા છે.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy