________________
-
never repreneur
શ્રી સિદ્ધચક્ર
(ઓગષ્ટ : ૧૯૩૯ ગાયકવાડ સરકારે પોતાના કેળવણી ખાતા તરફથી બહાર પડેલો છે તેમાં રાજાઓને અંગે દાનપત્ર વિગેરેમાં લખાતી વિશેષણોની શ્રેણીનું અવલોકન જેણે કર્યું હશે તે મનુષ્ય સ્ટેજે સમજી શકશે કે રાજાઓના બહુમાનને માટે તેઓની ઇશ્વરની મહેરબાનીવાળા ગણાવવા તે વિશેષણ લખવામાં આવતું હતું. વળી મહારાજા કુમારપાલને અંગે વિચારીએ તો મહારાજા કુમારપાલને ગાદીનશીન થવાનું ભવિષ્ય જે કોઈપણ દેવતા તરફથી ભાખવામાં આવ્યું હોય તો તે માત્ર સોમનાથજીના મહાદેવ તરફથી જ હતું અને એને લીધે મહારાજા કુમારપાલમાં ૩૫તિવર પ્રસાર એ વિશેષણ માત્ર તેની મહત્તાનું સૂચન કરનાર છે, પરંતુ અંશે પણ તેના આયુષ્યના પાછલા ભાગમાં સૂચન કરનાર નથી, વળી જૈનધર્મને માનનારાઓ પણ મહારાજા કુમારપાલનું તેમના રાજય કાળના પ્રારંભથી જૈનત્વ માનતા નથી, એ વાત ભૂલવા જેવી મૂર્ખાઇ તો મી. મુન્શી જેવા બનીને બીજાઓ તો નહિ જ કરે. વળી મહારાજા કુમારપાલને અંગે એ હકીકત પણ વિશેષ ધ્યાન રાખવા જેવી છે કે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીએ મહારાજ કુમારપાલને સોમનાથ મહાદેવના વચનો દ્વારાએ જ જૈનધર્મ પ્રાપ્ત કરાવેલો છે અને તેથી પણ ૩મારૂતિવરત્ન ધસાદ એ વિશેષણ તે મહારાજા કુમારપાલમાં સારી રીતે સૂક્ત થઈ શકે. સુજ્ઞ મનુષ્ય વિચારવાની જરૂર છે કે જો મહારાજા કુમારપાલને શૈવ તરીકે જણાવવા આ વિશેષણ આપવું હોત તો રૂમપરિવર/મમર વિગેરે વિશેષણ જોડવું પડત.
જો કે સંઘયાત્રાના પ્રકરણમાં સાત ક્ષેત્રોનો અધિકાર જણાવતાં જનચૈત્ય અને મૂર્તિના અધિકારમાં જીર્ણોદ્ધારનો અધિકાર લેવાનું વાચકોને જણાવવામાં આવ્યું હતું, પરંતુ હિંદુઓના વર્ણાચારોને નાશ કરનાર તથા ગુંડાગિરિ ચલાવીને હિંદુકોમને રસાતલે લઈ જવા તૈયાર થનાર ગુંડારાજની માફક વર્તનાર જે કોંગ્રેસ તેના પ્રધાનપદમાં ઘુસી ગયેલા મિસ્ટર મુનશી આવી રીતે ઇતિહાસ કિંવદન્તી શાસ્ત્રો અને શિલાલેખોથી હડહડતું વિરોધી એવું જુઠું બોલીને લેખકને બે બે માસ સુધી માત્ર કુમારપાલ મહારાજને અંગે લખાણ કરવું પડશે એવી સ્વપ્ન પણ ધારણા નહોતી, પરંતુ તેવો જ આકસ્મિક યોગ થવાથી મહારાજા કુમારપાલનું પરમાહિતપણું સિદ્ધ કરનારું આ લખાણ કરવાની ફરજ પડી છે. આશા રાખીએ છીએ કે વાચકવૃંદ તત્ત્વને સમજીને જીર્ણોદ્ધારના વિષયનો વિલંબ સહેતુક છે એમ સમજશે.
સં
પૂ
ર્ણ