SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ શ્રી સિદ્ધરાજ (ઓગષ્ટ : ૧૯૩૯) હેમાચાર્ય મહારાજના શુભ ઉપદેશથી વિલાસ થયો છે, તત્ત્વપ્રકાશનો ઉદય જેને, વળી પ્રાણીઓનું રક્ષણ કરવાવાળામાં એક મુકુટસમાન એવા અને ચૌલુક્યમાં ચન્દ્ર સરખો કુમારપાલ રાજા થયો. ઉપર જણાવ્યા પ્રમાણે દેશ, ગામ, અને દેશાન્તર, ગામાન્તર તથા નગરાન્તરથી હિંસાનો નિષેધ સર્વપ્રકારે કરનાર એવો મહારાજા કુમારપાલ પરમ જૈનપણાથી શોભે તેમાં આશ્ચર્ય શું ? દયામય જીવન ગાળનાર રાજાને બોકડામારૂ એવા યજ્ઞ કરનારાઓની બાંહે ચઢેલા મુન્શી જેવાં બ્રાહ્મણવર્ગના મનુષ્યો શૈવધર્મી જણાવીને જે હિંસાપ્રિયપણું જણાવે તે સજજન પુરૂષોને તો સર્વથા અસહ્ય જ હોય ? मोहपराजयं पत्रं ३ पद्मासन कुमारपालनृपतिर्जज्ञे स चन्द्रान्वयी, जैन धर्ममवाप्य पापशमनं श्री हेमचन्द्राद्गुरोः । निर्वीराधनमुज्झता विदधता यूतादिनिर्वासन, येनैकेन भटेन मोहनृपतिर्जिग्ये जगत्कण्टकः ॥ શ્રી હેમચંદ્રગુરૂની પાસેથી પાપને શમન કરનાર એવા જૈનધર્મને પામીને ચંદ્રવંશીય અને લક્ષ્મીના સ્થાનરૂપ એવા તે કુમારપાલ મહારાજા વળી અધણીયાતી અને અપુત્રયાતી સ્ત્રીના ધનને ત્યાગ કરતા તથા ધૂત વગેરેને દેશવટો દેવાનું ધારણ કરતા એવા તેમણે જે એકભટવડે જગતને કાંટા સરખો એવો મોહરાજા જીતાયો. ઉપરના શ્લોકથી ખ્યાલ આવશે કે જૈનધર્મ પ્રત્યે કુમારપાલની કેવી અચળશ્રદ્ધા હશે કે જેથી તેણે ઘૂતાદિનો ત્યાગ કર્યો. __ सूत्रधारः-(श्रुत्वा सप्रमोदं) अये ! कथमुपक्रान्तमेव कुशीलवै: ? यदियं निस्तन्द्र - चन्द्रम:किरणधोरणीधवलितधरातलस्य लब्धप्रसरशिशिरवैरिविजयावर्जितोर्जितकीर्ते: ऋतुचक्रवर्तिनोऽवाख्याजे नै दंयुगीनजैनसङ्घमध्यमूर्द्ध न्यश्रीमहेमचन्द्रगुरुपादप्रसादप्रादुर्भूतप्रबोधस्य जनितजगद्मोहमोहरिपुराजपराजयप्ररोहदसपत्नवीरव्रतस्य सकलमहीपालमौलिलीलालालितशासनस्य स्वामिनः श्रीमत्कुमारपालदेवस्य प्रावेशिकी ध्रुवा । तदेहयावामप्यनन्तकरणीयाय सज्जी भवावः । અરે ! એ રીતે કુશીલવોએ કેવી રીતે ઉપકાન્ત કર્યું ? જે આ તન્દ્રાથી રહિત એવા ચંદ્રમાના કિરણોની શ્રેણિથી ઉજજવળ કર્યું છે પૃથ્વીતલ જેણે, અને ફેલાયેલ ઠંડી ઋતુનો શત્રુ એવો તથા સૂર્યના વિજયથી ઉપાર્જિત છે મોટી કીર્તિ જેણે એવા અને ઋતુના સમુદાયમાં ચક્રવર્તી એવા વસન્તઋતુના અવતારના બહાનાએ આ વર્તમાન કાળના જૈનસંઘની મધ્યમાં અગ્રેસર તથા શ્રી હેમચંદ્ર ગુરૂમહારાજના ચરણકમળની મહેરબાનીથી ઉત્પન્ન થયો છે. પ્રબોધ જેને તથા જગતના દ્રોહને ઉત્પન્ન કરનાર મોહરૂપીરાજાના પરાજયથી ઉગતું અસાધારણવીરવ્રત છે જેનું તથા સમગ્ર રાજાઓના મુકુટોની કાંતિએ લલિત છે શાસન જેમનું એવા સ્વામી કુમારપાલદેવની નિશ્ચયે પ્રાવેશિકી છે. તેથી તું આવ, આપણે બન્ને પછીના કાર્યને માટે તૈયાર થઇએ. ઉપરના પાઠથી શ્રીકુમારપાલ મહારાજા ગુરૂહેમચંદ્રાચાર્ય પાસેથી પ્રતિબોધ પામ્યા હતા અને જૈનધર્માનુરાગી હતા તે સિદ્ધ થાય છે.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy