________________
છે
શ્રી સિદ્ધચક્ર છે
(ઓગષ્ટ : ૧૯૩૯)
ઉપકારમાં પ્રાણ રક્ષા કરી એ શ્રેષ્ઠ છે અને સદ્ધર્મ નો બોધ કર્યો એ તેના ઉપર પણ છોડ્યું છે. નિરંતર આપના ચરણને અક્ષતચંદ્રના કિરણામૃત જેવા નીરથી પખાલીને અને ગોશીર્ષથી વિલોપન કરી ઉત્તમ સુગંધમય પુષ્પોથી પૂજી મસ્તકે ધારણ કરે તો પણ આપના ઉપકારના પ્રાગુભારથી હલકો થાઉં તેમ નથી.”એ પ્રમાણે વાણી માર્ગે પ્રદર્શિત કરેલી કૃતજ્ઞતાથી ખુશી થઇ ગુરૂમહારાજે ઉપદેશના વ્યાજથી રાજાની સ્તુતિ કરી
હિંસા કરનારી દેવીની પાસે પણ અઢારે દેશની અમારી પડહા સંબંધી રક્ષા કરાવનાર એવા આ મહારાજા કુમારપાળમાં જૈનત્વનો સંદેહ હોય જ કેમ?
क्षुद्राः सन्ति सहस्त्रशः स्वभरणव्यापारमात्रोद्यताः, स्वार्थो यस्य परार्थ एव स पुमानेक: सतामग्रणी: । दुष्पूरोदरपूरणाय पिबति श्रोत:पतिं वाडवो, जीमूतस्तु निदाद्यसंभृतजगत्संतापविच्छित्तये ॥१॥ शूराः सन्ति सहस्त्रशः प्रतिपदं विद्याविदोऽनेकशः, सन्ति श्रीपतयो निरस्तधनदास्तेऽपि क्षितौ भूरिश: । किन्त्वाकर्ण्य निरीक्ष्य चान्यमनुजं दुःखादितं यन्मनस्तादूप्यं प्रतिपद्यते जगति ते सत्पुरुषाः पञ्चषाः ॥२॥ राजन् ! अस्मद्वाक्येन सर्वतोऽमारिकुर्वता त्वया । कृत एव सर्वोपक्रियाणां निष्क्रय: ॥१॥ कष्टे त्वमीदशेऽप्यत्र, भ्रष्टोऽर्हच्छासनान्न चेत् । तवास्तां तर्हि परमार्हतेति बिरुदं नृप ! ॥२॥ एवं श्रीगुरुदत्तं परमार्हतबिरुदं देवैरपि दुर्लभं प्राप्य प्रमुदित: कृतार्थं मन्यमानः स्वसौधमलञ्चकार । जातः पारणोत्सवः, ज्ञातश्च परतीर्थिकैर्देवताकृतव्यतिकर: । हृष्टाः सज्जनाः, परिम्लाना द्विजातयः । किं बहुना ?–महोत्सवमयं सौख्यमयं विश्वत्रयं तदासर्वमासीद्दसीमोद्यज्जिनधर्मમહોમમ્ શી
પોતાનું ઉદર ભરવામાં ઉદ્યમ કરનાર ક્ષુદ્ર પુરૂષો હજારો પડ્યા છે, પણ પરાર્થ એ જ જેનો સ્વાર્થ છે એવા સપુરૂષોમાં અગ્રણી તું એક જ પુરૂષ છે. વડવાગ્નિ દૂષ્પર એવા ઉદરને પૂરવા સારું સમુદ્રનું પાન કરે છે અને મેઘ તાપથી તપેલા જગતના સંતાપને મટાડવા સારુ વૃષ્ટિ કરે છે. શૂરવીરો ઠેરઠેર હજારો મળી આવે છે, વિદ્યા જાણનારા અનેક નજરે પડે છે અને ધનદ (કુબેર)નો તિરસ્કાર કરનારા ધનાઢયો પણ ઘણા પડેલા છે. પણ પરજીવને દુઃખાર્ત જોઈ અથવા સાંભળી તદ્રુપ થઈ જનારા વિરલા જ પાંચ કે છ મળી આવે છે. અમારા વચનથી સર્વત્ર અહિંસા પ્રવર્તાવી તમે અમારા સર્વ ઉપકારનો બદલો વાળ્યો છે. આવા ઘોરસંકટ વખતે પણ તમે અહિતના શાસનથી ભ્રષ્ટ ન થયા માટે હું આજથી તમને “પરમાઈત એવું બિરૂદ આપું છું. રાજાએ એ બિરૂદ મળવાથી પોતાને કૃતાર્થ માની આનંદભર મહેલમાં આવી પારણોત્સવ કર્યો. પરદર્શનીઓને એ વાતની ખબર થઈ એટલે તેમનામાંના સજજનો ખુશી થયા અને બ્રાહ્મણો ફિક્કા પડ્યા. વધારે શું? તે સમયે જગતુત્રય મહોત્સવમય સૌખ્યમય અને ઉદ્યોત પામતા જૈનધર્મના તેજોમય થઈ ગયું.
ઉપર જણાવેલ પરમહંતપદની પ્રાપ્તિનો હેતુ સમજનાર જો મનુષ્ય હોય તો જરૂર મહારાજા કુમારપાળના જૈનત્વને માનવામાં આનાકાની કરે નહિ.