________________
ન કરી શ્રી સિદ્ધારક
(ઓગષ્ટ ૧૯૩૯) अथिरेण थिरो समलेण निम्मलो परवसेण साहीणो । देहेण जड़ विढप्पइ धम्मो ता किं न पज्जत्तं? ॥२॥ तथा-आराधितो जिनो देवो, हेमसूरिर्गुरुर्नतः । निर्मितश दयाधर्मो, न्यूनमद्यापि किं मम ? ॥३॥ श्वासश्चपलवृत्तिः स्याद्, जीवितं च तदात्मकम् । तत्कृतेऽहं कथं मुञ्चे, स्थिरां मोक्षकरां कृपाम्? ॥४॥ मरणात् पापी बिभेति, न पुण्यवान् । यत:“अहियं मरणं अहियं, च जीवियं पावकम्मकारीणं । तमसंमिपडंतिमया, वेरं वद्वृति जीवंता ॥१॥"
ततस्त्वरस्व, कुरु चितां चन्दनै; रात्रिर्गुप्तकर्मकामघुक् इत्युक्तोमन्त्री राजानंप्राह पुनः-राजन् ! एकश: श्रीगुरवः पृच्छयन्ते, गुर्वादेशवशंवदानां गुरुरेव प्रमाणं इत्युक्त्वा राजानमाश्वास्य गतः श्रीहेमचन्द्रसूरिपार्श्वे निवेदितश्च सर्वोऽपि व्यतिकरः । श्रुत्वा चैतत् सूरिः प्राह-मन्त्रिन् ! कृतं मृत्युवार्त्तयाऽपि, आनय शीघ्रभुष्णोदकं, येन सूरिमन्त्रेणाभिमन्त्र्य ददामि । तदानीते तथैव कृत्वाऽर्पितं पयः । मन्त्री गतो नृपपार्श्वे, दर्शितं गुरुप्रसादीकृतं पयः । राजाऽपि मूर्त श्रीगुरुप्रसादमिव मन्यमानस्तत्पयः पपौ, शरीरं छण्टितम्, तेन च पीतमात्रेण सिद्धरसेनेव राज्ञो देहो देदीप्यमानकान्तिमय: सकलकल्याणमयश्च जज्ञे । महान् हर्षस्ततो राज्ञो, मन्त्रिणोऽप्यजनि क्षणात् । वपुर्वीक्ष्याधिकज्योतिः, पूर्वतोऽपि जलात्ततः ॥१॥ वाचामगोचरः सूरेः, प्रभावो जगदद्भुतः । ईहक्षमपि यः कष्टं, धन्वन्तरिरिवाहरत् ॥२॥ अहो ! गुरोर्मयि महती कृपालुता, निस्सीमः श्रीजैनमन्त्राणां महिमा ॥
જો અસ્થિર મલીન અને પરવશ એવા દેહને અર્પણ કરવાથી સ્થિર નિર્મળ અને સ્વાધીન એવો ધર્મ રહેતો હોય તો તેમ શા માટે ન કરવું?.મેં શ્રીજીનેશ્વર દેવનું આરાધન કર્યું છે, હેમચંદ્રસૂરિને વંદન કર્યું છે અને દયામયધર્મનું નિર્માણ કર્યું છે, હવે મને શેની ન્યૂનતા રહી છે? જેના ઉપર જીવિતનો આધાર છે તે શ્વાસ જયારે ચપળવૃત્તિવાળો છે ત્યારે તેને માટે હું મોક્ષદાયક અને સ્થિર એવી દયાનો કેમ ત્યાગ કરું ? મરણથી પાપીઓને બીવાનું છે. પુણ્યવંતને કંઈ બીવાનું નથી. માટે ત્વરાથી ચંદનની ચિતા તૈયાર કરાવ, “આવા ગુપ્ત કાર્યને સારું રાત્રિ એ કામધેનું છે. મંત્રીએ જવાબ દીધો કે. “મહારાજ ! હું એક વખત ગુરૂજીને પૂછી આવું. કારણ કે ગુરૂપદેશને આધીન એવા પુરૂષોને ગુરૂ જ પ્રમાણભૂત છે.' એવી રીતે દિલાસો આપી મંત્રીએ હેમસૂરિ પાસે આવી સર્વ બનાવ નિવેદન કર્યો. એટલે સૂરિ બોલ્યા કે. ગભરાશો નહિ, વાત કરતામાં હું પ્રસંગનું નિવારણ કરી નાંખીશ. તમે
જલદીથી ઉષ્ણ પાણી આણો એટલે હું તેને સૂરિ મંત્રથી મંત્રી આપું ” મંત્રીએ આદેશ પ્રમાણે પાણી આપ્યું અને ગુરૂએ તે પ્રસારિત કરી આપ્યું. પછી મંત્રી રાજા પાસે લઈ ગયો અને રાજાએ તે સિદ્ધજલનું થોડું પાન કરી શરીરે લગાડયું, તેથી તેનું શરીર દેદીપ્યમાન કાંતિથી શોભિત અને સર્વપ્રકારે કલ્યાણમય થયું. એ પ્રમાણે પ્રથમ કરતાં પણ અધિક તેજસ્વી શરીર જોઈ રાજા તથા મંત્રીને ઘણો હર્ષ થયો. રાજા બોલ્યો કે, “ધવંતરીની પેઠે જેણે આવા કષ્ટનું પણ હરણ કર્યું તે સૂરિનો પ્રભાવ જગતમાં અદ્દભુત અને વાણીને અગોચર છે. મારા ઉપર એમની કેટલી કૃપા છે? જૈનમંત્રોના પ્રભાવની સીમા નથી.”