________________
(ઓગષ્ટ : ૧૯૩૯)
થી સિદ્ધચક तृणयिष्यामि वहौ, इति भूपोक्तिं श्रुत्वा मन्त्री प्राह. हे श्रीचौलुक्यावतंस ! स्वयि जीवति राजन्वतीयं वसुमती, सर्वोपायैस्तु स्वामिरक्षैव कार्या । यत:“जेण कुलं आयत्तं तं पुरिसं आयरेण रकिखज्जा । नहि तुंबंभि विणढे अरगा साहारणा हुति ॥१॥ “शरीरमाद्यं खलु धर्मसाधनम्" ___ “यस्मिन् सर्वजनीनपीनमहिमा धर्मः प्रतिष्ठां गतो, यस्मिंश्चिन्तितवस्तुसिद्धिसुखदः सोऽर्थं समर्थः स्थितः । यस्मिन् काममहोदयौ शमरसैकाकानन्तशर्मोदयौ, सोऽयं सर्वगुणालयो विजयते पिण्डः
રણો પિયાર્ શા” ___अत: स्वामिन् ! स्वात्मरक्षायै पशवो दीयन्ते देवीभ्यः, इति मन्त्रिवचः श्रुत्वा निःसत्त्वो वणिग् भक्तिग्रथिलो भक्तिवचांसि भाषते इत्यादि वदतिस्म राजा ॥ शृणु
भवे भवे भवेद्देहो, भविनां भवकारणम् । न पुन: सर्ववित्प्रोक्तं, मुक्तिकारि कृपाव्रतम् ॥१॥
પછી કુમારપાલે પોતાના ઉદયનમંત્રીને બોલાવી દેવીનો ઉપસર્ગ નિવેદન કરી શરીર દેખાડયું. તે જોયા બરોબર મંત્રીના હૃદયમાં વજનાઘાતની માફક શલ્ય પડયું. રાજા બોલ્યો કે-“મંત્રીજી! મને કુષ્ટાદિનું દુઃખ નથી, પણ મારે લીધે શ્રીજૈનધર્મને કલંક લાગશે તેની મોટી ચિંતા છે. કારણ કે પરતીર્થીઓને આ બનાવની ખબર પડતાં વાતો કરવા લાગશે કે, જૈનધર્મનું ફળ રાજાને અહિ જ મળ્યું. માટે જે કોઈ પોતાનો કુળક્રમાગત ધર્મ છોડી અન્યધર્મ ગ્રહણ કરશે તે કુમારપાલની પેઠે આજ ભવમાં કોઢીયો થશે. બ્રાહ્મણો પણ કહેશે કે અમારા સૂર્ય વિગેરે દેવની ઉપાસનાથી કુષ્ટાદિ રોગો મટે છે અને તીર્થંકરની સેવાથી ઉલટો થાય છે, એમ બોલતા ધર્મનિંદા કરશે. મારાથી આ સર્વ સહન નહિ થાય, માટે હું તો કોઇ ન જાણે તેમ રાત્રે બહાર નીકળી અગ્નિમાં બળી મરીશ.”એ પ્રકારે રાજાનું બોલવું સાંભળી મંત્રી બોલ્યો. “મહારાજ ! આપ ચૌલુક્યવંશના મુકુટમણિ વિદ્યમાન છો તો આ પૃથ્વી પણ રાજાવાળી કહેવાય છે. દરેક પ્રકારે સ્વામીનું રક્ષણ કરવું એ અમારી ફરજ છે. જેનાથી કુળ વિસ્તાર પામતું હોય તેનું આદર પૂર્વક રક્ષણ કરવું જોઇએ, કારણ કે તુંબ એટલે ધરી તૂટ્યા પછી ગાડાના આરા કામ કરતા નથી. શરીર એ જ પહેલું ધર્મનું સાધન કહેલું છે, માટે તે જયવંતો રહો. તેનામાં જ પ્રબળ મહિમાવાળો ધર્મ પ્રતિષ્ઠા પામે છે, ચિંતિત વસ્તુની સિદ્ધિ અને સુખ આપનાર અર્થ જે સમર્થ તે પણ તેમાં રહે છે અને કામ તથા મહોદય શમરસૈકતા તથા એકાંતે અનંતસુખ ઉદયને પામે છે. તે જ સર્વ ગુણનું આલય અને બુદ્ધિયોનો કરંડિયો છે માટે પિંડરૂપ આત્મરક્ષા સારું દેવીઓને પશુ અર્પણ કરવા.”મંત્રીનાં આવાં નિર્માલ્ય વચન સાંભળી રાજા બોલ્યો. “હે નિઃસત્ત્વ વણિક ! તું ભગત થઈ આ કેવાં ઘેલાં વચન કાઢે છે? સાંભળ-ભવ્યજીવોને ભવનું કારણ જે દેહ તે ભવો ભવ મળે છે, પણ સર્વજ્ઞોકત યુક્તિદાયક દયાવ્રત મળવું મુશ્કેલ છે.
ધર્મપરાયણ એવા ઉદયનપ્રધાનના દક્ષિણ્યતાવાળાં વાક્યોથી ચકિત થનાર મહારાજા કુમારપાળનાં ઉપર જણાવેલાં વાક્યો વાંચી કયો મનુષ્ય કુમારપાળ મહારાજાના જૈનત્વની પ્રશંસા કર્યા સિવાય રહી શકે ?