________________
૪૮છે
શ્રી સિદ્ધચક્ર
(ઓગષ્ટ : ૧૯૩૯) “सबो पुबकयाणं कम्माणं पावए फल विवागं । अवराहेसु गुणेसु य निमित्तमित्तं परो होइ ॥१॥"
આઠમને દિવસે બકરાં તથા પાડા વેચતાં આવેલાં દ્રવ્યથી દેવીઓને કર્પરાદિનો ભોગ આપવામાં આવ્યો. દશમને દિવસે રાજા ઉપવાસ કરી રાત્રે પોતાનાં આવાસમાં શ્રીજીનેશ્વરનું એક ધ્યાન લગાવી સુખે બેઠો હતો. તેવામાં કંટેશ્વરી દેવી હાથમાં ત્રિશૂલ લઈ ત્યાં આવી બોલી કે –“હે ચૌલુક્ય ! હું તારી કુળદેવી કંટેશ્વરી છું. તારા પૂર્વજો મને પરાપૂર્વથી બલિ આપતા આવેલા છે, તેની તું કેમ ના પાડે છે? તારે પ્રાણાંતે પણ કુળદેવીનું અને કુળાચારનું ઉલ્લઘંન ન કરવું.”
આ સાંભળી રાજા બોલ્યો, “હે વિશ્વનું કલ્યાણ કરનારી કુળદેવી, સત્ય દયામય ધર્મનો મર્મ હવે મારા જાણવામાં સારી રીતે આવ્યો છે. તેથી હું જીવ વધ કરતો નથી. ધર્મનાં તત્વો સમજયા વગર મારા પૂર્વજોએ ખે મેં પૂર્વે જે જીવવધ કર્યો છે તેને માટે મારા અંતરાત્મામાં ઘણો સંતાપ થાય છે. એક ઘાથી સો ઘા, એક મરણથી સો મરણ અને એક આળથી સો આળ સહન કરવો પડે છે પશુના ગાત્રમાં જેટલાં રોમ હોય છે તેટલાં હજાર વર્ષ પશુઘાતકો બીજા ભવોમાં પકાવાય છે. “ઇત્યાદિ નિઃસંદેહ અનેક વાક્યોથી પરિપૂર્ણ શાસ્ત્રોનું અવલોકન કરનાર હું જીવ હિંસા કેમ કરૂં? હે દેવી ! આપને પણ જીવહિંસા કરવી યોગ્ય નથી. કારણ કે દેવતાઓ દયાથી પ્રસન્ન થાય છે,” એવી લોકોમાં તથા શાસ્ત્રોમાં પ્રસિદ્ધિ છે. જો આપ મારાં ખરાં કુળદેવી હો તો મને જીવદયાના કાર્યમાં સહાય કરો, અને ઉચિત એવો કપૂરાદિનો ભોગ મેં અપર્ણ કર્યો છે. કૃમિભક્ષ્ય એવું માંસ આપને યોગ્ય નથી. માંસ જીવવધ વિના થતું નથી. અને હું તે કરતો નથી, માટે મેં આપેલા ભોગથી જ આપ સંતુષ્ટ થાવ.” આવી રીતે રાજા બોલતો હતો તેવામાં દેવી એકાએક ગુસ્સે થઇ અને મસ્તકમાં ત્રિશૂળ મારી અંતર્ભત થઇ ગઇ. તે દિવ્યવાથી રાજાનું સર્વ શરીર એક ક્ષણમાં કુષ્ટાદિ દુર રોગથી ગ્રસ્ત થયું, તે જોઈ તેને સંસાર તથા શરીર ઉપર વૈરાગ્ય આવ્યો, પણ અરિહંતના ધર્મ ઉપર જરા પણ વૈરાગ્ય ન આવ્યો, “કૃતકર્મ અવશ્ય ભોગવવાં પડે છે' એવું ચિંતવન કરી તે મહર્ષિએ કુળદેવી પ્રતિ પણ દ્વેષ ધારણ ન કર્યો. પ્રાણીઓ પૂર્વકૃત કર્મનો વિપાક ભોગવે છે. અપરાધ અને ગુણમાં બીજા તો માત્ર નિમિત્તરૂપ છે.
કુષ્ઠ જેવા ઉપદ્રવની વખતે પણ બ્રાહ્મણોએ રોપેલી અને જગા જગા પર ખોટા વહેમોથી ઉછરેલી એવી હિંસાને સર્વથા છોડનાર એવો મહારાજા કુમારપાલ બ્રાહ્મણઆચારની વિરૂદ્ધ એવા જૈનત્વને ધારણ કરવામાં નિશ્ચલતા રાખતા હતા એવું ઉપરનું લખાણ સમજનાર કઈ વ્યકિત તેમના જૈનતત્વને નહિ સ્વીકારે ?
अथोदयनमन्त्रिणमाकार्य देवीव्यतिकरं प्राह स्वदेहं चादर्शयत् । तद्दर्शनादेव वजाहत इव मन्त्रीहुदि शल्यितो जज्ञे । राजाऽऽह, मन्त्रिन् ! न मे कुष्ठादि बाधते, किन्तु मद्धेतुकं जैनधर्मे लाञ्छनं नवम् । यतः परतीर्थिका एतज्झात्वा वदिष्यन्ति-अहो ! जिनधर्मफलं राजेंइहैव जातम् अन्योऽपि कोऽपि यः स्वकु लक्रमागतं धर्मं त्यक्त्वाऽपरं धर्मं करिष्यति स कुमारपालभूपवत्कष्टपात्रमत्रापि जायते. ब्राहाणा अपि अस्मद्देवसूर्यादिसेवया कुष्ठादि सर्व विलीयते, जैनसे-वया त प्रादुःष्यात् इत्यादि वदन्तो धर्मनिन्दां विधास्यन्ति । ततो यावकोऽपि न वेत्ति तावत् द्रात्रावेव बहिरात्मानं