________________
શ્રી સિદ્ધચક
(ઓગષ્ટ : ૧૯૩૯) ઓં સર્વ પ્રસિદ્ધ દષ્ટાન્તોથી ઘૂતાદિને હિંસાનું કારણ અને અનર્થનું મૂળ જાણી કુમારપાળે પોતાના રાજયની અંદર સર્વ જાતિઓમાં તે વ્યસનોનો નિષેધ કરાવ્યો. વધારેમાં તેમનાં પુરૂષાકારમાં માટોડીનાં પૂતળાં બનાવી મોઢે મેષ ચોપડી ગધેડા ઉપર બેસાડ્યાં અને પછી આગળ ઢોલ વગડાવી યષ્ટિમુષ્ટિ આદિના પ્રહારથી અનેક વિડંબનાઓ કરાતાં ચૌરાશી ચૌટે ફેરવી પાટણમાંથી અને પોતાના બીજા દેશોમાંથી કાઢી મૂકાવ્યાં. . ઉપરના પ્રથંમાં સમગ્ર જીવોની દયા પ્રવર્તાવવાને અંગે જે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની અધિકતા જણાવી છે તે મહારાજા કુમારપાળે જૈનત્વની ઉત્કૃષ્ટતાને લીધે કરેલી જીવદયાને જ આભારી છે, તેમજ સાતે વ્યસનોનો કરેલો દેશનિકાલ મહારાજા કુમારપાળના હૃદયમાં ઝળકતી જૈનત્વની જયોતિને જ જણાવનાર છે.
एवं निरपायो जन्तुरक्षा कारयित्वा श्रीगुरोरग्रे धर्मं श्रृण्वन् सुखानन्दाभृतोपशान्तपापतापो यावदास्ते तावन्नवरात्रेषु प्राप्तेषु देवतार्चका आगत्य भूपमेवं व्यजिज्ञपन्,-हे श्रीचौलुकयचन्द्र ! कण्टेश्वर्यादिकुलदेवतानां बलिपूजार्थं सप्तम्यष्टमीनवमीदिनेषु यथाक्रमं सप्ताष्टनवशताजमहिषा दीयन्ताम्, नो चेद्देवता विजकारिण्यो भवन्ति । राजैतदाकर्ण्य किं कार्यमधुना इति गुरुं पप्रच्छ । श्रीहेमसूरि:-राजन् ! देवंता जीवान्नघ्नन्ति, मांस च ना नन्ति, अमृताहारित्वात् तेषामिति जैनेन्द्रं वचः प्रमाणमेव,। परं के लोकीलत्वेन काश्चिदुष्टदेवता जीवान् मार्यमाणान् दृष्टवा तुष्यन्ति परमाधार्मिकवत् । एते देवार्चका एव देवीपूजाव्याजादिना मांसभक्षणलम्पटा जीवान् मारयन्तीति । देवताभ्यो जीवन्त एवाजमहिषा दीयन्ते रक्षापुरुषाश्च मुच्यन्ते, तत्र यदि रात्रौ देवता गुहान्ति तदा तथाऽस्तु, नो चेत्तर्हि प्रातस्तेषां विक्रयद्रव्येण भोगः क्रियते देवतानामिति गुरुवचोऽमृतैरज्जीवित्रकृपाजीवितश्रीकुमारभूपस्तथा चकार । प्रातर्जीवतः पशुन् विलोक्य हष्टो भूपः । हक्किता देवार्चकाः ! रे दुष्टाः! ज्ञाता मया यूयमेव मांसलोलुपा जीवहिंसां कारयथ । संप्रति यथावज्झातश्रीजिनवचनः कथं ब्राहाणराक्षसैर्भक्षणीयः?। इयन्ति दिनानि मुधैव जीववधादि-पापानि कारित: । ततोऽजमहिषद्रव्यै देवीनां कर्पूरादिमहाभोगः सप्तम्यां कारितः ॥
એ પ્રમાણે નિર્દોષ એવી જીવરક્ષા કરાવી શ્રીગુરૂપાસે નિરંતર ધર્મોપદેશ સાંભળવાથી પાપતાપને ઉપશાંત કરી કુમારપાળ સુખાનંદરૂપ અમૃતનું પાન કરવા લાગ્યો. તેવામાં નવરાત્રના દિવસો આવ્યા, તેથી દેવીઓના પૂજારીઓએ આવી વિનંતિ કરી કે “મહારાજ! કટેશ્વર્યાદિ દેવીઓની સાતમાં આઠમ અને નવમીના દહાડાની બળિપૂજા સારૂ સાત, આઠ અને નવ બકરા તથા પાડા આપો, નહિ તો દેવીઓ આપને વિજ્ઞ કરશે.” રાજાએ તે સાંભળી ગુરૂ પાસે જઈ પૂછયું - કે, “હવે કેમ કરવું?"ગુરૂ બોલ્યા. ““રાજેન્દ્ર દેવતાઓને અમૃતનો આહાર હોય છે. તેઓ પ્રાણીનો વધ કરતા નથી, તેમ માંસ પણ ખાતા નથી, એવું શ્રીજીનેશ્વર ભગવાનનું વચન પ્રમાણભૂત છે, પરંતુ આ કલિકાલના દોષથી કેટલાક પરમાધાર્મિકની માફક દુષ્ટ દેવતાઓ પ્રાણીઓને મરતાં જોઈ ઘણો સંતોષ