________________
ઓગષ્ટ : ૧૯૩૯
શ્રી સિદ્ધયક દંડ લઈ ચૂકાવસતિ નામનું મંદિર બંધાવનાર મહારાજા કુમારપાલ હતા એ જાણીને કયો મનુષ્ય તેમનું જૈનત્વ ન માને ?
अमारिकरणं तस्य, वर्ण्यते किमतः परम् ?। द्यूतेऽपि कोऽपि यन्नोचे, मारिरित्यक्षरद्वयम् ॥३॥ व्याधान् वीक्ष्य विहारिणः शिशुमृगाः स्वोक्त्या पितृभूचिरे, यामः सान्द्रलतान्तरेष्विह न चेदेते हनिष्यन्ति नः । ते तान् प्रत्यवदन् बिभीत किमितो ? वत्सा: ! सुखं तिष्ठत, श्री चौलुक्यभिया निरीक्षितुमपि प्रौढा न युष्मानमी ॥४॥ आकल्पं भगवानसौ बिजयतां श्री हेमसूरिप्रभुर्य द्वाक्यै विहितोद्यमे नरपतौ हिंसां समुच्छिन्दति । शङ्के शङ्करवल्लभाऽपि महिषप्राणोपसंग्राहिणी, संत्रासाकुलचित्तवृत्तिविधुरा धत्ते तनौ तानवम् ॥५॥ कलाकलापैः स्तुमहे महेन्द्र, श्रीहेमचन्द्रं नुमहे न चन्द्रम् । ररक्ष दक्षः प्रथमः समग्रान्, मृगान् यदन्यो मृगमेकमेव ॥६॥ तद्यथा-द्यूतं च मांसं च सुरा च वेश्या, पापर्द्धि चौर्यं परदारसेवा । एतानि सप्त व्यसनानि लोके, घोरातिघोरं नरकं नयन्ति ॥१॥ द्यूताद्राज्यविनाशनं नलनृपः प्राप्तोऽथवा पाण्डवाः, मद्यात्कृष्णनृपश्च राघवपिता पापर्धितो दूषितः । मांसाच्छेणिकभूपतिश्च नरके चौर्यादिनष्टा न के ?, वेश्यात: कृतपुण्यको गतघनोऽन्यस्त्रीमृतो रावणः ॥२॥” इत्थं ह्यनर्थ हेतुत्वाद, द्यूतादीन्यपि भूपतिः । हिंसायाः कारणानीति, निषिध्य निखिले जने ॥१॥
पटहोद्घोषणापूर्व मृन्मयाणि नृरुपाणि मषीलिप्रमुखानि सप्तापि व्यसनानि रासभमारोप्य काहलादिवादनादिना चतुरशीतिचतुष्पथभ मणयष्टिमुष्ट्यादिहननाद्यने क विडम्बनापूर्व पत्तनान्निजान्यदेशाच्चनिरवासयत् ॥
તે રાજર્ષિના અમારી પ્રવર્તનનું વર્ણન આથી વધારે શું કરીએ ? સોગઠાબાજી વિગેરે જાગટાની રમતોમાં પણ કોઈ “માર’ એ પ્રકારે શબ્દ બોલી શકતું નહિં. મોજમાં ફરતાં હરણનાં બચ્ચાં પણ જ્યારે પારધીઓને દેખી પોતાની ભાષામાં પોતાનાં માબાપને કહેતાં કે “ચાલો આપણે આ ઘાડી ઝાડીમાં વૃક્ષો નીચે સંતાઈ જઈએ, નહિ તો પેલા પારધીઓ મારી નાખશે' ત્યારે તેઓ પ્રત્યુત્તર આપતાં કે “વત્સો' બીઓ છો કેમ ? સુખે ઉભા રહો. શ્રીચૌલુક્યમહારાજના ભયથી તમારા સામું જોવાને પણ તેઓ સમર્થ નથી; જેમના પવિત્રવચન ઉપર શ્રદ્ધા રાખી શ્રી કુમારપાળ મહારાજ હિંસાનું સમુચ્છેદન કરે છે તે શ્રી હેમસૂરિમહારાજ જયવંતા વર્તો. એમ ધારીએ છીએ કે મહિષના પ્રાણ લેનારી શંકરની સ્ત્રી ભવાની પણ તેમના ત્રાસથી વ્યાકુલ થઇ શરીરમાં ક્ષીણતા પામતી થઈ આપણે કળાસમૂહે કરીને યુક્ત મહેંદ્ર શ્રી હેમચંદ્રની સ્તુતિ કરીશું, ચંદ્રની નહિ કરીએ. કારણ કે શ્રી હેમચંદ્ર સર્વ મૃગોનું રક્ષણ કરવામાં દક્ષ છે, અને ચંદ્રમા તો એકજ મૃગનું રક્ષણ કરે છે. “ધૂત, માંસ, મદ્ય, વેશ્યા, શિકાર ચોરી અને પરસ્ત્રી એ સાત વ્યસનો લોકોને અતિઘોર નરકમાં લઈ જાય છે. ધૃતથી નલ અને પાંડવોનું રાજ્ય ગયું. માંસથી શ્રેણિકરાજા નરકગતિએ ગયો. મુઘથી શ્રીકૃષ્ણની રાજધાની દગ્ધ થઈ. વેશ્યાથી પુણ્યવાન જીવો નિર્ધનતાને પ્રાપ્ત થયા. મૃગયાથી રાઘવ પિતા દૂષિત ગણાયો, ચોરીથી ઘણા પુરૂષો હેરાન થઈ ગયા. અને પરસ્ત્રીથી રાવણે રાજય ગુમાવ્યું”