SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ થી સિસક છે (ઓગષ્ટ : ૧૯૩૯ નિવારણ કરાવ્યું, પ્રત્યેક સ્થાન, ગ્રામ, નગર અને દેશમાં અમારી ઘોષણા કરાવી. પાટણના સિંહદ્વારમાં ન્યાયઘંટ બંધાવ્યો. ઉપર જણાવેલી રીતિ પ્રમાણેની જીવદયા જે પરમાહિત મહારાજા કુમારપાલે પ્રવર્તાવી તે તેમના પરમજૈનત્વને જ આભારી છે. एवं प्रवर्त्तमाने जीवरक्षामहोत्सवे श्रीकुमारपालनृपः किं कोऽपि कुत्रापि जन्तून् हिनस्ति न वा ? इति ज्ञातुं विष्वक् प्रच्छन्नचरान् स्वचरान् प्रेषीत् । ते चाजस्त्रं सर्व देशेषु भ्रमन्तो हिंसकान् प्रेक्षमाणाः सपादलक्षदेशे कस्मिंश्चिद् ग्रामे महेश्वरवणिजा वेणिविवरणे भार्य या शिर:- कर्षिता हस्ते मुक्ती यूकामेकां व्यापाद्यमानां दृष्टवन्तः । ततस्तैश्चरैः स श्रेष्ठी यूकासहितः पत्तने नीतो राज्ञोऽग्रे । राजाऽऽह ! रे दुष्टचेष्टित ! किमिदं दुष्कर्म कृतम् ? इत्याह । श्रेष्ठी प्रहि एषा मम मूर्द्धनि मार्ग कृत्वा रक्तं पिबतीत्यन्यायकारित्वाद्वयीपादिन्ता । राजा-अयारे दुष्टवादिन् ! जीवानां स्वस्थितिर्दुस्त्यजा इति जानन्नपि यथैनां हतवांस्तथा ममाज्ञारवण्डनापराधकारी त्वमपि हन्तव्यपक्तिं प्राप्तः । यदि रे ! जन्तुहत्यापातकान्न बिभेषि तर्हि मत्तोऽपि न इति सर्वनगरसमक्षं हक्कितः । मम राज्ये न जीववध इतिकृत्वा गृहसर्वस्वं व्ययीकृत्य यूकाविहारं कारय, यथा तं विहारं दृष्टवाऽतः परं न कोऽपि जीववधमाचरति । एवं नृपाज्ञया महेश्वरश्रेष्ठिना पत्तने यूकापापप्रायश्चित्ते गृहसर्वस्वेन यूकावसतिः कारिता ॥ एवं चरत्सु चौलुक्यचरेषु क्वापि जन्तवः । न गेहेऽपि बहिर्नापि, केनापि बिनिपातिताः ॥१॥ ततः सर्वत्र ववृधे, जन्तुराशिरनेकधा । तीर्थे यथा जिनेन्द्रस्य, चौलुक्यस्य તથા મુવિ રા. એ જીવરક્ષાના મહોત્સવની પ્રવૃતિમાં કોઈ જગાએ કોઇ જીવહિંસા કરે છે કે નહિ તેનો નિશ્ચય કરવા પોતાના ગુપ્ત દૂતોને સર્વ દેશોમાં મોકલ્યા. તેઓ ફરતા ફરતા સપાદલક્ષદેશના કોઇ ગામમાં આવ્યા. ત્યાં મહેશ્વરદત્ત નામનો કોઈ વાણિયો રહેતો હતો તેની સ્ત્રીએ કેશ ઓળતાં માથામાંથી જજૂ કાઢી તેના હાથમાં આપી તેને તે વાણિયાએ મારી નાંખી. આ બનાવ દૂતોએ પ્રત્યક્ષ જોઈ શેઠને પકડી જદૂ સાથે રાજા પાસે આણ્યો. રાજા-“હે દુષ્ટ ! આ તે કેવું કામ કર્યું !”શેઠ-“એ જ મારા માથામાંથી લોહી પીતી હતી તેથી મેં એને અપરાધિની ગણી મારી નાંખી”. રાજા (ગુસ્સે થઈ ધક્કા મરાવી) અરે ! દુષ્ટવાદિ ! જીવો પોતાનો સ્વભાવ ઘણા દુઃખે મૂકી શકે છે એવું જાણતાં છતાં તે એ જૂને મારી નાંખી મારી આજ્ઞાનો ભંગ કર્યો, માટે તું અપરાધિની પંક્તિમાં આવ્યો છે. જો તું જીવહત્યાથી નથી બીન્તો તો હું એમ માનું છું, કે તું મારાથી પણ કંઈક બીક રાખતો નથી, માટે જા તારી સર્વ મિલકત ખર્ચ કરી મૂકાનામનું જિનચૈત્ય બંધાવ, જેને દેખી હવે પછી બીજા સર્વ માણસો જીવહિંસા કરવાનું ભૂલી જાય.” આ પ્રમાણે રાજાની આજ્ઞા થવાથી મહેશ્વરશે કે યૂકાના પ્રાયશ્ચિત્તમાં પાટણ મળે “કાવિહાર બંધાવ્યો. રાજાની એવી સપ્તાઈથી ત્રાસ ખાઈ સર્વજગાએ સર્વ કોઈ ઘરમાં અથવા બહાર જીવહત્યા કરતું બંધ થયું. ત્યાર પછી શ્રીકુમારપાળની ભૂમિમાં શ્રી તીર્થંકરના શાસનની પેઠે સર્વત્ર જીવોની રાશિયો અનેક પ્રકારે વૃદ્ધિ પામવા લાગી, જૂ જેવા નાના જીવની હિંસાને અંગે સર્વસ્વનો
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy