________________
" ઉપે
(ઓગષ્ટ ૧૯૩૯)
શ્રી સિદ્ધયક્ર इति लोकपत्रिकाहस्ताः स्वाप्तजनाः स्वदेशे स्ववशापरमहीशदेशेषु च प्रहिता जीवदयादिनिमित्तम् ॥ तथा-“षत्रिंशदङ्गुलायाम, विंशत्यङ्गुलविस्ततम् । दृढं गलनकं कार्यं, भूयो जीवान् विशोधयेत् ॥१॥" सांख्यशास्त्रे-त्रिंशङ्गुलमानं तु, विंशत्यङ्गुलमायतम् । तद् वस्त्रं द्विगुणीकृत्य, गालयित्वोदकं पिबेत् ॥१॥ तस्मिन् वस्त्रे स्थितान् जन्तूच्,स्थापयेज्जलमध्यतः । एवं कृत्वा पिबेत्तोयं, स याति परमां गतिम् ॥२॥ इति लिङ्गपुराणोक्तविधिना राज्ञो गृहे एकादशशतहस्त्येका-दशलक्षतुरङ्गडशीतिसहस्त्रगवादयो गलितजलं पाय्यन्ते स्म । राजाज्ञया च सर्वत्र स्थाने स्थाने देशे देशे पुरे पुरे ग्रामे ग्रामे चामारिपटहा न्यायघण्टाः श्री चौलुक्येन राजसिंहद्वारे बन्धिताः ॥
“એ રીતે હે કુમારનૃપતિ ! ધર્મનું ખરું જીવિત જે જીવદયા તે સર્વત્ર પ્રતિપાદન કરેલી છે એવું તમારા મનમાં સારી રીતે સમજીને તમે શુદ્ધમનથી પોતે પાળી અને બીજા પાસે તે દયાને પળાવી લોકોત્તરપરાક્રમથી જગતમાં એક શિરોમણિ થાઓ.”
હવે સૂરિના ઉપદેશથી ઉત્સાહ પામી શ્રીચૌલુક્યપતિએ સર્વત્ર દયામય ધર્મ પ્રવર્તાવવાની ઇચ્છા કરી, “ચાર વર્ણમાંથી જે કોઇ પોતાને અથવા બીજાને માટે મૃગછાગ આદિ જીવોને મારશે તે રાજદ્રોહી ગણવામાં આવશે, એવી પાટણ નગર મધ્યે ઉદ્ઘોષણા કરાવી. પારધી, ખાટકી, માછી મારો અને કલાલ વિગેરે હિંસક ધંધા કરનારના પટ્ટા ફાડી નાંખી તેમનું દ્રવ્ય પાપનું મૂળ છે એમ જાણી તેમની પાસે કર લેવાનું બંધ કર્યું અને તેવા લોકો ઉપર શક્તિ બહુમાન વિગેરે ઉપાયો વાપરી પાપરહિત દયામયવૃત્તિથી તેમનો નિર્વાહ ચાલે એવી યોજનાઓ કરી નાંખી. મનુષ્યો અને પશુએ ગાળેલું પાણી પીએ એવી આજ્ઞા કરી, પ્રત્યેક જળાશયો ઉપર પોતાનાં માણસો મૂક્યાં અને પોતાના અગીયારસો હાથી, અગીયાર લાખ ઘોડા તથા એસીહજાર ગાયો વિગેરેને પણ ગાળેલું પાણી પાવાને માટે હુકમ કર્યો, સાંખ્યશાસ્ત્રમાં કહેવું છે કે, “છત્રીસ આગળ લાંબા અને વીશ આંગળ પહોળા ગળણા વડે સારી રીતે જીવોનું રક્ષણ કરવું.' લિંગપુરાણમાં પણ લખેલું છે કે, “ત્રીશ આંગળ પહોળા અને વીસ આંગળ લાંબા એવડા વસ્ત્રથી પાણી ગાળીને વાપરે અને વસ્ત્રમાં રહેલાં જંતુઓને શેષ રાખેલા જળમાં અથવા જળાશયમાં સ્થાપન કરે તે પરમગતિને પામે, “વેદ પારંગત પુરૂષને સમગ્ર પણ ભુવન આપવાથી જેટલું પુણ્ય થાય છે તેનાથી કોટિગણું ફળ વસ્ત્રથી ગાળીને પાણી વાપરવાથી થાય છે. સાત ગામો બાળવાથી તેટલું પાપ થાય તેટલું પાપ અળગણ પાણીનો ઘડો વાપરવાથી થાય છે. જેટલું પાપ કલાલને આખા વર્ષમાં લાગે છે તેટલું પાપ અણગળ પાણીનું ગ્રહણ કરનાર એક દિવસમાં ઉપાર્જન કરે છે. જે પુરૂષ પોતાના સર્વકાર્યોમાં ગાળેલું પાણી વાપરે છે તે મહામુનિ મહાસાધુમહાત્યાગી અને મહાવ્રતી ગણાય છે. મીઠા પાણીથી ખારા પાણીના પોરા અને ખારા પાણીથી મીઠા પાણીના પોરા મરી જાય છે, માટે કદી મીઠું અને ખારું પાણી ભેળસેળ કરવું નહિ'ઇત્યાદિ અર્થયુક્ત શ્લોકોની પત્રિકા આપી પોતાના આપ્તજનોને પોતાના અને પોતાની આણ માનનારા બીજા રાજાઓના દેશોમાં મોકલી શક્તિ ભક્તિ અને ધનાદિથી પાપના સંચયભૂત એવી મારીનું