________________
શ્રી સિસક્ર છે
જુલાઈ : ૧૯૩૯
2000
1 ms.
१७ कुङ्कणो १८ ऽपिच ॥६॥
देशेष्वष्टादशस्वेषु, चौलुक्यनृपकारिता: । विहारा रेजिरे मृर्ताः, स्वकीर्तिप्रकारा इव ॥७॥ त्रिभिर्विशेषकम् ॥
श्रेयः पल्लयन्तु वो भणितयः श्रीहेमसूरिप्रभोर्याः श्रुत्वा क्षितिवासवेन विहिते निश्शेषजीवावने । पक्षच्छेदभयं विहाय कुहरादम्भोनिधेर्निर्गतैः, स्थानस्थानविहारमूर्तिमिषतः शैलैर्धराऽलङ्कता ॥१॥ इत्थं चतुर्दशशतप्रमितान् विहारान्, नव्यान् विचित्रशुभबिम्बविराजमानान् । निर्माप्य षोडशसहस्त्रमितांश्च जीर्णोद्धारान् नृपो निजरमां सफलीचकार ॥२॥
આ સર્વચૈત્યોમાં મોટા ઉત્સવ પૂર્વક શ્રીહેમાચાર્યે પોતાના હાથે વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરી. આ ચૈત્યોની પૂજા માટે રાજાએ ફૂલ-ઝાડથી વ્યાપ્ત ઘણા બાગ અર્પણ કર્યા. પછી પોતાની આજ્ઞા માનનારા રાજાઓ પાસે
અમને આપવાની ખંડણીમાંથી તમારા દેશમાં હિમાલયના શિખર જેવા બહુ વિહારો કરાવો” એવો મંત્રીની સહીથી હુકમ કઢાવીને પરમુલકમાં તેમણે ચૈત્યો કરાવ્યાં. ગુજરાત, લાટ, સૌરાષ્ટ્ર ભંભેરી, કચ્છ, સૈન્ય. ઉચ્ચા,જાલંધર, કાશી, સપાદલક્ષ, અંતર્વેદિ, મારવાડ, મેવાડ, માળવા, આભીર, મહારાષ્ટ્ર, કર્ણાટક, અને કોંકણ એ અઢાર દેશમાં ચૌલુક્ય રાજાએ કરાવેલા વિહારો સાક્ષાત્ તેની કીર્તિનો સમુદાય હોય તેમ શોભે છે. શ્રીહેમસૂરિભગવાનની તે વાણીઓ તમને કલ્યાણને કરો કે જેને સાંભળીને રાજાએ સમસ્ત જીવના રક્ષણને કરાયે છતે પક્ષના છેદના ભયને છોડીને સમુદ્રના છિદ્રમાંથી નીકળેલા પર્વતો વડે હોય નહિ તેમ સ્થાન સ્થાન પર કુમારવિહાર નામના પ્રાસાદથી પ્રત્યક્ષ પૃથ્વી શણગારાઈ. એ પ્રકારે વિચિત્ર અને શુભ બિબે કરી બિરાજમાન ચૌદસો નવાં દેરાં અને સોળ હજાર જીર્ણોદ્ધાર કરાવી તે રાજાએ પોતાની લક્ષ્મીને સફળ કરી.
ઉપર પ્રમાણે પાઠ દેખીને જે કુમારપાળે પોતે પોતાના દેશમાં ચૈત્યો બનાવ્યાં અને પોતાને આધીન એવા બીજા દેશોમાં પણ ચૈત્યો બનાવ્યાં તથા હજારો જીર્ણોદ્ધાર કરાવ્યા, તે કુમારપાળને અવલોકનકાર જૈન તો શું પણ પરમ જૈન માન્યા સિવાય રહે નહિ.
अथ जिनागमसमाराधनतत्परेण राजर्षिणैकविंशतिर्ज्ञानकोशा: कारापिता: । त्रिषष्टिशलाका-पुरुषचरित्राणि श्रोतुमिच्छता च श्रीगुरू नभ्यर्थ्य नवीनं शलाकापुरुषचरित्रं षट्त्रिंशत्सहस्त्रमितं काराप्य सुवर्णरुप्याद्यक्षरैर्लेखयित्वा स्वावासे नीत्वा रात्रिजागरणप्रात:पट्टगजेन्द्राधिरू ढधृतानेकातपत्रकनकदण्डदासप्ततिचामरोपवीज्यमानादिमहोत्सवपरम्परापूर्वकं शालायां नीत्वा दासप्ततिसामन्तादियुतेन श्री गुरुमियाख्यायमानं सौवर्णरत्नपट्टदुकूलादिपूजाविधिना श्रुतं । एवमेकादशाङ्गद्धादशोपाङ्गादिसिद्धान्तप्रतिरेका सौवर्णाद्यक्षरैर्लेखिता वाच्यमाना च श्रीगुरुपार्श्वे श्रुता शुद्धविधिना । योगशास्त्रवीतरागस्तवरात्रिंशत्प्रकाशा: सौवर्णाक्षरा हस्तपुस्तिकायां लेख्रिताः । प्रत्यहं मौनेनैकशो गुणनम् । सा पुस्तिका देवतावसरे पूज्यते स्म । स्वगुरुकर्तृका ग्रंथा मया नियमेन लेखनीया इत्यभिग्रहं जग्राह । सप्तशतलेखका लिखन्ति ॥ - જિનાગમનું આરાધન કરવામાં તત્પર તે રાજર્ષિએ ૨૧ જ્ઞાનભંડાર કરાવ્યા. તેસઠશલાકાપુરુષનાં ચરિત્ર સાંભળવાની ઇચ્છાથી ગુરને પ્રાર્થના કરી અને તેમની પાસે છત્રીસહજા૨ શ્લોકબદ્ધ નવો ગ્રંથ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર નામના ગ્રંથને સોનારૂપાના અક્ષરોથી લખાવ્યો. લખાઈને તૈયાર થયો એટલે તેને પોતાના ભવનમાં ગયો. રાત્રે રાત્રિજાગરણ કરાવ્યું. પ્રાતઃકાળે પટ્ટગજ ઉપર પધરાવી છત્રચામરાદિ ઠાઠમાઠથી મહોત્સવ પૂર્વક ધર્મશાળામાં લાવ્યો.
(અપૂર્ણ)