SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ (જુલાઈ : ૧૯૩૯. થી સિદ્ધરાક वटुंताण जिणाणं, रिसहप्पमुहाण जत्थ चउवीसा । पित्तलमयपडिमाओ, कराविया देवउलियासं एवमइलंताणं, तह भावीणं जिणाण पडिमाओ । चउवीसा चउवीसा, निवेसिया देवउलियासं / lll इय पयडियधयजसडंबराहिं बावत्तरीइं जो तुंगो । सप्पुरिसोब्व कलाहिं, अलंकिओ देवकुलियाहिं Iછો. तथा पुरोन्दुरद्रव्यं गृहीतमभूत्तत्प्रायश्चित्ते उन्दुरवसहिका कारिता, पुरा मार्गे देवश्रिया करम्बो दत्तस्तन्नाम्ना करम्बवसहिकाऽपि । प्राक्लुप्तपललाहारपापशुद्धये द्वात्रिंशत्प्रासादा: । एकवेद्यां षोडश संमुखाः षोडश प्रासादाः, तेषु चतुर्विंशतिजिनचतुर्विहरमाणजिनप्रतिमाः, रोहिणी १ समवसरणं २ चैत्यद्रुः ३ श्रीगुरुसुवर्णपादुका ४ श्च, एवं દ્વાáશત્ | એ પ્રમાણે ગુરુના ઉપદેશરૂપ અમૃતરસનું પાન કરીને તૈયાર થયો છે પ્રભાવના રૂપ ધર્મનો કલ્પવૃક્ષ જેનો એવા તે પરમાહતને પોતાની લક્ષ્મી કૃતાર્થ કરવાની ઈચ્છા થઈ અને તેથી તે મહાશ્રાવકની પદવી મેળવવા સારુ ચિત્યાદિ કરાવવામાં પ્રવૃત્ત થયા. પાટણ મધ્યે ૨૫ હાથ ઉંચો, ૭૨ જિનાલયથી યુક્ત અને ૧૨૫ આંગળ ઉન્નત શ્રીનેમિનાથ ભગવાનની પ્રતિમાથી અલંકૃત એવા ત્રિભુવનપાળ નામનો વિહાર પોતાના પિતાના કલ્યાણાર્થે બંધાવ્યો. “તેથી આ જ નગરમાં કુમારપાલદેવ વડે ગગનતલને ટેકા રૂપ છે થાંભલા જેના એવો મોટો જે ત્રિભુવનવિહાર તે કરાવ્યો. કંચનમય આમલસાર-કલશ-અને ધ્વજાની કાંતિએ પીળો એવો પ્રાસાદ નિશ્ચયથી માણસ વડે સાક્ષાત્ મેરુપ્રાસાદ કહેવાય છે, જેમાં મોટા પ્રમાણવાળી સર્વોત્તમ નીલરત્નથી નિર્માપણ કરેલી એવી નેમિનાથ ભગવાનની મૂળપ્રતિમા રાજાએ સ્થાપન કરી. ફૂલોના સમુહે પુજાયેલી જે પ્રતિમા માણસોને પવિત્ર કરવાને માટે ગંગા નદીના તરંગોથી મળેલી મનોહર જમુના નદીની જેમ શોભાને પામે છે. વર્તમાન ઋષભદેવ પ્રમુખ ચોવીસે જિનેશ્વરોની જ્યાં ધાતુમય પ્રતિમાઓ દેવકુલિકાઓમાં સ્થાપન કરાવી. એ જ પ્રમાણે અતીત અને અનાગત કાળની પ્રતિમાઓ ચોવીસ ચોવીસ દેવકલિકાઓમાં સ્થાપન કરી. એ પ્રમાણે પ્રગટ ધ્વ આડંબરવાળી બોતેર દેવકુલિકાઓ વડે જે ઊંચો પ્રાસાદ જેમ કલાઓ વડે સતપુરુષ શોભે તેમ શોભવા લાગ્યો. પૂર્વે ઉંદરનું દ્રવ્યહરણ કર્યું હતું તેના પ્રાયશ્ચિત્તમાં ઉંદરવસહિકા બંધાવી. પૂર્વે માર્ગમાં દેવશ્રીએ કરંબો આપ્યો હતો, તેના સ્મરણાર્થે કરંબવસહિકા કરાવી. પૂર્વે ભક્ષણ કરેલા માંસાહારથી લાગેલા પાપની શુદ્ધિ કરવા એક વેદીમાં સામસામા સોળ એ રીતે બત્રીસ પ્રાસાદ બંધાવી તેમાં ૨૪ વર્તમાન તીર્થકર,૪ વિહરમાન તીર્થકર, રોહિણી, સમવસરણ, ચૈત્યવૃક્ષ અને ગુરુપાદુકાની સ્થાપના કરી. કલિકાલ સર્વત્ર શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ બાર વ્રત ધારણ કરવાવાળા જૈનને શ્રાવકપણું જણાવવા સાથે બાર વ્રત ધારણ કરીને જિનમંદિરાદિ સાતે ક્ષેત્રોમાં ધન વાપરનાર અને અનુકંપાથી દીનોને દાનને કરનાર જૈનને મહાશ્રાવકની પદવી જે યોગશાસ્ત્રમાં નવી દર્શાવી છે, તે મહાશ્રાવક પદવીના લાયક કાર્યો ઉપર જણાવેલ મંદિરાદિ કાર્યોથી મહારાજા કુમારપાલે કર્યા. તો પછી તેમના જૈનત્વને વિષે લેશપણ શંકા ન હોય એ સ્વાભાવિક જ છે. एतेषु सर्वचैत्येषु, महामहिमपूर्वकम् । हेमाचार्यः स्वहस्तेन, प्रतिष्ठा विधिवद् व्यघात् શી अर्थार्थमेषां चैत्यानामारामान पुष्पसंकुलान् । आदायानपि भोगाय, भूरिशो भूपतिर्ददौ |રા. ततोऽस्मद्देयदण्डेन, युष्माभिर्निजनीवृति । विहारा बहवः कार्याः, हिम शैलाग्रजा इव રૂ इति प्रधानैरादेश्य, विषयेषु परेष्वपि । स तान् विधापयामास, नृपैराज्ञावशंवदैः IIકા. गूर्जरो १ लाट २ सौराष्ट्र ३ भम्भेरी ४ कच्छ ५ सैन्धवः ६ । उच्चा ७ जालन्धरः ८ काशि: ९ सपादलक्ष १० इत्यपि ॥५॥ अन्तर्वेदि ११ मेरु १२ मेदपाटो १३ मालवक १४ स्तथा । आभी राख्यो १५ महाराष्ट्रं १६ कर्णाट:
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy