________________
(જુલાઈ ૧૯૩૯) . શ્રી સિદ્ધચક્ર
આવશ્યકીય સૂચના ભગવાન જિનેશ્વરોની પરોપકારિતા અને વરબોધિનો વખત દરેક ભગવાન જિનેશ્વરમહારાજ પરોપકારિતાવાળા અને વરબોધિવાળા હોય છે, એ હકીકત સમસ્ત જૈન જનતા માને છે અને તેથી તે વિષયમાં કોઈપણ જાતનો કોઈને પણ મતભેદ ન હોય તે સ્વાભાવિક છે. પરંતુ તે પરોપકારિતા અને વરબોધિ ક્યારથી ગણવી? એ બાબતમાં ઘણો જુનો અને તીવ્ર એવો મતભેદ છે, માટે તે બન્નેની મુદતના નિર્ણયને અંગે આગળ લેખ લખવાની જરૂર ગણાઈ છે. આમાં એક પક્ષ નીચે મુજબ કહે છે– ૧ ભગવાન જિનેશ્વર મહારાજા થવાવાળો જીવો સાવ અનાદિ નિગોદથી પરોપકારી જ હોય છે.
ભગવાન જિનેશ્વર થવાવાળા જીવો અનાદિકાળથી (સ્વપરને)હિત જ કરનારા હોય છે. કોઈ કાલે
કોઈ પણ જિનેશ્વરનો જીવ(સ્વ કે પરનું)અહિત કરનાર હોય જ નહિ. ૩ ભગવાન શ્રીજિનેશ્વર મહારાજને જે આદ્ય સમ્યકત્વ થાય તે જ વરબોધિ કહેવાય. ૪ અનાદિકાળથી એટલે નિગોદના વખતથી ભગવાન જિનેશ્વરો પરોપકારી જ હોય, અને તેવા
પરોપકારી વરબોધિથી(આદ્યસમ્યક્ત્વથી) તીર્થંકરનામનો બંધ કરે છે. આ પ્રમાણે જયારે એક પક્ષ એટલે પૂર્વપક્ષી કે વાદીનું કથન થાય છે, ત્યારે ઉત્તરપક્ષ કે પ્રતિવાદીનું કથન નીચે મુજબ થાય છે. ભગવાન જિનેશ્વર મહારાજાઓ સમ્યકત્વવાળી અવસ્થામાં એટલે આદ્ય સમ્યકત્વ કે અન્ય સમ્યક્ત્વ થાવત્ વરબોધિ સમ્યકત્વવાળી અવસ્થામાં પરોપકારી જ હોય છે અર્થાત્ અનાદિ નિગોદથી
પરોપકારિપણાદિ ગુણનો નિયમ છે નહિ. ૨ ભગવાન જિનેશ્વર મહારાજાઓ સમ્યકત્વ (આદ્ય કે વરબોધિ પર્યત)ના કાલમાં અને વિશેષે કરીને
વરબોધિ લાભ થયા પછી કોઈપણ (સ્વ કે પરનું)અહિત કરે જ નહિ. પરંતુ સર્વકાલે તેમ નહિ. ૩ ભગવાન જિનેશ્વર મહારાજને થતું આદ્ય સમ્યકત્વ બીજા જીવોના સમ્યકત્વ કરતાં તીર્થંકરપણાને
પરંપરાએ આપનાર હોવાથી શ્રેષ્ઠ ગણાય, પરંતુ ભગવાન જિનેશ્વરને વરબોધિ તો ભૂત અને વ્રતિની અનુકંપાઆદિએ યુક્ત અને સતત સમ્યક્ત્વ હોય એટલે ભગવાન જિનેશ્વરને અપ્રતિપાતી કે
શુભકર્મની પરંપરાવાળું સમ્યકત્વ થાય, તે જ વરબોધિ કહેવાય. જ ભગવાન જિનેશ્વરોને શ્રીતીર્થકર નામકર્મનો બંધ જે માટે આદ્ય સમ્યકત્વને વરબોધિ કહેવાતો નથી
તેથી આઘ સમ્યકત્વથી થતો નથી, પરંતુ ભૂતવ્રતિઅનુકંપાદિ શુભકર્મના આસેવન યુક્ત એવું અથવા અપ્રતિપાતી જે વરબોધિ સમ્યકત્વ છે તેની પ્રાપ્તિ પછી થાય છે. એટલે વરબોધિ પ્રાપ્ત થયા પછી નિયત પરોપકારી જ હોય છે અને પછી અરિહંત આદિ સ્થાનકોની આરાધનાના ઉદાર આશયવાળા ભગવાન જિનેશ્વરોના જીવો તીર્થંકરનામનો બંધ કરે છે.