________________
(જુલાઈ : ૧૯૩૯)
કીરિબસાકે काशिगाजण्यादितुर्दशदेशेषु धनविनयमैत्र्यादिवलेन जीवरक्षा कारिता । मारीत्यक्षरोच्चारणे क्षपणं । नवरात्रपशुबल्यदानकुपितकण्टेश्वरीत्रिशूलघातसंजातसर्वाङ्गकुष्ठादिवेदनायां मन्त्र्युदयनविज्ञप्तदेवीबलिप्रदानविषयेऽनुमतिरपि नादायि दयालुना येन । एका दशलक्षाश्वादिपर्याणेषु प्रमार्जनार्थं प्रौञ्छनिका: कारिताः । एकदा पर्याणप्रमार्जने नडूलसामन्तेन जहासे अपरैः सामन्तैः परस्परं क्संज्ञया, ज्ञाते च राजा सप्त लोहकटाहीर्वाणेन भित्त्वा साङ्गिकया षोडशमणगोणिमुत्पाट्य बलं दर्शयित्वा तर्जिता: सामन्ता: भत्स्वेवंविधोऽस्मीति । एकदा कायोत्सर्गस्थे नृपे मर्कोटकः पादे लग्न:, पार्श्वस्थैः पारिचारिकैरुत्सार्यमाणोऽपि राज्ञा तस्यासमाधिसं भावनया स्वत्वचा सह दूरीकृतः । महेश्वरग्रामीयवणिजा यूकावधे यूकावसति: कारिता ।
હિંસા ત્યાગમાં–કુમારપાલે કર્ણાટક, ગુજરાત, લાટ, સૌરાષ્ટ્ર-કચ્છ-સૈન્ધવ-ઉચ્ચા-ભંભેરી-મારવમાલવ-તથા કોંકણ-રાષ્ટ્ર-કીર-જાલન્ધર-સપાદલક્ષ,-મેવાડ-દીપ અને આભીર એ પોતાની આણ માનનારા અઢારે દેશોમાં અમરપડો વગડાવ્યો અને અણગળ પાણી વાપરવાની મનાઈ કરી. પોતાના હાથી ઘોડા વગેરેને પણ ગાળેલું પાણી પાવાની ગોઠવણ કરી. કાશી અને ગીજરી આદિ ચૌદ દેશમાં ધન, વિનય અને મૈત્રીના બળથી જીવરક્ષા કરાવી. નવરાત્રમાં કંટેશ્વરી દેવીનો ઉપસર્ગ થવાથી ઉદયનમંત્રીએ બલિ આપવાની વિનંતિ કરી તેને અનુમતિ પણ નદીધી. હંમેશ આગળની ભૂમિ પ્રમાર્જિત થાય એટલા સારું સૈન્ય ઘોડા વગેરેને પૂજણીઓ બંધાવી. આ પ્રવૃત્તિ જોઈ એક વખત નવુળ અને બીજા સામંતોએ પરસ્પર નેત્રસંજ્ઞાથી હાસ્ય કર્યું, તે કળી જઈ તેમને ઝંખવાણા પાડવા સારુ કુમારપાળે તેમના દેખતાં એક બાણ વડે સાત કઢાહીઓ ભેદી નાખી અને સાંગી વડે સોળ મણની ગોળી ગબડાવી દઈ કહ્યું કે “તમારામાં હું આવો છું.”
એક વખત રાજા કાઉસગ્નમાં ઊભા હતા તેવામાં પગે એક મંકોડો વળગ્યો, તેને સેવકો ખસેડવા મંડ્યા, ત્યારે કુમારપાળે તે જીવને અસમાધિ ન થાય એટલા સારુ પોતાની ચામડી સાથે તેને દૂર મુકાવ્યો, મહેશ્વર ગામના શેઠે યૂકા મારી, તેના પ્રાયશ્ચિત્તમાં મૂકાવિહાર બંધાવડાવ્યો.
મહારાજા કુમારપાલની અમારી પડવાની પ્રવૃત્તિ, વગર ગળેલા પાણીનું નિવારણ વગેરે ઉપર જણાવેલ પ્રવૃત્તિ જોનારો મનુષ્ય જો સમજદાર હોય તો સ્વપ્ન પણ તેમના જૈનત્વની શંકા કરે નહિ.
निःशूकैः शकितं न यन्नृपतिभिस्त्यक्तुं क्व चित्प्राक्तनैः, पल्याः क्षार इव क्षते पतिमृतौक्त यस्यापहारः किल । आपाथोधि कुमारपालनृपतिर्देवो रुदत्या धनं, बिभ्राणः सदयं प्रजासु हृदयं, मुश्चत्ययं तत्स्वयम् ॥१॥
ધણી મરી જવાથી રડતી સ્ત્રીને ઘા ના ઉપર ક્ષાર જેવું લાગતું ધનહરણ પૂર્વે થઈ ગયેલા નિર્દય રાજાઓ બંધ કરી શક્યા નથી, તે ધનનો પ્રજામાં દયાર્દ્ર હૃદય ધારણ કરનાર સમુદ્રથી મર્યાદિત એવી પૃથ્વીના રાજા કુમારપાલ ત્યાગ કરે છે. બીજાના દ્રવ્યનો અપહાર બાહ્યપ્રાણોના અપહાર જેવો ગણીને સ્થૂલ અદત્તાદાનવિરમણમાં જેણે અપુત્રા એવી સ્ત્રીનું ધન છોડી દીધું છે તે મહારાજા કુમારપાલના જૈનત્વ વિષે શંકા હોય જ શાની?