________________
૪૬
શ્રી
જુલાઈ : ૧૯૩૯ નાયક થાય એ નિઃસંશય છે.”
એ પ્રમાણે ગુરુશ્રીના મુખથી શુદ્ધધર્મના મર્મને સાંભળી કર્મનું દલન કરવામાં એકચિત્ત છે જેનું અને બુદ્ધિશાળી એવા કુમારપાળ સમ્યક્ત્વમૂળ બારવ્રત પાળવામાં સાવધાન થઈ, શ્રદ્ધાળુઓમાં મુકુટમણિ થયા. એટલા માટે કહ્યું છે કે –“હે રાજા ! એ પ્રમાણે આ બાર વ્રતો તને કહ્યાં.” રાજાએ કહ્યું કે હે ભગવાન ! આપે મારા પર મહેરબાની કરી છે. પંચમહાવ્રત રૂપ ભાર નિશ્ચય પર્વતની જેમ દુઃખે વહન થઈ શકે તેવો છે, સારી રીતે જેઓ તે ભારને વહે છે તેવા દુષ્કર કરવાવાળાને હું વાંદું છું.
આ બાર વ્રતોને પાળવા માટે જેઓ શક્તિમાન છે અને પરિમિત છે પરિગ્રહ અને આરંભ જેમના એવા તે પુરુષો કોને વખાણવા લાયક નથી? ગુરુએ કહ્યું-આણંદ કામદેવ પ્રમુખ પ્રથમ થયા, જેઓએ આ શ્રાવકના વ્રતોને દઢતાપૂર્વક પાલન કર્યા. આ નગરમાં એક શ્રેષ્ઠ ગૃહસ્થ છે જે નામવડે છછુક શ્રેષ્ઠી છે, જે પરિમિતપરિગ્રહવાળો છે અને પાપના વ્યાપારનો ત્યાગ કર્યો છે. વળી જેણે નવ તત્ત્વો જાણ્યાં છે, સંતોષમાં તત્પર, વિવેકરત્નનો ભંડાર, દેવ, ગુરુ અને ધર્મના કાર્યોમાં પોતાના હાથથી પ્રાપ્ત કરેલ ધન જેણે આપ્યું છે. તે અમારા ચરણકમલમાં ભાવથી પ્રથમ અંગીકાર કરીને આ બાર વ્રતોને નિરતિચાર પણે પાળે છે. રાજાએ કહ્યું કે આ ધનાઢ્ય એ હેતુથી મને ગૌરવવાળો હતો, હાલમાં સાધર્મિકપણામાં તો બંધુની જેમ વિશેષપણે ગૌરવવાળો થયો. હે ભગવાન! હું પણ બાર પ્રકારના શ્રાવકધર્મને કરીશ અને પૃથ્વીના સ્વામીપણાને યોગ્ય પરિપાલનમાં પ્રયત્ન કરીશ. ત્યારપછીતે ગુરૂએ કહ્યું કે હે રાજા ! તમે જ પુણ્યવાન છો જે આવા હોવા છતાં શ્રાવકવ્રતોનું પરિપાલન કરો છો. ત્યાર પછી અંગીકાર કર્યા છે સમ્યકત્વમૂલ બાવ્રતો જેણે એવા શ્રીકુમારપાલ રાજર્ષિ થયા.
ઉપરના પાઠથી મહારાજા કુમારપાલનું એકલું દયાને અંગે જૈનત્વ કે પરમાહિતપણું હતું એમ નહિ, પરંતુ શ્રાવકપણાની ઊંચીકોટીએ રહીને બારવ્રત ધારણ કરવાપણું હોવાથી તેમનું રાજર્ષિપણું હતું એમ પણ સ્પષ્ટપણે જણાવી દીધું છે.
હિંસાત્યા :
कर्णाटे १ गूर्जरे २ लाटे ३ सौराष्ट्रे ४ कच्छ ५ सैन्धवे ६ । उच्चायां ७ चैव भम्भेर्या ८ मारवे ९ मालवे १० तथा ॥१॥ कौङ्कणे ११ च तथा राष्ट्रे १२ । कीरे १३ जालन्धरे १४ पुनः । सपादलक्षे १५ मेवाडे १६ । दीपा १७ ऽऽभीराख्ययो १८ रपि ॥२॥ इति स्वदेशेष्वमारिपटहो दापितः, अगलितजलव्यापारनिषेधश्च, अश्वलक्षपश्चञ्चहस्तिसहस्त्रकगोधनाशीतिसहस्त्रोष्ट्रपञ्चाशत्सहस्त्राणां गलितजलपानंकुमरगिर्यादौ,