SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્ર (જુલાઈ : ૧૯૩૯) ૧૨૫-૧૨૬-૧૨૭ કર્ણાટ-ગૂર્જર-લાટ-સૌરાષ્ટ્ર-કચ્છ-સૈધવ-ઉચ્ચા-નિશ્ચયથી ભંભેરી મારવા તેમજ માલવા તથા કોંકણ, તેમજ રાષ્ટ્ર-કીર-જાંગલક-વળી સપાદલક્ષ, મેવાડ, દિલ્લી, અને જાલન્ધરદેશમાં જંતુઓને અભયદાન દીધું, સાતવ્યસનોનો નિષેધ કર્યો. ન્યાય ઘંટનું વગાડવું કર્યું અને અપુત્રયાતી તેમજ અધણીયાતી સ્ત્રીઓના ધનનું વર્જન કર્યું. એટલી બાબતો પરમહંત મહારાજા કુમારપાલે આદરેલી છે. તે તેમના દઢ જૈનત્વને સૂચવે છે. कुमारपालप्रबन्धः-६८ भूवासवा बभूवांसो, भूयांसोऽपि प्रभावकाः । श्रावका: श्रेणिकाद्या: श्रीजिनाज्ञापालकाः परम् ॥५॥ जगदत्यद्भुतामारिकारमत्वापिकर्गुणैः । कुमारक्ष्मापतेः कोऽपि, तुलां प्राप न भूपतिः ॥६॥ युग्मम् उक्तं च- "आज्ञावर्तिषु मण्डलेषु विपुलेष्वष्टादशस्वादरादष्टान्येव चतुर्दश प्रसृमरा मारिं निवार्योजसा । कीर्तिस्तम्भनिभाँश्चतुर्दशशतीसंख्यान विहाराँस्तथा, कृत्वा निर्मितवान् कुमारनृपतिजैनो निजैनोव्ययम्" ॥१॥ પૂર્વે શ્રીજિનેશ્વરભગવાનની આજ્ઞાનું પાલન કરનાર શ્રેણિક વગેરે ઘણા પ્રભાવિક શ્રાવકો રાજપદવીને ધારણ કરી ગયા, પરંતુ જગતમાં અત્યંત આશ્ચર્યકારક અહિંસા-પ્રવર્તન વગેરે ગુણોથી કુમારપાલરાજાની તુલનાને પહોંચે એવો કોઈ થયો નથી. એક પ્રાચીન ગ્રંથકાર પણ લખે છે કે શ્રીજૈનકુમારનરપતિએ તેમની આજ્ઞામાં રહેનાર અઢાર વિશાળ દેશોમાં પ્રસરેલી હિંસાને પોતાના પ્રતાપથી ચૌદ વર્ષ પર્યત આદરપૂર્વક બંધ કરાવી અને કીર્તિને અમર રાખનાર કીર્તિસ્તંભ સમાન ચૌદસો રમણીય જિનમંદિર બંધાવી પોતાના પાપનો તદ્દન નાશ કર્યો. ઉપર જણાવેલા આચાર્યમહારાજશ્રીકુલમંડનસૂરિજી કે જેઓ પંદરમી સદીમાં થયેલા છે તેઓએ રચેલા શ્રીકુમારપાલપ્રબંધના પાઠથી નક્કી થાય છે કે મહારાજાકુમારપાલે અઢારે દેશમાં અને ચૌદ વર્ષ સુધી અમારી પડદો વજડાવ્યો છે. એટલે ૧૨૧૬માં શરૂ કરેલો અમારી પડતો ૧૨૩૦ સુધી અઢારે દેશમાં ચાલેલો છે અને તેથી મહારાજા કુમારપાલનું જૈનત્વ માવજીવન હતું એમ સિદ્ધ થાય છે. Hom तथा- “समुच्छिन्दन् मारिं समितिनिपुणः प्रास्तकुनयः, क्षमापालः श्रेयानहितविषयग्रामविजयी । विहारैर्भूभूषामकृत कृतबह्वर्थनिचय-श्चिरं हेमाचार्यप्रमुरथ कुमारो नरपतिः ततश्चौलुक्यवंशैकमौक्तिकस्य महौजसः । श्रीहेमचन्द्रसूरीन्द्रपदपद्मोपसेविन: जिनकल्परसावेशोल्लासलासितचेतसः । कृपैकप्राणनाथस्य, परार्हतशिरोमणे: Hટા. राज्ञः कुमारपालस्य, स्वरसज्ञापुपूषया । संबन्धयोजनापूर्वं, प्रबन्धं वच्मि किंचन ॥९॥ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ અને મહારાજા કુમારપાલની એકી કાવ્યસ્તુતિ કરતાં, કુમારપાલ ચરિત્રકાર જણાવે છે કે એક મારી એટલે હિંસાને છોડનાર હતા, ત્યારે બીજા અઢારે દેશમાં મારી શબ્દનો પણ નાશ કરનાર
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy