SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિહાયક (જુલાઈ : ૧૯૩૯) मन्त्रिवाग्भटेन साकं साध्वस्तसङ्घाधिपत्यमनोरथः प्रभुपादान्ते स्वं निनिन्द । अथ तस्मिन्न पते: समुपस्थिते: महाभये किश्चिदवधार्य 'बादशे यामे भवतो निवृत्तिर्भविष्यती' त्यादिश्य विसृष्टो नृपः किंकर्त्तव्यतामूढो यावदास्ते तावन्निर्णीतवेलायां समागतयुगलिकया 'श्रीक! दिवं गत' इति विज्ञप्तः ॥ કોઈક વખતે શ્રીકુમારપાલરાજા શ્રીસંઘના અધિપતિ થઈને તીર્થયાત્રા કરવાની ઇચ્છાવાળો મોટા મહોત્સવ પૂર્વક દેવાલયનું પ્રસ્થાન થયે છતે દેશાન્તરથી આવેલ બે સિપાઈ વડે ‘તમારી તરફ ડાહલદેશનો કર્ણરાજા આવે છે એ પ્રમાણે જણાવાયું. પરસેવાના બિન્દુથી તિલકવાળા કપાલને ધારણ કરતા રાજા મંત્રી વાભટની સાથે મહાભયને લીધે નાશ પામ્યો છે સંઘાધિપતિપણાનો મનોરથ જેનો એવા રાજા પ્રભુના ચરણકમળમાં પોતાને નિંદવા લાગ્યો. ત્યાર પછી તે અવસર વિષે રાજાને મહાભય પ્રાપ્ત થયે છતે કંઈક ધારણ કરી બારમે પહોરે તમારી નિવૃત્તિ થશે.” એ પ્રમાણે શ્રી હેમચંદ્ર ફરમાવી રાજાને છુટા કર્યા. શું કરવું એમાં મૂઢ બનેલા રાજા જેટલામાં બેસે છે તેટલામાં નિર્ણાતસમયે આવેલા બે સિપાઇઓએ “શ્રીકર્ણ સ્વર્ગે ગયો’ એ પ્રમાણે જણાવાયું. 'नृपेण ताम्बूलमृत्सृजता कथमिति पृष्टौ तावू चतु:-'कुम्भिकुम्भस्थः श्रीकर्णः निशि प्रयाणं कुर्वन्निद्रामुद्रितलोचनः कण्ठपीठप्रणयिना सुवर्णशृङ्खलेन प्रविष्टन्यग्रोधपादपेनोल्लम्बत: पश्चतामश्चितवान् । तस्य संस्कारानन्तरमावां प्रचलितावि' ति ताम्यां विज्ञप्ते तत्कालं पौषधवेश्मनि समागतो नृपः प्रशंसापरः कथं कथमपवार्य द्वासप्ततिमहासामन्तैः समं समस्तसङ्ग्रेन च प्रभुणा द्विधोपदिश्यमानवत्मा धुन्धुक्ककनगरे प्राप्तः । प्रभूणां जन्मगृहभूमौ स्वयं कारितसप्तदशहस्तप्रमाणे झोलिकाविहारे प्रभावनां विधित्सुर्जातिपिशुनानां द्विजातीनामुपसर्गमुदितं वीक्ष्य तान् विषयताडितान् कुर्वन् श्रीशत्रुञ्चतीर्थमाराधयामास । પાનને ત્યાગ કરતા રાજાવડે કેવી રીતે તે બન્યું, એ પ્રમાણે પુછાયેલા તે બે કહેવા લાગ્યા કે કુંભિકુંભસ્થલમાં રહેતો શ્રીકર્ણ રાત્રિમાં પ્રયાણને કરતો નિદ્રાથી બંધ છે નેત્ર જેનાં એવા, તેના કર્ણપીઠમાં લાંબી રહેલી સોનાની સાંકળ વડે પ્રવેશ કરાયેલા વટના વૃક્ષ વડે લટકાયેલો તે મરણને પામ્યો. તેના મૃત સંસ્કાર કર્યા પછી અમે બન્ને જણા અહીં આવ્યા છીએ. એ પ્રમાણે તે બન્ને વડે જણાવાયું છતે તે સમયે પૌષધઘરમાં આવેલ રાજા ગુરુની પ્રશંસામાં તત્પર થયા છતાં કોઈ કોઈ રીતે નિવારણ કરી બોતેર મોટા સામન્તો સાથે અને સમસ્ત સંઘ સાથે સ્વામીએ બન્ને પ્રકારે ઉપદેશ કરાયેલ રસ્તો છે જેને એવા ધન્યુકાનગરમાં પ્રાપ્ત થયા. સ્વામીની જન્મભૂમિમાં પોતે કરાવેલ સત્તર હાથના પ્રમાણવાળા ઝોલિકાવિહારમાં પ્રભાવના કરવાની ઇચ્છાવાળા જન્મ અને જાતિથી પિશુન બનેલા બ્રાહ્મણોના ઉપસર્ગના ઉદયને જોઈને દેશથી તાડિત તેમને કરતાં શ્રી શત્રુંજયતીર્થથી આરાધન કરવા લાગ્યા. ઉપર જણાવેલ પાઠથી રાજાનું પૌષધશાળામાં આવવું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજની જન્મભૂમિમાં ઝોલિકાવિહારનું કરાવવું અને શ્રી શત્રુંજય તીર્થની આરાધના કરવી, એ સર્વ દેવ-ગુરુ અને ધર્મની
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy