________________
જુલાઈ : ૧૯૩૯
૬૧ १५७ तथाच कयापि व्यवहारिवध्वाऽज्ञातज्ञातिनामग्रामसम्बन्धया पथि दिनत्रयं बुभुक्षितो नृपतिः शालिकरम्बेन सुहितोकृतस्तत्कृतज्ञतया तत्पुण्याभिवृद्धये करम्बकविहारं श्रीपत्तनेऽकारयत् ।
१५८ तथा यूकाविहारश्चैवम्-सपादलक्षदेशे कश्चिदविवेकी धनी केशसंमार्जनावसरे प्रियापितां यूका करतले सङ्गह्य पीडाकारिणी तां तर्जयंश्चिरेण मृदित्वा व्यपादयामास । संनिहितेनामारिकारिपश्चकुलेन स श्रीमदणहिल्लपुरे समानीय नृपाय निवेदितः । तदनु प्रभुणामादेशात्तद्दण्डपदे तस्य सर्वस्वेन तत्रैव यूकाविहारः कारितः इति यूकाविहारप्रबन्धः॥
१५९ अथ स्तम्भतीर्थे सामान्ये सालिगवसहिकाप्रासादे यत्र प्रभुणां दीक्षाक्षणो बभूव तत्र रत्नमयबिम्बालङ्कतो निरुपमो जीर्णोद्धार: कारितः । इति सालिगवसहिउद्धारप्रबन्धः ॥
૧૫૬. મારા વડે હરણ કરાયેલા ધનને લીધે પ્રથમ કોઈક ઉંદર મરી ગયો છે માટે તેનું પ્રાયશ્ચિત્ત આપો એમ પ્રાયશ્ચિત્ત રાજાએ માગે છતે તેના કલ્યાણ માટે સ્વામીએ તેના નામથી ચિન્હિત વિહાર કરાવાયો.
૧૫૭. અને તે પ્રમાણે નથી જાણ્યા જ્ઞાતિ-નામ અને ગામનો સંબંધ જેણીએ એવી કોઈ બાઈએ ત્રણ દિવસના ભૂખ્યા એવા રાજાને સંતોષ કર્યો હતો તેથી તેણીના ગુણને જાણનારપણું હોવાથી તે બાઈના પુણ્યની અભિવૃદ્ધિ માટે કરંબક નામનું દહેરું રાજાએ બંધાવ્યું.
૧૫૮. તેમજ મૂકાવિહાર આ પ્રમાણે—સવાલાખદેશને વિષે કોઈક અવિવેકી પનીએ વાળ સુધારવાના અવસરે સ્ત્રીથી અપાયેલી જૂને હાથમાં ગ્રહણ કરી દુઃખને કરનારી તેને તર્જના કરતાં, લાંબા કાળે મસલીને મારી નાંખી. નજીકમાં અમારીને કરનાર નોકર-ચાકર વડે તે શ્રીમદ્અણહિલ્લપુરમાં લાવીને રાજાને અપાયો. તેની પાછળ સ્વામીના આદેશથી તે દંડપટ્ટકમાં તેના સર્વસ્વથી ત્યાં જ “કાવિહાર કરાવ્યો. એ પ્રમાણે “કાવિહાર પ્રબંધ છે.
૧૫૯. ત્યાર પછી ખંભાતમાં સામાન્ય સાલિગવસહિપ્રાસાદમાં જ્યાં સ્વામીનો દીક્ષા સમય થયો હતો ત્યાં રત્નમય બિંબથી શણગારેલ નિરુપમ જીર્ણોદ્ધાર કરાવ્યો. એ પ્રમાણે સાલિગલસહિઉદ્ધાર પ્રબંધ છે.
ઉપર જણાવેલ પ્રબન્ધચિંતામણિના અનેક લેખો ઉપરથી વાચકવર્ગને સ્પષ્ટપણે માલમ પડશે કે મહારાજા કુમારપાલ પરમજૈન હોવાને લીધે સર્વત્ર અમારી પડતો વગડાવનાર અને હિંસા કરનારના દંડથી તથા સ્વતંત્રખજાનામાંથી અનેક જૈનમંદિરો બંધાવનાર હોવાથી તેમનું પરમાહતપણું નિર્વિવાદ જ છે.
कदाचिच्छ्रीकुमारपालनृपतिः श्रीसाधिपतिभूय तीर्थयात्रां चिकीर्षुर्महता महेन देवालयप्रस्थाने सज्जाते सति देशान्तरादायातयुगलिकया 'त्वां प्रति डाहलदेशीयकर्णनृपतिरुपैतीति विज्ञप्तः । स्वेदबिन्दुतिलकितं ललाटं दधानो