SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ANS : १८36 )ीप । ગ્રંથકર્તાએ જિનધર્મ પ્રતિબોધરૂપ આ ગ્રંથ રચીને સમાપ્ત કર્યો. એ ગ્રંથકાર મહારાજ સોમપ્રભસૂરિજીએ રચેલ કુમારપાલ પ્રતિબોધ કાવ્યમાં પ્રશસ્તિ લખતાં જે મહારાજા કુમારપાલ અને હેમચંદ્ર મહારજનું સ્વરૂપ ૧૨૪૧માં એટલે અજયપાલને રાજ્યગાદીએ બેઠાં પણ કેટલાક વર્ષો થઈ ગયાં પછી આલેખેલું છે. તેથી સ્પષ્ટ થાય છે કે મહારાજા કુમારપાલ યાવજજીવન પરમાતપણે જ રહ્યા હતા. અર્થાત્ જેઓ મહારાજા કુમારપાલને અંત્યાવસ્થાએ શૈવત્વ મનાવવા જાય છે. તેઓ સર્વજ્ઞ ભગવાન શ્રી જિનેશ્વરના મતની અદેખાઈવાળા અને શિવધર્મના દષ્ટિરાગવાળા ગણાય તેમાં આશ્ચર્ય નથી. अभिधानचिन्तामणौतृतीयकाण्डे-कुमारपालश्चौलुक्यो राजर्षिः परमार्हतः। मृतस्वमोक्ता धर्मार्थी, मारीव्यसनवारकः॥ મહારાજા કુમારપાલનું કેટલું બધું ઉગ્ર જૈનત્વ હશે કે જે ઉગ્ર જૈનત્વને લીધે તેમનાં રાજર્ષિ અને પરમાત જેવાં નામો રૂઢ થઈ ગયાં અને તે રૂઢનામોને અભિધાનચિત્તામણિ સરખા કોશમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યભગવંતે સ્પષ્ટપણે જણાવ્યાં. રાજર્ષિપણાના નામનો પરિચય તો મોહપરાજયનાટકની અંદર પણ સ્થાને સ્થાને આવે છે અને પરમાતપણાનો નિર્દેશ કુમારપાલપ્રબંધ વગેરેમાં ઘણી જગા પર છે, એ વાત અજાણી નથી. प्रबन्धचिन्तामणिः चतुर्थः प्रकाशः पत्रं-८६ १४३ श्रीजिनवदननिर्गमपावनीभिः शुद्धसिद्धान्तगिर्भिः प्रतिबुद्धो नृपः परमार्हतबिरुदं भेजे । तदभ्यर्थितः प्रभुः त्रिषष्टिशलाकापुरुषचरितं, बिंशतिवीतरागस्तुतिभिरुपेतं पवित्र श्रीयोगशास्त्रं रचयांचकार । प्रभोरादेशाच्चाज्ञाकारिष्वष्टादशदेशेषु चतुर्दशवत्सरप्रमितां सर्वभूतेषु मारिं निवारितवान् । (१२३) सप्तर्षयोऽपि सततं गगने चरन्तो, मोक्तुं क्षमा न हि मुर्गी मृगयोः सकाशात् । जीयादसौ चिरतरं प्रभु हे मसूरिरे के न येन भुवि जीववधो निषिद्धः । (१२४) कलाकलापैः स्तुमहद्धं श्रीहेमचन्द्रम् (?) (स्तुम कलाढ्यं प्रभुहेमचंद्र, कलाकलापैः सहितं न चंद्र) ररक्ष दक्षः प्रथमः समग्रान्, मृगान् यदन्यो मृगमेकमेव ॥ तेषु तेषु च देशेषु चत्वारिंशदधिकानि चतुर्दश शतानि विहाराणां कारयामास । सम्यक्त्वमूलानि द्वादशव्रतान्यङ्गीकुर्वन् अदत्तादानपरिहाररुपे तृतीयव्रते व्याख्यायमाने रुदतीवित्तदोषान् पापैकनिबन्धनान् ज्ञापितो नृपस्तदधिकृतं पञ्चकुलमाकार्य द्वासप्ततिलक्षप्रमाणं तदायपट्यकं विपाय्य मुमोच । तस्मिन्मुक्ते १८९ न यन्मुक्तं पूर्व रधुनहुषनाभागभरतप्रभृत्युर्वीनाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि । विमुञ्चन्कारुण्यात्तदपि रुदतीवित्तमधुना, कुमारदमापाल ! त्वमसि महतां मस्तकमणिः ॥
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy