________________
પડ્યું
****
*
***************
થી શિક
(જુલાઈ : ૧૯૩૯) एवं कुर्वन्नहोरात्रकृत्यानि परमार्हतः । कुमारपालदेवोऽयं, राज्यं पालयति क्षितौ ॥ नृपस्य जीवाभयदानडिण्डिमैर्महीतले नृत्यति कीर्त्तिनर्तकी । द्यूतासवादीनि नृणां निषेधादिहैव सप्त व्यसनानि भूपः । दुष्कर्मतो दुर्गतिसंभवानि, परस्त्र तेषां त्वमितानि तानि ॥ पदे पदे भूमिभूजा निवेशितैर्जिनालयैः काञ्चनदण्डमण्डितैः । निवारिता वेत्रघरीरिवोद्धतैः, स्फुरन्ति कुत्रापि न केऽप्युपद्रवाः ॥ स्तुमस्त्रिसन्ध्यं प्रभुहेमसूरेरनन्यतुल्यामुपदेशशक्तिम् । अतीन्द्रियज्ञानविवर्जितोऽपि, यः क्षोणि- भर्तुळधीत प्रबोधम् ॥ सत्त्वानुकम्पा न महीभुजां स्यादित्येष क्लृप्तो वितथ: प्रवादः । जिनेन्द्रधर्मं प्रतिपद्य येन, श्लाध्यः सः केषां न कुमारपालः॥ विचित्रवृत्तान्तसमेतमेतयोश्चरित्रमुत्कीर्तयितुं क्षमेत कः? तथाऽपि तस्येव......तार्थिन्तऽतभ्द त्किजगद्धितर्थिना समुद्धृतो बिन्दुरिवाम्बुधेर्मया। इति सोमप्रभकथिते कुमारनृपहेमचन्द्रसम्बद्धे। जिंनधर्मप्रतिबोधे प्रस्तावः पश्चम: प्रोत्त्कः।। शशिजलधिसूर्यवर्षे शुचिमासे रविदिने सिताष्टम्याम् । जिनधर्मप्रतिबोध: क्लृप्तोऽयं गूजरेन्द्रपुरे॥
એ પ્રમાણે દિનકૃત્ય અને રાત્રિકૃત્ય આચરતાં પરમાર્યત એ કુમારપાલ મહારાજા પૃથ્વી પર પોતાનું રાજય ચલાવવા લાગ્યા. જીવોને અભયદાન આપવાની ઉદ્ઘોષણાથી તેની કીર્તિરૂપ નર્તકી મહીતલપર નૃત્ય કરવા લાગી. વળી દુષ્કર્મથી પરભવે જીવોને અમિતદુર્ગતિનાં દુઃખ આપનાર એવાં ધૂત, મઘ વિગેરે સપ્તવ્યસનો તેણે અહીં જ પ્રજાજનોમાં અટકાવી દીધાં તથા પગલે પગલે રાજાએ બંધાવેલા કાંચનદંડથી મંડિત એવા જિનાલયોને લીધે જાણે સજ્જડ થયેલા પ્રતિહારીએ અટકાવેલ હોય તેમ કોઈ ઉપદ્રવ કયાંય પણ પ્રગટ થતા ન હતા. વળી અમે ત્રિકાળ શ્રી હેમચંદ્રમહારાજની અસાધારણ ઉપદેશભક્તિની સ્તુતિ કરીએ છીએ, કે દિવ્યજ્ઞાન રહિત છતાં પણ જેમણે શ્રી કુમારપાલરાજાને પ્રતિબોધ પમાડ્યો. “રાજાઓને જીવદયા ન હોય એ સાધારણ કહેવતને જે રાજાએ જિનધર્મને સ્વીકારીને અસત્ય બનાવી, તે કુમારપાલમહીપતિ કોને ગ્લાઘનીયન હોય? વિચિત્રવૃત્તાંત યુક્ત શ્રી હેમચંદ્રસૂરિ તથા કુમારપાલમહારાજાનું અદ્ભુત ચરિત્ર રચવાને કોણ સમર્થ થઈ શકે? તથાપિ તેમની જ ભક્તિ અને જગતના હિતના અર્થી એવા મેં સમુદ્રમાંથી બિંદુની જેમ આ ગ્રંથનો ઉદ્ધાર કર્યો. એ પ્રમાણે જનધર્મ પ્રતિબોધરૂપ કુમારપાલરાજા અને હેમચંદ્રસૂરિ મહારાજથી સમ્બદ્ધ અને સોમપ્રભાચાર્યે કહેલ પંચમ પ્રસ્તાવ કહેવાયો. વિક્રમ સંવત ૧૨૪૧મા વર્ષે ભાદરવા માસની શુક્લઅષ્ટમી અને રવિવારે ગુજરાત પાટણમાં