________________
૪૫૫
***
*
**
*****
*
*
(જુલાઈ : ૧૯૩૯)
થી સિરા પછી શ્રીકુમારપાલરાજા દિવસના છેલ્લા પહોરે પંડિતોને વિદાય કરીને પોતે રાજસભાના મંડનરૂપ સિંહાસન પર આવીને બિરાજમાન થતા, ત્યાં સામંત, મંત્રી, માંડલિકવિગેરેને દર્શન આપી, તેમની વિનંતિઓ સાંભળી અને તેનો પ્રતિકાર પણ તે કરતા હતા. કોઈવાર પોતે ઇચ્છા ન હોવા છતાં, રાજયસ્થિતિને લીધે વિવેકહીન જનોને વિસ્મય પમાડનાર એવા હાથી, બોકડા અને મલ્લ વગેરેના યુદ્ધ જોતો, વળી અષ્ટમી કે ચતુર્દશી વિના દિવસના આઠમે ભાગે તે પુનઃભોજન કરતા હતા. પછી સાંજે પુષ્પાદિકથી ગૃહ-ચૈત્યોની તે પૂજ કરતા અને રાત્રે રંગમંડપમાં બેસીને તે આરતી અને મંગલ-દીપ કરાવતા. આવાં ધર્મકાર્યો કરવાથી તથા મુક્ત હાથે દાન આપી સર્વને સંતોષ પમાડવાથી તે રાજાના વરાંગનાઓ સહિત માગધજનો ગુણગાન કરતા હતા. પછી નિદ્રા લેવા જતાં કુમારપાળભૂપાલ મદનરૂપ ભુજંગના વિષને વિનષ્ટ કરવામાં મંત્ર સમાન એવા સુદર્શન, શુલિભદ્ર પ્રમુખ મહામુનિઓના ચરિત્રનું ચિંતવન કરતા હતા.
ઉપર જણાવેલ કુમારપાલની સંધ્યાકાળે પણ જે ભગવાન જિનેશ્વરની કુસુમાદિથી કરાતી પૂજા તે ઉત્તમ જૈનત્વ વિના હોય જ નહિ. परमेष्ठिनमस्कार, ततः समृत्य भूपतिः । तस्य माहात्म्यमी गुरूक्ति गुरु क्तंतद्यथा क्रि तद्यथा ॥
ત્યાર પછી કુમારપાલ રાજા પરમેષ્ટિરૂપ મહામંત્રનું સ્મરણ કરતાં.....એ નમસ્કાર મંત્રનું માહાત્મ ગુરુ મહારાજે બતાવેલ તે આ પ્રમાણે રાજા ચિંતવતા હતા.
ઉપર જણાવેલ પંચપરમેષ્ઠિનો જાપ જૈનત્વ વિના હોય નહિ. तत्र गत्वा समं पूज्यैर्जिनं नत्वा मयाऽम्बडः । दण्डनाथ: समादिष्टस्तं विहारं नवं व्यधात् ॥
ત્યાં પૂજય ગુરુમહારાજ સાથે જઈ, ભગવંતને વંદન કરીને મેં અબડસેનાધિપતિ આદેશ કર્યો તેથી વિહાર (ચૈત્ય)નો તેણે પુનરુદ્ધાર કર્યો. परमेष्ठिनमस्कारं, स्मरन् भूपतिरभ्यधात् । नमस्कारस्य माहात्म्यं, दृष्टप्रत्ययमेव मे ॥ तथाहिस्वयं सकलसैन्येन, दिग्यात्रां कुर्वतोऽपि मे । असिध्यत समस्तोऽर्थोऽनर्थः प्रत्युत कोऽप्यभूत् ॥ अधुना तन्नमस्कारं, स्मरतो मम शत्रवः । वणिजैरपि जीयन्ते, दण्डेशैरम्बडादिभिः॥ स्वचक्रं परचक्रं वा, नानर्थं कुरु ते क्कचित् । दुर्भिक्षस्य न नामाऽपि, श्रूयते वसुधातले ॥
વળી પરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરતા કુમારપાલ રાજા કહેતા હતા કે –“એ નમસ્કારના માહાભ્યથી તો મને સાક્ષાત્ ફળ મળ્યું છે; કારણ કે સમસ્ત સૈન્ય સહિત પોતે દિયાત્રા કરતાં પણ મારું કામ ન સર્યું, પરંતુ ઉલટું કંઈક વિપરીત થવા પામ્યું અને અત્યારે નમસ્કારનું સ્મરણ કરતાં તેના પ્રભાવથી, અંબડાદિક મારા દંડનાયકો પોતે વણિક છતાં, તે શત્રુઓને જીતી લે છે. વળી સ્વચક્ર કે પરચક્ર ક્યાંય અનર્થ ઉપજાવતું નથી તથા દેશમાં ક્યાંય દુષ્કાળનું નામ પણ સાંભળવામાં આવતું નથી. ઉપર જણાવેલ નમસ્કારનું માહાસ્યકથન જૈનત્વને જ આભારી છે.