SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ - પ થી સિદ્ધચક (જુલાઈ : ૧૯૩૯) गुरु-पुरओ उवविसिउं, पर-लोय-सुहावहं सुणइ धम्मं । गंतूण गिहं वियरह, जणस्स विनित्तियावसरं ।। विहियग्ग-कूर-थालो, पुणोवि घर-चेइयाइं अच्चेइ । कयउचियसंविभागो, पवित्तमाहारं भुंजेइ ॥ भुत्तुत्तरं सहाए, वियारए सह बुहे हिं सत्थत्थं । (अत्थानी-मंडव-मंडणम्मि सिंहासणे ठाइ ॥ अट्ठमि-चउदसि-वज्ज, पुणोवि भुंजइ दिण?मे भागे । कुसुमाइएहिं घर-चेड्याइं अच्चेइ संझाए । કુમારપાળરાજાનું દિનકૃત્ય એ પ્રમાણે શ્રી હેમચંદ્રમહારાજની દેશના સાંભળતાં કુમારપાળભૂપાલ સમસ્તતત્ત્વને જાણીને જિનધર્મમાં પરાયણ થયાં. પ્રભાતે પંચનમસ્કારનું સ્મરણ કરતાં તે જાગ્રત થયા, તેમજ હૃદયમાં દેવ-ગુરુ અને ધર્મની પ્રત્તિપત્તિ-પ્રાપ્તિનો વિચાર કરતા હતા. પછી કાયશુદ્ધિ કરીને તેઓ પુષ્પ, ફળ, સ્તોત્રરૂપ વિવિધપૂજાથી જિનપ્રતિમાઓને પૂજતા હતા અને પંચ દંડે (શકસ્તવાદિકે) વંદન કરતા હતા. સત્ત્વગુણના સ્થાનરૂપ તથા સમસ્તજયલક્ષ્મીના તિલક સમાન તેઓ પ્રતિદિન યથાશક્તિ પ્રત્યાખ્યાન આદરતા અને તિલકના અવસરે બિરાજમાન થતો. વળી તે હસ્તીના સૂંઢ પર આરૂઢ થઈ સમસ્ત સામંતમંત્રીઓના પરિવાર સાથે જિન-ભવનમાં આવતાં અને ત્યાં વિધિપૂર્વક પ્રવેશ કરતા હતા. પછી અષ્ટપ્રકારની પૂજાથી તે જિનપ્રતિમાઓને પૂજતો. પૃથ્વી સુધી શિર નમાવી પ્રણામ કરીને પવિત્ર સ્તોત્રોથી ભગવંતના ગુણગાન કરતા હતા. વળી શ્રી હેમચંદ્રગુરુરાજના ચરણ ચંદન, કપૂર અને કનકકમળોથી પૂજીને પ્રણામ કરતા અને પ્રત્યાખ્યાન લેતા, તથા ગુરુની સમક્ષ બેસીને, પરલોકમાં સુખ આપનાર એવા ધર્મનું તેઓ શ્રવણ કરતો અને પોતાના મહેલમાં આવીને તે લોકોને દાદ કે ફરિયાદ કરવાનો અવસર આપતા હતા. વળી ભોજન વિશેષનો થાળ આગળ ધરીને તે પુનઃગૃહમૈત્યની પૂજા કરતો અને યોગ્ય સંવિભાગવત સાચવીને તેઓ પવિત્ર આહારનું ભોજન કર્યા પછી રાજસભાના મંડનરૂપ સિહાસન ઉપર બેસીને તે પંડિતોની સાથે શાસ્ત્રાર્થનો વિચાર ચલાવતો હતો. વળી અષ્ટમી કે ચતુર્દશી વિના તે દિવસના આઠમાભાગે ભોજન લતા અને સાંજે ગૃહ-ચૈત્યોની પુષ્પાદિકથી પૂજા કરતા હતા. આ અધિકારમાં કુમારપાલની દિનચર્યા જે જણાવવામાં આવી છે તે જૈનપણા સિવાય કોઈ કાળે પણ બને તેમ નથી. तो राया बुहवग्गं, विसज्जिउं दिवस-चरम-जामम्मि । अत्थाणी-मंडव-मंडणम्मि सिंहासणे ठाइ ॥ सामंतमंति-मंडलिय (राय)...पमुहाण दंसणं देइ । विन्नत्तीओ तेसिं सुणइ कुणइ तह पडीयारं ॥ कय-निविवेय-जणविम्हियाई, करि-जंक (एड)-मल्लजुद्धाइं । रज्जइत्ति, कइयावि, पेच्छए छिन्नवंछोपि ॥ अट्ठमि-चउदसि-वज्ज, पुणोवि भुंजइ दिण?मे भाए । कुसुमाइएहिँ घर-चेइयाई, अच्चेइ संझाए ॥ निसि निविसिण पट्टे आरत्तिय-मंगलाई ારવા વાર દૂ-વિદેજ, માહિ--નિઝમાન-ગુણ તો નિરે ૩િમો, મળ-મુદ્યામ-વિસ-સમ-મંત ! संथुणइ सुदंसण थूलभद्द-प्पमुह-महामुणि-चरियं ॥
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy