________________
(જુલાઈ : ૧૯૩૯) શ્રી શિવરાજ
કંપડે પણ જીવથી અન્ય (ભિન્ન) છે, તો ધન, સ્વજન અને ગૃહાદિક તો પોતાના શાના થાય ? માટે જે ભિન્ન નથી એવા જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકચિત્તે આરાધના કર. વળી તે ધીર ! અશુચિરૂપ સ્ત્રી, પુરુષનું શરીર તે ચરબી, માંસ, રુધિર, ચર્મ અને અસ્થિથી બંધાયેલ છે. તેમજ નવ છિદ્રથી ઝરતા મળ-મેલથી એ વ્યાપ્ત છે, માટે એમાં પવિત્રતાની બુદ્ધિ લાવીશ નહિ, વળી મિથ્યાત્વ, યોગ, અવિરતિ અને પ્રમાદ, તેમજ મદ, ક્રોધ, લોભ અને માયા એ કષાય. આ બધા પાપાશ્રવ સમજી લેજે. માટે જો તારે મોક્ષની અભિલાષા હોય તો એ દોષોનું નિવારણ કર. જેમ મંદિર કે તળાવનાં દ્વાર બંધ થવાથી તેમાં રજ કે જળ આવતાં અટકે છે, તેમ આશ્રવનો નિરોધ કરવાથી જીવમાં આવતું પાપ અટકે છે. એમ જિનેશ્વરોએ સંવરનો પ્રભાવ બતાવેલ છે. અજ્ઞાની જીવ પરાધીનપણે જે દુઃખ સહન કરે છે તેથી તે અલ્પકર્મની નિર્જરા કરી શકે છે, પરંતુ જ્ઞાનવાનું સ્વતંત્રપણે જો તેટલું દુઃખ સહન કરે, તો તે જીતેન્દ્રિય, અનંત કર્મોની નિર્જરા કરી શકે, ઉપર, નીચે, ચારે દિશામાં ચૌદરાજલોકમાં વાળના અગ્રભાગ જેટલું પણ એવું કોઈ સ્થાન નથી કે જયાં જીવ જન્મ, મરણ, ન કરી આવ્યો હોય. હે આત્મન્ ! શ્રુતના ઉપયોગથી એમ નિરંતર ચિંતવન કર. વળી શુભકર્મના યોગે કોઈ પ્રકારે સારી સામગ્રી પામતાં પણ, પુનઃ આગમવિરુદ્ધ અનેક પાપ કરતો રહે છે તેથી ફરી બોધિ(સમ્યત્વ) તે સમુદ્રમાં ખોવાયેલ રત્નની જેમ દુર્લભ થાય છે. એમ સમજીને તે જીવ ! તું પ્રમાદ ન કર. જે પાપી પાપને ધર્મ કહી બતાવે છે, તે નિર્દય સ્વભાવી કુગુરુ સમજજે. તેમજ મહાપુણ્યથી દુર્લભ એવા સુગુરુ પ્રાપ્ત થયા તો વિષયમાં આસક્ત થઈને એ સુગુરુનો તું ત્યાગ ન કરીશ.” -
એ પ્રમાણે કુમારપાલરાજાએ શ્રી હેમચંદ્રગુરુમહારાજના મુખથી સાંભળતાં અંતરમાં ભાવવિરાગ પ્રગટ થવાથી તે પોતાનું રાજ્ય ચલાવતાં એ ભાવનાઓના સ્વરૂપનું ચિંતન કરવા લાગ્યો અને કુગતિના કારણરૂપ પ્રમાદનો તેણે સર્વથા ત્યાગ કરી દીધો. આ અધિકારમાં જણાવેલી અનિત્યતાદિક ભાવનાઓનું ભાવવું તે જૈનત્વને જ આભારી છે.
इय हेमसूरिमुणिपुंगवस्स, सुणिऊण देसणं राया । जाणियसमत्ततत्तो, जिण-धम्म-परायणो जाओ ॥ तो पंचनमुक्कारं, सुमरंतो जग्गए रयणिसेसे । चिंतइ पयदोव हियए, देवयगुरु-धम्म-पडिवत्तिं ॥ काऊण काय-सुलिं, कुसुमामिस-थोत्त-विविह-पूयाए । पुज्जइ जिणपडिमाओ, पंचहिं दंडेहिं वंदेइ ॥ निच्चं पच्चक्खाणं, कुणइ जहासत्ति सत्त-गुण-निलओ । सयल-जय-लच्छि-तिलओ, तिलयावसरम्मि उवविसइ ॥ વર-જંઘરઘસ્સો, સમત્ત-સામંત-મંતિ-વરિયરમો . વરૂ નિબન્ધ-મvi, વિહિપુર્વ તત્ય પરિસેડ઼ . अट्ठ-प्पयार-पूयाइ, पूइउ बीयराय-पडिमाओ । पणमइ महि-निहिय-सिरो, थुणइ पवित्तेहिं थोत्तेहिं ॥ गुरुहेमचंद्र-चलणे, चंदण-कप्पूर-कणय-कमलेहिं । संपूइऊण पणमइ पच्चखाणं पयासेइ ॥