________________
જપ
છે (જુલાઈ ૧૯૩૯)
શ્રી સિદ્ધરાજ पद्यामामचमूपतिर्मतिनिधिनिर्मापयामास तां ॥
ગિરનાર પર નેમિનાથ ભગવંતને મેં સાક્ષાત્ વંદન ન કર્યું એમ કરીને તે ખેદ પામ્યા. હવે એકદા રાજસભામાં બેઠેલ કુમારપાલ નરપતિએ સભા સમક્ષ કહ્યું કે –“ઉજ્જયંત પર્વત પર સુગમ માર્ગ કરાવવાને કોણ સમર્થ છે?' ત્યારે સિદ્ધપાલે કહ્યું કે –“વચનમાં અત્યંત પ્રતિષ્ઠા ધરાવનાર, દેવગુરુના ચરણકમલની વિશેષ ભક્તિ કરનાર,અનુષ્ઠાનમાં અધિક શ્રદ્ધા રાખનાર, વિષયસુખના રસાસ્વાદમાં અરુચિ લાવનાર, દાનલીલામાં આનંદ માનનાર તથા સ્વમત અને પરમતના આલોચનમાં તીવ્ર બુદ્ધિધરનાર, એવો ધીમાન્ આમ્ર તે ગિરનાર પર અલ્પવખતમાં માર્ગ બનાવવાને સમર્થ છે. ‘આ’ તે ઉચિત કહ્યું, એમ કહીને કુમારપાલ રાજાએ રૈવતાચલપર માર્ગ કરાવવાને શ્રીરાણિકના પુત્ર આમ્રને સોરઠના અધિપતિ બનાવ્યો. એટલે બુદ્ધિના ભંડાર એવા આમ્રસેનાપતિએ સોપાન (પગથિયાં)ની શ્રેણિ તથા વિશ્રામસ્થાન યુક્ત, બીમારજનો, સ્ત્રીઓ, વૃદ્ધજનો, બાળકો વગેરે લોકોને આરોહણ કરવાને સુગમ અને જાણે મોક્ષમાર્ગ હોય એવા તે માર્ગ કરાવ્યો, જે માર્ગ બનાવવાને ત્રણ જગતને રચવાથી મહિમા પામેલ એવા બ્રહ્મા પણ સમર્થ થઈ ન શક્યા. ઉપર જણાવેલો પાદ બાંધવા સંબંધી પ્રસંગ જે હર્ષપૂર્વક વર્ણવાયો છે, તે શ્રી કુમારપાલના જૈનતત્ત્વને જણાવે છે.
२१३ एवं सोउं मुणि दाण-धम्म-माहप्पमुल्लावइ राया । भयवं ! गिण्हह मह वत्थपत्तभत्ताइयं भिक्खं ॥ तो वज्जरइ मुणिंदो, इमं महाराय ! रायपिंडोत्ति । भरहस्स व तुह भिक्खा, न गिहिउं कप्पड़ जईणं ॥ रन्ना भणियं भयवं ! को सो भरहो पयंपिओ तुम ए ? । गुरुणा वुत्तं नरवर ?, कहेमि जड़ कोउगं वुज्झ ॥
એ પ્રમાણે મુનિને આપેલ દાનરૂપ ધર્મનું માહાત્ય સાંભળતાં કુમારપાલરાજા કહેવા લાગ્યો કે “હે ભગવાન ! મારા-અશન-પાન-વસ્ત્ર-પાત્રાદિકની ભિક્ષા ગ્રહણ કરી મને કૃતાર્થ કરો.” ત્યારે હેમચંદ્ર મહારાજ બોલ્યા કે–“હે રાજેન્દ્ર ! એ રાજપિંડ હોવાથી ભરતચક્રીની જેમ તારી ભિક્ષા યતિઓને ગ્રહણ કરવી કલ્પ નહિ' રાજાએ કહ્યું- હે ભગવનું તમે જે ભરતનું નામ લીધું, તે કોણ?' ગુરુમહારાજ બોલ્યારાજરત્ન ! જો તને કૌતુક હોય, તો કહું છું.” કલિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજને ઉપરના ગ્રંથમાં વસ્ત્રાદિકનું કરેલું નિમંત્રણ પણ જૈનપણાને આભારી છે.
इय सीलधम्ममायन्निऊण भवजलहितारणतरंडं । संविग्गमणो राया, गिण्हइ नियम गुरुसमीवे ॥ अट्ठमिचउद्दसीपमुहपब्वदियहेसु निच्चमेव मए । कायव्वं बंभवयं, भयवं ! मणवयणकाएहिं ।
એ પ્રમાણે ભવસાગરથી તારવામાં પ્રવાહણ સમાન એવા શીલધર્મને સાંભળતાં મનમાં સંવેગ પામેલ કુમારપાલરાજાએ ગુરુ પાસે નિયમ લીધો કે– હે ભગવાન! અષ્ટમી ચતુર્દશી પ્રમુખ પર્વદિવસે મારે નિરંતર